ગુજરાતમાં દારૂબંધીની વાત માત્ર કાગળ પર, ખુદ ભાજપ નેતાએ જ દારૂ સાથે બે યુવકોને ઝડપ્યા

Liquor In Gujarat: ગુજરાતમાં દારૂબંધીની વાત માત્ર કાગળ પર છે. અને રાજ્ય સરકાર દારૂબંધીને લઈને મોટા-મોટા દાવા કરી રહી છે. ત્યારે ભાજપ નેતાએ જ દેશી દારૂ સાથે બે યુવકોને ઝડપી પાડીને દારૂબંધીને લઈને સવાલો ઉઠાવ્યા છે. આ અંગેનો વીડિયો સાથે એક મેસેજ પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે. જેના પગલે ખળભળાટ મચી ગયો છે.વિપુલ દુધાતે દેશી દારૂ સાથે બે યુવકોની પકડ્યાગુજરાતમાં દારૂનો જથ્થો, દારૂની મહેફિલો પર દરોડાથી લઈને અનેક કિસ્સાઓ રોજબરોજ પ્રકાશિત થતા હોય છે. ત્યારે હવે અમરેલીમાં ભાજપ યુવા નેતા વિપુલ દુધાતે લીલીયામાં દેશી દારૂ સાથે બે યુવકોને પકડી પાડ્યા હતા. વિપુલ દુધાતે પોતાના સોશિયલ મીડિયામાં એક વીડિયો શેર કર્યો છે. જેમાં કાર દ્વારા બે યુવકોનો પીછો કરે છે. અને ત્યારબાદ દેશી દારૂની પોટલીએ સાથે બંને યુવકોને ઝડપી પાડે છે. આ ઉપરાંત વિપુલ દુધાતે લીલીયા તાલુકામાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ થતું હોવાનો મેસેજ પણ જાહેર કર્યો છે.સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો આ મેસેજમોટા લીલીયા ગામે છાશની જેમ દારૂનું વેચાણ થઈ રહ્યું છે જે બાબતે વારંવાર લોક ફરિયાદ આવતી હોય જેથી નાવલી નદીની પાછળની શેરીમાં તા.03/07/2024 ના રોજ અંદાજે 6:55 PM વાગ્યે રુબરુ સ્થળ પર જઈ મુલાકાત કરી લીલીયા PSI એસ.આર. ગોહિલને જાણ કરતા સ્થળ પર ગૌતમભાઈ ખુમાણ તથા અન્ય એક સ્ટાફ આવેલ અને સ્થળ પરથી હુ મારા ગામ ક્રાંકચ જવા નીકળી ગયેલ પણ હું મારા ગામ ક્રાંકચ જતા હોઈએ ત્યાં તે દારૂ વેચાણ કરનાર ગાડી વાળા બને લોકો અમારી આગળ હતા એટલે હું નવાઈ પામી ગયેલ અને ફરીથી અંદાજે 7:15 PM વાગ્યે લીલીયા PSI એસ.આર. ગોહિલને ફોન કરેલ પણ જોઈ લઈએ છે પુછી લઈએ છીએ તેવા રૂટિન જવાબ મળેલ પણ વિચારવાનું રહ્યું કે બે બે પોલીસ સ્ટાફ હાજર હોય ગાડીની ચાવી પણ ગૌતમભાઈ ખુમાણ પાસે હતી તો પણ કઈ રીતે તે લોકો નાના લીલીયા ચોકડી પર પહોંચ્યા શું પોલીસ સ્ટેશન નહિ લઈ જતા તેને જવા દેવામાં આવ્યા કે ભાગી ગયા? જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી હિમકર સાહેબશ્રી લીલીયાના  જવાબદાર સ્ટાફ પર નિયમોનુસાર શું કરવા કરશે તે જોઈએ.વિપુલ દુધાત જિલ્લા પંચાયતના સદસ્ય છેભાજપ નેતાએ બે યુવકોને ઝડપી લીધા બાદ મોડી રાત્રે પોલીસ પણ એક્શનમાં આવી હતી. અને બે ઈસમોને 19 લીટર દેશી દારૂ સાથે ઝડપી લીધા હતા. પોલીસે કુલ રૂપિયા 30380ના મુદામાલ કબ્જે કર્યો હતો. નોંધનીય છે કે રાજ્યમાં અનેક જગ્યાએ ખુલ્લેઆમ દારુનું વેચાણ થાય છે ત્યારે પોલીસની કામગીરી પર પણ સવાલો ઉભા થાય છે. વિપુલ દુધાત જિલ્લા પંચાયતના સદસ્ય છે તેમજ તેમના નાના ભાઈ હરેશ દુધાત એસપી છે. વિપુલ દુધાતના વીડિયોને લઈને ભાજપમાં પણ ખળભળાટ મચી ગયો હતો. 

ગુજરાતમાં દારૂબંધીની વાત માત્ર કાગળ પર, ખુદ ભાજપ નેતાએ જ દારૂ સાથે બે યુવકોને ઝડપ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Vipul Dudhat Raises Serious Questions Against Gujarat's Prohibition

Liquor In Gujarat: ગુજરાતમાં દારૂબંધીની વાત માત્ર કાગળ પર છે. અને રાજ્ય સરકાર દારૂબંધીને લઈને મોટા-મોટા દાવા કરી રહી છે. ત્યારે ભાજપ નેતાએ જ દેશી દારૂ સાથે બે યુવકોને ઝડપી પાડીને દારૂબંધીને લઈને સવાલો ઉઠાવ્યા છે. આ અંગેનો વીડિયો સાથે એક મેસેજ પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે. જેના પગલે ખળભળાટ મચી ગયો છે.

વિપુલ દુધાતે દેશી દારૂ સાથે બે યુવકોની પકડ્યા

ગુજરાતમાં દારૂનો જથ્થો, દારૂની મહેફિલો પર દરોડાથી લઈને અનેક કિસ્સાઓ રોજબરોજ પ્રકાશિત થતા હોય છે. ત્યારે હવે અમરેલીમાં ભાજપ યુવા નેતા વિપુલ દુધાતે લીલીયામાં દેશી દારૂ સાથે બે યુવકોને પકડી પાડ્યા હતા. વિપુલ દુધાતે પોતાના સોશિયલ મીડિયામાં એક વીડિયો શેર કર્યો છે. જેમાં કાર દ્વારા બે યુવકોનો પીછો કરે છે. અને ત્યારબાદ દેશી દારૂની પોટલીએ સાથે બંને યુવકોને ઝડપી પાડે છે. આ ઉપરાંત વિપુલ દુધાતે લીલીયા તાલુકામાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ થતું હોવાનો મેસેજ પણ જાહેર કર્યો છે.

સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો આ મેસેજ

મોટા લીલીયા ગામે છાશની જેમ દારૂનું વેચાણ થઈ રહ્યું છે જે બાબતે વારંવાર લોક ફરિયાદ આવતી હોય જેથી નાવલી નદીની પાછળની શેરીમાં તા.03/07/2024 ના રોજ અંદાજે 6:55 PM વાગ્યે રુબરુ સ્થળ પર જઈ મુલાકાત કરી લીલીયા PSI એસ.આર. ગોહિલને જાણ કરતા સ્થળ પર ગૌતમભાઈ ખુમાણ તથા અન્ય એક સ્ટાફ આવેલ અને સ્થળ પરથી હુ મારા ગામ ક્રાંકચ જવા નીકળી ગયેલ પણ હું મારા ગામ ક્રાંકચ જતા હોઈએ ત્યાં તે દારૂ વેચાણ કરનાર ગાડી વાળા બને લોકો અમારી આગળ હતા એટલે હું નવાઈ પામી ગયેલ અને ફરીથી અંદાજે 7:15 PM વાગ્યે લીલીયા PSI એસ.આર. ગોહિલને ફોન કરેલ પણ જોઈ લઈએ છે પુછી લઈએ છીએ તેવા રૂટિન જવાબ મળેલ પણ વિચારવાનું રહ્યું કે બે બે પોલીસ સ્ટાફ હાજર હોય ગાડીની ચાવી પણ ગૌતમભાઈ ખુમાણ પાસે હતી તો પણ કઈ રીતે તે લોકો નાના લીલીયા ચોકડી પર પહોંચ્યા શું પોલીસ સ્ટેશન નહિ લઈ જતા તેને જવા દેવામાં આવ્યા કે ભાગી ગયા? જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી હિમકર સાહેબશ્રી લીલીયાના  જવાબદાર સ્ટાફ પર નિયમોનુસાર શું કરવા કરશે તે જોઈએ.

વિપુલ દુધાત જિલ્લા પંચાયતના સદસ્ય છે

ભાજપ નેતાએ બે યુવકોને ઝડપી લીધા બાદ મોડી રાત્રે પોલીસ પણ એક્શનમાં આવી હતી. અને બે ઈસમોને 19 લીટર દેશી દારૂ સાથે ઝડપી લીધા હતા. પોલીસે કુલ રૂપિયા 30380ના મુદામાલ કબ્જે કર્યો હતો. નોંધનીય છે કે રાજ્યમાં અનેક જગ્યાએ ખુલ્લેઆમ દારુનું વેચાણ થાય છે ત્યારે પોલીસની કામગીરી પર પણ સવાલો ઉભા થાય છે. વિપુલ દુધાત જિલ્લા પંચાયતના સદસ્ય છે તેમજ તેમના નાના ભાઈ હરેશ દુધાત એસપી છે. વિપુલ દુધાતના વીડિયોને લઈને ભાજપમાં પણ ખળભળાટ મચી ગયો હતો.