આ રવિવારે મ્યુનિ.ના તમામ સિવિક સેન્ટરો પર પ્રોપર્ટી ટેક્સ ભરી શકાશે

ચાલુ વર્ષે ટેક્સની 2,065 કરોડ આવક, શુક્રવારની આવક 13.91 કરોડAMC ને પ્રોપર્ટી, પ્રોફેશનલ અને વ્હિકલ ટેક્સ મળી 2,065 કરોડની ટેક્સની આવક થઈ છે ગયા વર્ષે 1,760 કરોડ આવક સામે ચાલુ વર્ષે 273 કરોડ વધુ આવક AMC ને પ્રોપર્ટી, પ્રોફેશનલ અને વ્હિકલ ટેક્સ મળી 2,065 કરોડની ટેક્સની આવક થઈ છે. ગત વર્ષે 1,760 કરોડની આવક થઇ હતી. જેની સામે ચાલુ વર્ષે 273 કરોડ વધુ આવક થઈ છે. ટેક્સ વિભાગના અધિકારીઓએ 31મી માર્ચ સુધીમાં ટેક્સ રિકવરીનો આંકડો 2,100 કરોડથી વધવાનો અંદાજ મૂક્યો છે. રવિવારે જાહેર રજા હોવા છતાં મ્યુનિ.ના તમામ સિવિક સેન્ટરો પર પ્રોપર્ટી ટેક્સ સ્વીકારાશે. શુક્રવારે 13.71 કરોડની આવક થઈ છે. ગત માર્ચ-2023માં 395.79 કરોડ આવક થઈ હતી. જ્યારે ચાલુ વર્ષે 29મી માર્ચ-2024 સુધીમાં 195.19 કરોડ પર આવક પહોંચી છે. ગત વર્ષે પ્રોપર્ટી ટેક્સની 1,393.19 કરોડની સામે ચાલુ વર્ષે 1,619 કરોડ આવક મ્યુનિ.ને થઈ છે. જ્યારે પ્રોફેશનલ ટેક્સમાં 213.08 કરોડની સામે 235.43 કરોડ અને વ્હિક્લ ટેક્સમાં 186.29ની સામે 214.52 કરોડ આવક નોંધાઇ છે. આમ ગત વર્ષની કુલ 1791.88 કરોડની સામે ચાલુ વર્ષે 2064.54 કરોડ આવક થઈ છે. એટલે કે અંદાજે 15.22 ટકા વધુ આવક નોંધાઇ છેે. ઉલ્લેખનીય છેકે, મ્યુનિ.કોર્પોરેશનનું વાર્ષિક 10 હજાર કરોડનું બજેટ છે. જેમાં બે હજાર કરોડથી વધુ આવક માત્ર ટેક્સમાંથી જ થઇ છે. ચાલુ વર્ષે 42 ટકાએ ટેક્સની રકમ ઓનલાઇન ભરી અગાઉ 5 ટકા કે 10 ટકા લોકો ટેક્સની રકમ ઓનલાઇન ભરતાં હતાં. જેમાં કરોના પછી તેમાં વધારો થયો છે. ચાલુવર્ષે 42 ટકાએ ટેક્સની રકમ ઓનલાઇન ભરી છે. વધુને વધુ લોકો ઓનલાઇન ટેક્સ ભરે તે માટે મ્યુનિ.ટેક્સ વિભાગ દ્વારા આયોજન કરાઇ રહ્યું છે. રિબેટ સ્કીમ હેઠળ 286 કરોડની આવક મ્યુનિ.કોર્પોરેશન દ્વારા ટેક્સની બાકી રકમની વસૂલાત થાય તે માટે ગત 15મી ફેબ્રુઆરીથી રિબેટની સ્કીમ લાવવામાં આવી હતી, જેમાં આજ દીન સુધી અંદાજે 286 કરોડની આવક થઈ છે. જેમાં ગ્રોસ આવક 338.54 કરોડમાં 48.21 કરોડની રકમનું રિબેટ આપવામાં આવ્યું છે, જેમાં સૌથી વધુ મધ્ય ઝોનમાં 9.42 કરોડની રકમ રિબેટ આપતા 65.67 કરોડ ટેક્સની આવક થઇ હતી. હજી પણ રિબેટની સ્કીમ ચાલુ છે.

આ રવિવારે મ્યુનિ.ના તમામ સિવિક સેન્ટરો પર પ્રોપર્ટી ટેક્સ ભરી શકાશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ચાલુ વર્ષે ટેક્સની 2,065 કરોડ આવક, શુક્રવારની આવક 13.91 કરોડ
  • AMC ને પ્રોપર્ટી, પ્રોફેશનલ અને વ્હિકલ ટેક્સ મળી 2,065 કરોડની ટેક્સની આવક થઈ છે
  • ગયા વર્ષે 1,760 કરોડ આવક સામે ચાલુ વર્ષે 273 કરોડ વધુ આવક

AMC ને પ્રોપર્ટી, પ્રોફેશનલ અને વ્હિકલ ટેક્સ મળી 2,065 કરોડની ટેક્સની આવક થઈ છે. ગત વર્ષે 1,760 કરોડની આવક થઇ હતી. જેની સામે ચાલુ વર્ષે 273 કરોડ વધુ આવક થઈ છે. ટેક્સ વિભાગના અધિકારીઓએ 31મી માર્ચ સુધીમાં ટેક્સ રિકવરીનો આંકડો 2,100 કરોડથી વધવાનો અંદાજ મૂક્યો છે. રવિવારે જાહેર રજા હોવા છતાં મ્યુનિ.ના તમામ સિવિક સેન્ટરો પર પ્રોપર્ટી ટેક્સ સ્વીકારાશે. શુક્રવારે 13.71 કરોડની આવક થઈ છે.

ગત માર્ચ-2023માં 395.79 કરોડ આવક થઈ હતી. જ્યારે ચાલુ વર્ષે 29મી માર્ચ-2024 સુધીમાં 195.19 કરોડ પર આવક પહોંચી છે. ગત વર્ષે પ્રોપર્ટી ટેક્સની 1,393.19 કરોડની સામે ચાલુ વર્ષે 1,619 કરોડ આવક મ્યુનિ.ને થઈ છે. જ્યારે પ્રોફેશનલ ટેક્સમાં 213.08 કરોડની સામે 235.43 કરોડ અને વ્હિક્લ ટેક્સમાં 186.29ની સામે 214.52 કરોડ આવક નોંધાઇ છે. આમ ગત વર્ષની કુલ 1791.88 કરોડની સામે ચાલુ વર્ષે 2064.54 કરોડ આવક થઈ છે. એટલે કે અંદાજે 15.22 ટકા વધુ આવક નોંધાઇ છેે. ઉલ્લેખનીય છેકે, મ્યુનિ.કોર્પોરેશનનું વાર્ષિક 10 હજાર કરોડનું બજેટ છે. જેમાં બે હજાર કરોડથી વધુ આવક માત્ર ટેક્સમાંથી જ થઇ છે.

ચાલુ વર્ષે 42 ટકાએ ટેક્સની રકમ ઓનલાઇન ભરી

અગાઉ 5 ટકા કે 10 ટકા લોકો ટેક્સની રકમ ઓનલાઇન ભરતાં હતાં. જેમાં કરોના પછી તેમાં વધારો થયો છે. ચાલુવર્ષે 42 ટકાએ ટેક્સની રકમ ઓનલાઇન ભરી છે. વધુને વધુ લોકો ઓનલાઇન ટેક્સ ભરે તે માટે મ્યુનિ.ટેક્સ વિભાગ દ્વારા આયોજન કરાઇ રહ્યું છે.

રિબેટ સ્કીમ હેઠળ 286 કરોડની આવક

મ્યુનિ.કોર્પોરેશન દ્વારા ટેક્સની બાકી રકમની વસૂલાત થાય તે માટે ગત 15મી ફેબ્રુઆરીથી રિબેટની સ્કીમ લાવવામાં આવી હતી, જેમાં આજ દીન સુધી અંદાજે 286 કરોડની આવક થઈ છે. જેમાં ગ્રોસ આવક 338.54 કરોડમાં 48.21 કરોડની રકમનું રિબેટ આપવામાં આવ્યું છે, જેમાં સૌથી વધુ મધ્ય ઝોનમાં 9.42 કરોડની રકમ રિબેટ આપતા 65.67 કરોડ ટેક્સની આવક થઇ હતી. હજી પણ રિબેટની સ્કીમ ચાલુ છે.