Jamnagar News : કેરેબિયન દેશ ત્રિનિદાદના PM આજે જામનગર આવશે

ત્રિનિદાદના PM જામનગર નજીક આવેલ રિલાયન્સ રિફાયનરીના  મહેમાન બનશે વડાપ્રધાન કેઇથ રાઉલૈ રિલાયન્સ કંપની પાસે આવેલ વનતારા ઝૂની મુલાકાત લેશે આખો દિવસ રોકાણ કર્યા બાદ તેઓ સાંજે જામનગર એરપોર્ટથી દિલ્હી જવા રવાના થશે કેરેબિયન દેશ ત્રિનિદાદના વડાપ્રધાન આજે જામનગર જિલ્લામાં આવેલ રિલાયન્સ કંપની પાસે આવેલ વનતારા ઝૂ ની મુલાકાતે આવી રહ્યાં છે. પ્રાપ્ત માહિતી અનુસાર ત્રિનિદાદના વડાપ્રધાન કેઇથ રાઉલૈ આજે જામનગર એરપોર્ટ ખાતે ખાસ વિમાન મારફત આવી પહોંચશે. સવારે 11 વાગ્યા આસપાસ તેઓ જામનગર આવી પહોંચશે બાદ સીધા જ રિલાયન્સ જવા રવાના થઇ જશે. પ્રાણી સંગ્રહાલયની લેશે મુલાકાત રિલાયન્સના યુવા ડાયરેક્ટર અનંત અંબાણીના માર્ગદર્શન હેઠળ નિર્માણ પામી રહેલાં પ્રાણી સંગ્રહાલય (ઝૂ) વનતારાની મુલાકાતનો એક માત્ર કાર્યક્રમ છે,આખો દિવસ રોકાણ કર્યા બાદ તેઓ સાંજે જ જામનગર એરપોર્ટથી વિમાન મારફત નવી દિલ્હી (સંભવત) જવા રવાના થઇ જશે. ચૂંટણી આચાર સંહિતાને લીધે કોઇ રાજકીય મહાનુભાવ તેમના સ્વાગતમાં જોડાય નહીં તેવી ધારણા છે.ત્રિનિદાદ દેશ દક્ષિણ અમેરિકામાં આવેલ છે. વેનેઝુએલા દેશનો આ પડોશી દેશ એક કેરેબિયન રાષ્ટ્ર તરીકે ઓળખાય છે. તેની રાજધાની પોર્ટ ઓફ સ્પેને છે. સાડા ત્રણ હજાર કિલોમીટર દૂર પહોંચી રેસ્કયૂ તાજેતરમાંજ વનતારાની ટીમે સાડા ત્રણ હજાર કિલોમીટર દુર ત્રિપુરા પહોંચી એક હાથણી અને તેના બચ્ચાને નવજીવન આપ્યું. એક સાહસિક રેસ્ક્યૂમાં અનંત અંબાણીના વનતારાની ટીમે ત્રિપુરામાં હાથણી અને તેના બચ્ચાને બચાવવા જવા માટે છ વાહનોનો કાફલો કામે લગાવી દીધો હતો. જેમાં એમ્બ્યુલ્સ, ફીડ વ્હિકલ, અને 22 સ્ટાફ મેમ્બર્સની એક ડેડિકેટડે ટીમ સામેલ હતી. તેમની સમર્પિત તબીબી ટીમે પ્રતિમા નામની આ હાથણીને ખૂબ જ જરૂરી સંભાળ પૂરી પાડવા માટે જામનગરથી ત્રિપુરા સુધીની 3500 કિલોમીટરની લાંબી મુસાફરી માત્ર 24 કલાકમાં કરી હતી. શું છે વનતારા ગુજરાતના જામનગરના શાંત વિસ્તારમાં વસેલું અનંત અંબાણીનું વનતારા એક અનોખા મિશનને મૂર્તિમંત કરે છે.. તે તકલીફમાં રહેલા પ્રાણીઓની કરુણાપૂર્ણ સંભાળ રાખે છે, અને તેમને અત્યાધુનિક ચિકિત્સા પુરી પાડે છે. પુનર્વસન માટે સમગ્ર દ્રષ્ટિકોણ સાથે તે નિવાસી પ્રાણીઓને એક પ્રાકૃતિક અને પોષણયુક્ત વાતાવરણ પ્રદાન કરે છે. તેમની શારીરિક અને ભાવનાત્મક સુખાકારીને પ્રોત્સાહન આપે છે.

Jamnagar News : કેરેબિયન દેશ ત્રિનિદાદના PM આજે જામનગર આવશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ત્રિનિદાદના PM જામનગર નજીક આવેલ રિલાયન્સ રિફાયનરીના  મહેમાન બનશે
  • વડાપ્રધાન કેઇથ રાઉલૈ રિલાયન્સ કંપની પાસે આવેલ વનતારા ઝૂની મુલાકાત લેશે
  • આખો દિવસ રોકાણ કર્યા બાદ તેઓ સાંજે જામનગર એરપોર્ટથી દિલ્હી જવા રવાના થશે

કેરેબિયન દેશ ત્રિનિદાદના વડાપ્રધાન આજે જામનગર જિલ્લામાં આવેલ રિલાયન્સ કંપની પાસે આવેલ વનતારા ઝૂ ની મુલાકાતે આવી રહ્યાં છે. પ્રાપ્ત માહિતી અનુસાર ત્રિનિદાદના વડાપ્રધાન કેઇથ રાઉલૈ આજે જામનગર એરપોર્ટ ખાતે ખાસ વિમાન મારફત આવી પહોંચશે. સવારે 11 વાગ્યા આસપાસ તેઓ જામનગર આવી પહોંચશે બાદ સીધા જ રિલાયન્સ જવા રવાના થઇ જશે.

પ્રાણી સંગ્રહાલયની લેશે મુલાકાત

રિલાયન્સના યુવા ડાયરેક્ટર અનંત અંબાણીના માર્ગદર્શન હેઠળ નિર્માણ પામી રહેલાં પ્રાણી સંગ્રહાલય (ઝૂ) વનતારાની મુલાકાતનો એક માત્ર કાર્યક્રમ છે,આખો દિવસ રોકાણ કર્યા બાદ તેઓ સાંજે જ જામનગર એરપોર્ટથી વિમાન મારફત નવી દિલ્હી (સંભવત) જવા રવાના થઇ જશે. ચૂંટણી આચાર સંહિતાને લીધે કોઇ રાજકીય મહાનુભાવ તેમના સ્વાગતમાં જોડાય નહીં તેવી ધારણા છે.ત્રિનિદાદ દેશ દક્ષિણ અમેરિકામાં આવેલ છે. વેનેઝુએલા દેશનો આ પડોશી દેશ એક કેરેબિયન રાષ્ટ્ર તરીકે ઓળખાય છે. તેની રાજધાની પોર્ટ ઓફ સ્પેને છે.

સાડા ત્રણ હજાર કિલોમીટર દૂર પહોંચી રેસ્કયૂ

તાજેતરમાંજ વનતારાની ટીમે સાડા ત્રણ હજાર કિલોમીટર દુર ત્રિપુરા પહોંચી એક હાથણી અને તેના બચ્ચાને નવજીવન આપ્યું. એક સાહસિક રેસ્ક્યૂમાં અનંત અંબાણીના વનતારાની ટીમે ત્રિપુરામાં હાથણી અને તેના બચ્ચાને બચાવવા જવા માટે છ વાહનોનો કાફલો કામે લગાવી દીધો હતો. જેમાં એમ્બ્યુલ્સ, ફીડ વ્હિકલ, અને 22 સ્ટાફ મેમ્બર્સની એક ડેડિકેટડે ટીમ સામેલ હતી. તેમની સમર્પિત તબીબી ટીમે પ્રતિમા નામની આ હાથણીને ખૂબ જ જરૂરી સંભાળ પૂરી પાડવા માટે જામનગરથી ત્રિપુરા સુધીની 3500 કિલોમીટરની લાંબી મુસાફરી માત્ર 24 કલાકમાં કરી હતી.

શું છે વનતારા 

ગુજરાતના જામનગરના શાંત વિસ્તારમાં વસેલું અનંત અંબાણીનું વનતારા એક અનોખા મિશનને મૂર્તિમંત કરે છે.. તે તકલીફમાં રહેલા પ્રાણીઓની કરુણાપૂર્ણ સંભાળ રાખે છે, અને તેમને અત્યાધુનિક ચિકિત્સા પુરી પાડે છે. પુનર્વસન માટે સમગ્ર દ્રષ્ટિકોણ સાથે તે નિવાસી પ્રાણીઓને એક પ્રાકૃતિક અને પોષણયુક્ત વાતાવરણ પ્રદાન કરે છે. તેમની શારીરિક અને ભાવનાત્મક સુખાકારીને પ્રોત્સાહન આપે છે.