સોનાના હારની ખરીદી પેટે ચેક રિટર્ન થતા સુરેન્દ્રનગરના શખ્સને એક વર્ષની સજા

રાધિકા જ્વેલર્સમાંથી રૂપિયા 4,12,009નો હાર ખરીદી ચેક આપ્યો હતોચેકની રકમ વળતર તરીકે ફરિયાદીને ચૂકવવા આરોપીને કોર્ટનો હુકમ આ વળતર ન ચુકવે તો વધુ 6 માસની સજા પણ સંભળાવાઈ   સુરેન્દ્રનગરમાં રહેતા અને ચાની લારી ધરાવતા વ્યકતીએ રાધીકા જવેલર્સમાંથી સોનાના હારની ખરીદી કરી રૂપીયા 4,12,009નો ચેક આપ્યો હતો. આ ચેક રીટર્ન થતા સુરેન્દ્રનગર કોર્ટમાં કેસ કરાયો હતો. જે કેસ તાજેતરમાં ચાલી જતા કોર્ટે આરોપીને તકસીરવાન ઠેરવી 1 વર્ષની સજા અને ચેકની રકમ રૂપીયા 4,12,009 વળતર તરીકે ફરિયાદીને ચુકવવા હુકમ કર્યો છે.   સુરેન્દ્રનગરના ટાવર રોડ પર ઘાંચીવાડની સામે રાધીકા જવેલર્સ નામે અનીલભાઈ હરગોવિંદભાઈ પનારા સોના-ચાંદીના ઘરેણાનો વેપાર કરે છે. તેમના મીત્ર અને કલેકટર કચેરી પાછળ રહેતા તથા ચાની લારી ધરાવતા જીલાભાઈ રણછોડભાઈ સીંધવે રાધીકા જવેલર્સમાંથી તા. 14-7-2022ના રોજ રૂપીયા 4,12,009નો સોનાનો હાર લીધો હતો. જેમાં અઠવાડીયા પછી રકમ આપવાનું કહેવાયુ હતુ. અઠવાડીયા પછી અનીલભાઈએ ઉઘરાણી કરતા જીલાભાઈએ તા. રર-7-2022ના રોજ રૂપીયા 4,12,009નો ચેક આપ્યો હતો. આ ચેક અનીલભાઈએ બેંકમાં ભરતા તા. 27-7-2022ના રોજ ફંડસ અનસફીશીયન્ટના શેરા સાથે પરત ફર્યો હતો. આથી અનીલભાઈ હરગોવિંદભાઈ પનારાએ જીલાભાઈ રણછોડભાઈ સીંધવ સામે તા. 09-09-2022ના રોજ સુરેન્દ્રનગર બીજા એડીશનલ ચીફ જયુડીશીયલ મેજીસ્ટ્રેટની કોર્ટમાં કેસ કર્યો હતો. આ કેસ તાજેતરમાં ચાલી ગયો હતો. જેમાં ફરિયાદીના વકીલની દલીલો, ફરિયાદીનો મૌખીક પુરાવો અને 7 દસ્તાવેજી પુરાવાના આધારે કોર્ટે આરોપીને તકસીરવાન ઠેરવ્યો હતો. જેમાં સુરેન્દ્રનગર બીજા એડીશનલ ચીફ જયુડીશીયલ મેજીસ્ટ્રેટ બી.આઈ.તારાણીએ આરોપી જીલાભાઈ રણછોડભાઈ સીંધવને 1 વર્ષની સાદી કેદની સજા ફટકારી છે. આ ઉપરાંત ચેકની રકમ રૂપીયા 4,12,009 ફરિયાદીને વળતર તરીકે ચુકવવા જણાવ્યુ છે. જો તે આ વળતર ન ચુકવે તો વધુ 6 માસની સજા પણ સંભળાવાઈ છે.

સોનાના હારની ખરીદી પેટે ચેક રિટર્ન થતા સુરેન્દ્રનગરના શખ્સને એક વર્ષની સજા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • રાધિકા જ્વેલર્સમાંથી રૂપિયા 4,12,009નો હાર ખરીદી ચેક આપ્યો હતો
  • ચેકની રકમ વળતર તરીકે ફરિયાદીને ચૂકવવા આરોપીને કોર્ટનો હુકમ
  • આ વળતર ન ચુકવે તો વધુ 6 માસની સજા પણ સંભળાવાઈ

  સુરેન્દ્રનગરમાં રહેતા અને ચાની લારી ધરાવતા વ્યકતીએ રાધીકા જવેલર્સમાંથી સોનાના હારની ખરીદી કરી રૂપીયા 4,12,009નો ચેક આપ્યો હતો. આ ચેક રીટર્ન થતા સુરેન્દ્રનગર કોર્ટમાં કેસ કરાયો હતો. જે કેસ તાજેતરમાં ચાલી જતા કોર્ટે આરોપીને તકસીરવાન ઠેરવી 1 વર્ષની સજા અને ચેકની રકમ રૂપીયા 4,12,009 વળતર તરીકે ફરિયાદીને ચુકવવા હુકમ

કર્યો છે.

  સુરેન્દ્રનગરના ટાવર રોડ પર ઘાંચીવાડની સામે રાધીકા જવેલર્સ નામે અનીલભાઈ હરગોવિંદભાઈ પનારા સોના-ચાંદીના ઘરેણાનો વેપાર કરે છે. તેમના મીત્ર અને કલેકટર કચેરી પાછળ રહેતા તથા ચાની લારી ધરાવતા જીલાભાઈ રણછોડભાઈ સીંધવે રાધીકા જવેલર્સમાંથી તા. 14-7-2022ના રોજ રૂપીયા 4,12,009નો સોનાનો હાર લીધો હતો. જેમાં અઠવાડીયા પછી રકમ આપવાનું કહેવાયુ હતુ. અઠવાડીયા પછી અનીલભાઈએ ઉઘરાણી કરતા જીલાભાઈએ તા. રર-7-2022ના રોજ રૂપીયા 4,12,009નો ચેક આપ્યો હતો. આ ચેક અનીલભાઈએ બેંકમાં ભરતા તા. 27-7-2022ના રોજ ફંડસ અનસફીશીયન્ટના શેરા સાથે પરત ફર્યો હતો. આથી અનીલભાઈ હરગોવિંદભાઈ પનારાએ જીલાભાઈ રણછોડભાઈ સીંધવ સામે તા. 09-09-2022ના રોજ સુરેન્દ્રનગર બીજા એડીશનલ ચીફ જયુડીશીયલ મેજીસ્ટ્રેટની કોર્ટમાં કેસ કર્યો હતો. આ કેસ તાજેતરમાં ચાલી ગયો હતો. જેમાં ફરિયાદીના વકીલની દલીલો, ફરિયાદીનો મૌખીક પુરાવો અને 7 દસ્તાવેજી પુરાવાના આધારે કોર્ટે આરોપીને તકસીરવાન ઠેરવ્યો હતો. જેમાં સુરેન્દ્રનગર બીજા એડીશનલ ચીફ જયુડીશીયલ મેજીસ્ટ્રેટ બી.આઈ.તારાણીએ આરોપી જીલાભાઈ રણછોડભાઈ સીંધવને 1 વર્ષની સાદી કેદની સજા ફટકારી છે. આ ઉપરાંત ચેકની રકમ રૂપીયા 4,12,009 ફરિયાદીને વળતર તરીકે ચુકવવા જણાવ્યુ છે. જો તે આ વળતર ન ચુકવે તો વધુ 6 માસની સજા પણ સંભળાવાઈ છે.