Gandhinagarમાં નોટીસ આપ્યાં બાદ પણ સરકારી જર્જરીત મકાનો ખાલી નથી કરાતા

ગાંધીનગરમાં સરકારી આવાસો જર્જરીત બન્યાંનોટિસ બાદ જર્જરીત મકાનો ખાલી નથી કરતા સ્થાનિકો900 જેટલા મકાનોને અપાઈ છે નોટિસ ગાંધીનગરમાં સરકારી કર્મચારીઓ માટે વર્ષો જૂના આવાસો જર્જરીત બન્યા છે,તેમ છતા સરકારી કર્મીઓ આ મકાનો ખાલી નથી કરતા,તંત્ર દ્રારા 900 મકાનોને નોટીસ આપવામાં આવી છે તેમ છતા સ્થાનિકો આંખ આળા કાન કરે છે.બીજી તરફ એવું છે કે,સરકારી કર્મચારીઓને ફળવાતા સરકારી મકાનોનું વેટિંગ લિસ્ટ લાંબુ હોવાથી જર્જરિત મકાનોમાં કર્મચારીઓ રહી રહ્યા છે. આવાસ ખાલી કરવાની જરૂર શહેરમાં ફરજ બજાવતાં હજારો સરકારી કર્મચારીઓ માટે પાટનગર યોજના વિભાગે બનાવેલાં આવાસ મેળવવા માટે પડાપડી થતી હોય તેવી સ્થિતિ છે. પરંતુ જે કર્મચારીઓ ભયજનક આવાસમાં રહે છે. તેઓ નવા આવાસમાં સ્થળાંતરીત થતાં ન હોવાને કારણે તંત્ર સામે નવો ફણગો ફૂટ્યો હોય તેમ કડક પગલાં ભરવાની ફરજ પડી છે. સેક્ટર 6 અને 29માં બનાવવામાં આવેલાં વિવિધ ટાઈપના આવાસોનું લોકાર્પણ કરીને ફાળવણી પણ કરી દેવામાં આવી છે. પહેલા પણ નોટીસ આપી પણ અમલ નથી થતો નવા આવસની ફાળવણી કર્યા બાદ કબજો મેળવતાં કર્મચારીઓને અગાઉ તંત્રે 15 દિવસની મહોલત આપી હતી. જો કે તેમાં વધારો કરતાં આગામી 20 મે સુધીની સમયમર્યાદા આપવામાં આવી છે.આ દરમિયાન પણ કર્મચારીઓ ભયજનક આવાસ ખાલી નહીં કરે અને નવા આવાસમાં સ્થળાંતરીત નહીં થાય તેવા કિસ્સામાં તંત્રે આવાસની ફાળવણી જ રદ્દ કરવાનો નિર્ણય લીધો છે. ત્યારબાદ અન્ય જરૂરીયાતમંદ વ્યક્તિને આવાસની ફાળવણી કરવામાં આવશે, આ ઉપરાંત સ્થળાંતરીત ન થતાં કર્મચારીઓએ આવાસનો લાભ પણ જતો કરવો પડશે. તાજેતરમાં જ તંત્રે 900 જેટલી નોટીસ ભયજનક આવાસના રહેવાસીઓને ફટકારીને નિયત કરેલ સમય મર્યાદામાં આવાસ ખાલી કરી દેવાં માટે પણ જાણ કરેલ છે. કયારેક તો આવાસ ખાલી કરવા પડશે ભયજનક આવાસોમાં રહેતાં કર્મચારીઓને અગ્રતા આપીને નવા આવાસોની ફાળવણી કરવાનું તંત્રે નક્કી કરેલ છે. નવા બનાવેલાં આવાસોમાં ફાળવણી પણ કરી દેવામાં આવી છે. પરંતુ પસંદગીના સેક્ટરોમાં નવું આવાસ ન મળવાને કારણે કે પછી કેટલાંક કિસ્સામાં છેલ્લા માળે આવાસ મળતાં હોવાથી કર્મચારીઓ પરિવારમાં વૃદ્ધ સભ્ય હોવાની અરજી કરીને આવાસમાં રહેવા જતાં નથી, જો કે યોજના વિભાગે બનાવેલાં આવાસોમાં લિફ્ટની સુવિધા પણ રાખવામાં આવેલી છે.    

Gandhinagarમાં નોટીસ આપ્યાં બાદ પણ સરકારી જર્જરીત મકાનો ખાલી નથી કરાતા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ગાંધીનગરમાં સરકારી આવાસો જર્જરીત બન્યાં
  • નોટિસ બાદ જર્જરીત મકાનો ખાલી નથી કરતા સ્થાનિકો
  • 900 જેટલા મકાનોને અપાઈ છે નોટિસ

ગાંધીનગરમાં સરકારી કર્મચારીઓ માટે વર્ષો જૂના આવાસો જર્જરીત બન્યા છે,તેમ છતા સરકારી કર્મીઓ આ મકાનો ખાલી નથી કરતા,તંત્ર દ્રારા 900 મકાનોને નોટીસ આપવામાં આવી છે તેમ છતા સ્થાનિકો આંખ આળા કાન કરે છે.બીજી તરફ એવું છે કે,સરકારી કર્મચારીઓને ફળવાતા સરકારી મકાનોનું વેટિંગ લિસ્ટ લાંબુ હોવાથી જર્જરિત મકાનોમાં કર્મચારીઓ રહી રહ્યા છે.

આવાસ ખાલી કરવાની જરૂર

શહેરમાં ફરજ બજાવતાં હજારો સરકારી કર્મચારીઓ માટે પાટનગર યોજના વિભાગે બનાવેલાં આવાસ મેળવવા માટે પડાપડી થતી હોય તેવી સ્થિતિ છે. પરંતુ જે કર્મચારીઓ ભયજનક આવાસમાં રહે છે. તેઓ નવા આવાસમાં સ્થળાંતરીત થતાં ન હોવાને કારણે તંત્ર સામે નવો ફણગો ફૂટ્યો હોય તેમ કડક પગલાં ભરવાની ફરજ પડી છે. સેક્ટર 6 અને 29માં બનાવવામાં આવેલાં વિવિધ ટાઈપના આવાસોનું લોકાર્પણ કરીને ફાળવણી પણ કરી દેવામાં આવી છે.


પહેલા પણ નોટીસ આપી પણ અમલ નથી થતો

નવા આવસની ફાળવણી કર્યા બાદ કબજો મેળવતાં કર્મચારીઓને અગાઉ તંત્રે 15 દિવસની મહોલત આપી હતી. જો કે તેમાં વધારો કરતાં આગામી 20 મે સુધીની સમયમર્યાદા આપવામાં આવી છે.આ દરમિયાન પણ કર્મચારીઓ ભયજનક આવાસ ખાલી નહીં કરે અને નવા આવાસમાં સ્થળાંતરીત નહીં થાય તેવા કિસ્સામાં તંત્રે આવાસની ફાળવણી જ રદ્દ કરવાનો નિર્ણય લીધો છે. ત્યારબાદ અન્ય જરૂરીયાતમંદ વ્યક્તિને આવાસની ફાળવણી કરવામાં આવશે, આ ઉપરાંત સ્થળાંતરીત ન થતાં કર્મચારીઓએ આવાસનો લાભ પણ જતો કરવો પડશે. તાજેતરમાં જ તંત્રે 900 જેટલી નોટીસ ભયજનક આવાસના રહેવાસીઓને ફટકારીને નિયત કરેલ સમય મર્યાદામાં આવાસ ખાલી કરી દેવાં માટે પણ જાણ કરેલ છે.


કયારેક તો આવાસ ખાલી કરવા પડશે

ભયજનક આવાસોમાં રહેતાં કર્મચારીઓને અગ્રતા આપીને નવા આવાસોની ફાળવણી કરવાનું તંત્રે નક્કી કરેલ છે. નવા બનાવેલાં આવાસોમાં ફાળવણી પણ કરી દેવામાં આવી છે. પરંતુ પસંદગીના સેક્ટરોમાં નવું આવાસ ન મળવાને કારણે કે પછી કેટલાંક કિસ્સામાં છેલ્લા માળે આવાસ મળતાં હોવાથી કર્મચારીઓ પરિવારમાં વૃદ્ધ સભ્ય હોવાની અરજી કરીને આવાસમાં રહેવા જતાં નથી, જો કે યોજના વિભાગે બનાવેલાં આવાસોમાં લિફ્ટની સુવિધા પણ રાખવામાં આવેલી છે.