Vadodara News: સાયબર ક્રાઇમ પોલીસે 17 યુવકોની કરી ધરપકડ

L&T કંપનીના પૂર્વ ડે.જનરલ મેનેજર સાથે 94 લાખની ઠગાઇ17 યુવાનોએ સાયબર ક્રિમીનલ્સને આપ્યા હતા બેંક એકાઉન્ટ એન્જલ એપ્લિકેશન ડાઉનલોડ કરાવી થતી હતી છેતરપિંડી છેલ્લા કેટલાંક સમયથી રાજ્ય સહિત દેશભરમાં મોટા શહેરોની સાથે સાથે નાના શહેરોમાં પણ સાયબર ક્રાઇમનો આંક સતત વધી રહ્યો છે ત્યારે, સાઉબર ક્રિમીનલ્સને ઝડપી પાડવા માટે સાયબર ક્રાઇમ પોલીસ પણ સક્રિય થઈ રહી છે. થોડા સમય પહેલા વડોદરાથી એક ચોંકાવનારો સાયબર ક્રાઇમનો કિસ્સો સામે આવ્યો હતો. જેમાં L&T કંપનીના પૂર્વ ડે.જનરલ મેનેજર સાથે 94 લાખથી વધુની ઠગાઇ કરવામાં આવી હતી. આ કેસમાં હવે વડોદરા સાયબર ક્રાઇમ દ્વારા 17 જેટલા યુવાનોની ધરપકડ કરવામાં આવી છે. આ અંગે વડોદરા સાયબર ક્રાઇમ પોલીસનું નિવેદન છે કે આ 17 યુવકોએ કમિશનની લાલચમાં સાયબર ક્રિમિનલ્સને પોતાના બેંક અકાઉન્ટ્સ ઉપયોગ કરવા માટે આપ્યા હતા. સાયબર ક્રિમીનલ્સ આ યુવકોના ખાતામાં ઠગાઈની રકમ ટ્રાન્સફર કરાવતા હતા. મહત્વનું છે કે, L&T કંપનીના પૂર્વ ડે.જનરલ મેનેજર પાસેથી સાયબર ગઠિયાઓ દ્વારા ઓનલાઈન રૂ. 94.18 લાખ રૂપિયા પડાવી લીધા હતા. ભોગ બનનાર મેનેજરને સોશિયલ મીડિયા એકાઉન્ટ પર લિંક મોકલી વધુ રિટર્ન સાથે પૈસા મળવાની લોભામણી લાલચ આપી હતી. બીજી ટીમ દ્વારા ભોગ બનનારનો સંપર્ક કર્યા બાદ મની ટ્રાન્સફર માટે એન્જલ એપ્લિકેશન ડાઉનલોડ કરાવી કહેવામાં આવ્યું હતું કે એપ્લિકેશનના વોલેટમાં પૈસા બતાવવામાં આવે છે. જોકે, વોલેટમાંથી પૈસા બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર ન થતા એકાઉન્ટ સીઝ કરવામાં આવતું હોય છે. ઠગાઈના આ સમગ્ર કેસમાં બેંકના ટ્રાન્ઝેક્શન પર સાયબર કરાયાં પોલીસની નજર હતી. હાલતો, સમગ્ર સાયબર કાંડના માસ્ટર માઈન્ડ સુધી પહોચવા આરોપી યુવકોને કોર્ટમાં રજૂ કરી સાયબર પોલીસે બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે.

Vadodara News: સાયબર ક્રાઇમ પોલીસે 17 યુવકોની કરી ધરપકડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • L&T કંપનીના પૂર્વ ડે.જનરલ મેનેજર સાથે 94 લાખની ઠગાઇ
  • 17 યુવાનોએ સાયબર ક્રિમીનલ્સને આપ્યા હતા બેંક એકાઉન્ટ
  • એન્જલ એપ્લિકેશન ડાઉનલોડ કરાવી થતી હતી છેતરપિંડી

છેલ્લા કેટલાંક સમયથી રાજ્ય સહિત દેશભરમાં મોટા શહેરોની સાથે સાથે નાના શહેરોમાં પણ સાયબર ક્રાઇમનો આંક સતત વધી રહ્યો છે ત્યારે, સાઉબર ક્રિમીનલ્સને ઝડપી પાડવા માટે સાયબર ક્રાઇમ પોલીસ પણ સક્રિય થઈ રહી છે. થોડા સમય પહેલા વડોદરાથી એક ચોંકાવનારો સાયબર ક્રાઇમનો કિસ્સો સામે આવ્યો હતો. જેમાં L&T કંપનીના પૂર્વ ડે.જનરલ મેનેજર સાથે 94 લાખથી વધુની ઠગાઇ કરવામાં આવી હતી. આ કેસમાં હવે વડોદરા સાયબર ક્રાઇમ દ્વારા 17 જેટલા યુવાનોની ધરપકડ કરવામાં આવી છે.

આ અંગે વડોદરા સાયબર ક્રાઇમ પોલીસનું નિવેદન છે કે આ 17 યુવકોએ કમિશનની લાલચમાં સાયબર ક્રિમિનલ્સને પોતાના બેંક અકાઉન્ટ્સ ઉપયોગ કરવા માટે આપ્યા હતા. સાયબર ક્રિમીનલ્સ આ યુવકોના ખાતામાં ઠગાઈની રકમ ટ્રાન્સફર કરાવતા હતા.

મહત્વનું છે કે, L&T કંપનીના પૂર્વ ડે.જનરલ મેનેજર પાસેથી સાયબર ગઠિયાઓ દ્વારા ઓનલાઈન રૂ. 94.18 લાખ રૂપિયા પડાવી લીધા હતા. ભોગ બનનાર મેનેજરને સોશિયલ મીડિયા એકાઉન્ટ પર લિંક મોકલી વધુ રિટર્ન સાથે પૈસા મળવાની લોભામણી લાલચ આપી હતી. બીજી ટીમ દ્વારા ભોગ બનનારનો સંપર્ક કર્યા બાદ મની ટ્રાન્સફર માટે એન્જલ એપ્લિકેશન ડાઉનલોડ કરાવી કહેવામાં આવ્યું હતું કે એપ્લિકેશનના વોલેટમાં પૈસા બતાવવામાં આવે છે. જોકે, વોલેટમાંથી પૈસા બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર ન થતા એકાઉન્ટ સીઝ કરવામાં આવતું હોય છે.

ઠગાઈના આ સમગ્ર કેસમાં બેંકના ટ્રાન્ઝેક્શન પર સાયબર કરાયાં પોલીસની નજર હતી. હાલતો, સમગ્ર સાયબર કાંડના માસ્ટર માઈન્ડ સુધી પહોચવા આરોપી યુવકોને કોર્ટમાં રજૂ કરી સાયબર પોલીસે બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે.