સામત્રા પાસે ટ્રકે સ્કોપયો કારને ટકકર મારતાં બાળક સહિત પાંચ ઘાયલ

મહારાટ્રના નાસિક જઇ રહેલા દેશલપર(વાં)ના પરિવારને નળ્યો અકસ્માતભુજ: ભુજ તાલુકાના સામત્રા ગામ પાસે ટોલ નાકા આગળ શુક્રવારે વહેલી સવારે સર્જાયેલા અકસ્માતના બનાવમાં સ્કોપયો કારથી મહારાસ્ટ્રના નાસિક જઇ રહેલા દેશલપરના પરિવારને ટ્રકના ચાલકે અડફેટે લેતાં મહિલા બાળક સહિત પાંચ વ્યક્તિઓને વતી ઓછી ઇજાઓ પહો઼ચી હતી. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પ્રાપ્ત વિગતો મુજબ ભુજ તાલુકાના સામત્રા ગામ નજીક સવારે સવા ચાર વાગ્યાના અરસામાં અકસ્માતનો બનાવ બન્યો હતો. દેશલપર વાંઢાય ગામે રહેતા પટેલ પરિવારના સભ્યો સ્કોપયો કારથી નાસિક જવા નીકળ્યા હતા. ત્યારે સામત્રા ટોલ નાકા આગળ ટ્રક સાથે કારનો અકસ્માત સર્જાયો હતો. જેને કારણે કારમાં સવાર સુરેશભાઇ શાંતિભાઇ પ્રેમજીયાણી (ઉ.વ.૩૫), પ્રિયાબેન સુરેશભાઇ પ્રેમજીયાણી (ઉ.વ.૩૫), ભુપેશભાઇ પ્રદિપભાઇ પોકાર (ઉ.વ.૩૦), મિસ્વીબેન સુરેશભાઇ પ્રેમજીયાણી (ઉ.વ.૪) અને વૈદિક ગીરીશભાઇ પ્રેમજીયાણી (ઉ.વ.૨૨)ને ઇજા પહોંચતાં સારવાર માટે જી.કે.જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જે પૈકી ચાર વ્યક્તિઓને વધુ સારવાર માટે લેવા પટેલ હોસ્પિટલમાં રીફર કરાયા હતા. માનકુવા પોલીસે બનાવની નોંધ લઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

સામત્રા પાસે ટ્રકે સ્કોપયો કારને ટકકર મારતાં બાળક સહિત પાંચ ઘાયલ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


મહારાટ્રના નાસિક જઇ રહેલા દેશલપર(વાં)ના પરિવારને નળ્યો અકસ્માત

ભુજ: ભુજ તાલુકાના સામત્રા ગામ પાસે ટોલ નાકા આગળ શુક્રવારે વહેલી સવારે સર્જાયેલા અકસ્માતના બનાવમાં સ્કોપયો કારથી મહારાસ્ટ્રના નાસિક જઇ રહેલા દેશલપરના પરિવારને ટ્રકના ચાલકે અડફેટે લેતાં મહિલા બાળક સહિત પાંચ વ્યક્તિઓને વતી ઓછી ઇજાઓ પહો઼ચી હતી. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. 

પ્રાપ્ત વિગતો મુજબ ભુજ તાલુકાના સામત્રા ગામ નજીક સવારે સવા ચાર વાગ્યાના અરસામાં અકસ્માતનો બનાવ બન્યો હતો. દેશલપર વાંઢાય ગામે રહેતા પટેલ પરિવારના સભ્યો સ્કોપયો કારથી નાસિક જવા નીકળ્યા હતા. ત્યારે સામત્રા ટોલ નાકા આગળ ટ્રક સાથે કારનો અકસ્માત સર્જાયો હતો. જેને કારણે કારમાં સવાર સુરેશભાઇ શાંતિભાઇ પ્રેમજીયાણી (ઉ.વ.૩૫), પ્રિયાબેન સુરેશભાઇ પ્રેમજીયાણી (ઉ.વ.૩૫), ભુપેશભાઇ પ્રદિપભાઇ પોકાર (ઉ.વ.૩૦), મિસ્વીબેન સુરેશભાઇ પ્રેમજીયાણી (ઉ.વ.૪) અને વૈદિક ગીરીશભાઇ પ્રેમજીયાણી (ઉ.વ.૨૨)ને ઇજા પહોંચતાં સારવાર માટે જી.કે.જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જે પૈકી ચાર વ્યક્તિઓને વધુ સારવાર માટે લેવા પટેલ હોસ્પિટલમાં રીફર કરાયા હતા. માનકુવા પોલીસે બનાવની નોંધ લઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે.