કોડીનારના છારા બંદરના દરિયાકાંઠેથી રૂ. 6 કરોડનું બિનવારસુ ચરસ મળ્યું

દરિયાકાંઠે પોટલામાંથી ચરસનાં 10 પેકેટ મળ્યાં : દરિયામાંથી તરતું પોટલું કાંઠે ચડી આવતાં માછીમારોના નાનાં બાળકોએ તેમના વાલીઓનું ધ્યાન દોરતા પોલીસને જાણ કરાઇ કોડીનાર : ગુજરાતના દરિયા કિનારેથી ડ્રગ્સ અને ચરસ મળવાનો સિલસિલો અવિરત ચાલુ છે. છેલ્લા બે મહિનાથી પહેલા કચ્છ પછી દ્વારકાને હવે ગીર સોમનાથમાં સતત ચરસના પેકેટો દરિયાકાંઠેથી બિનવારસુ હાલતમાં મળે છે. ગઈ કાલે રાત્રિના કોડીનાર તાલુકાના છારા બંદરના દરિયાકાંઠેથી બિનવારસી ચરસના 6.50 કરોડની કિંમતના 10 જેટલા પેકેટ મળી આવતા એસ.ઓ.જી પોલીસે આ પેકેટો કબજે કરીને સઘન તપાસ હાથ ધરી છે. કોડીનાર તાલુકાના છારા બંદરે ગઈકાલે સાંજના સમયે એક મોટા પેકેટમાં દરિયામાંથી તરતું આ પોટલું કાંઠે ચડી આવ્યુ હતું.દરિયાકાંઠે રહેતા માછીમારોના નાના બાળકોના ધ્યાને આવતા તેઓએ તેમના વાલીઓને વાત કરી હતી. અને તેમના વાલીઓને જાણ કરી હતી.  આ સમગ્ર ઘટનાની જાણ થતા  એસઓજી  એ.એસ.આઇ ઇબ્રાહિમ બનવા સહિતનો સ્ટોફ સ્થળ પર પહોંચી તપાસ  કરી પોટલામાંથી મળેલા 10 પેકેટની ચકાસણી કરતા પ્રથમ દૃષ્ટિએ આ શંકાસ્પદ ચરસનો જથ્થો માલૂમ પડતાં એસ. ઓ જી પી.આઇ ગઢવી ને જાણ કરતા તેઓ રાત્રિના છારાના દરિયા કાંઠે દોડી આવી આ શંકાસ્પદ ચરસના જથ્થાનો કબ્જો લઈ જાણવા જોગ ફરિયાદ દાખલ કરી હતી.આ તમામ પેકેટ તેની ખરાઈ કરવા માટે એફ.એસ.એલ.ને જાણ કરવામાં આવી હતી. બાદ એફ.એસ.એલ.ના રિપોર્ટ મુજબ આ 12 કિલો 10 ગ્રામ ચરસ કે જેની આંતરરાષ્ટ્રીય કિંમત 6 કરોડ 50,000 થાય છે.અને આ ચરસ અફઘાની ચરસ હોવાનું જણાવ્યું હતું. જેના આધારે એસ.ઓ.જી પોલીસ દ્વારા આ બિનવારસી મળેલા ચરસ માં અજાણ્યા ઈસમો વિરૂદ્ધ ગુનો નોંધી  આ ચરસનો જથ્થો ક્યાંથી આવ્યો? કેમ આવ્યો? કોના દ્વારા  દરિયામાં ફેંકવામાં આવ્યો? તે તમામ મુદ્દે  તપાસ હાથ ધરી છે.

કોડીનારના છારા બંદરના દરિયાકાંઠેથી રૂ. 6 કરોડનું બિનવારસુ ચરસ મળ્યું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


દરિયાકાંઠે પોટલામાંથી ચરસનાં 10 પેકેટ મળ્યાં : દરિયામાંથી તરતું પોટલું કાંઠે ચડી આવતાં માછીમારોના નાનાં બાળકોએ તેમના વાલીઓનું ધ્યાન દોરતા પોલીસને જાણ કરાઇ 

કોડીનાર : ગુજરાતના દરિયા કિનારેથી ડ્રગ્સ અને ચરસ મળવાનો સિલસિલો અવિરત ચાલુ છે. છેલ્લા બે મહિનાથી પહેલા કચ્છ પછી દ્વારકાને હવે ગીર સોમનાથમાં સતત ચરસના પેકેટો દરિયાકાંઠેથી બિનવારસુ હાલતમાં મળે છે. ગઈ કાલે રાત્રિના કોડીનાર તાલુકાના છારા બંદરના દરિયાકાંઠેથી બિનવારસી ચરસના 6.50 કરોડની કિંમતના 10 જેટલા પેકેટ મળી આવતા એસ.ઓ.જી પોલીસે આ પેકેટો કબજે કરીને સઘન તપાસ હાથ ધરી છે.

 કોડીનાર તાલુકાના છારા બંદરે ગઈકાલે સાંજના સમયે એક મોટા પેકેટમાં દરિયામાંથી તરતું આ પોટલું કાંઠે ચડી આવ્યુ હતું.દરિયાકાંઠે રહેતા માછીમારોના નાના બાળકોના ધ્યાને આવતા તેઓએ તેમના વાલીઓને વાત કરી હતી. અને તેમના વાલીઓને જાણ કરી હતી.  આ સમગ્ર ઘટનાની જાણ થતા  એસઓજી  એ.એસ.આઇ ઇબ્રાહિમ બનવા સહિતનો સ્ટોફ સ્થળ પર પહોંચી તપાસ  કરી પોટલામાંથી મળેલા 10 પેકેટની ચકાસણી કરતા પ્રથમ દૃષ્ટિએ આ શંકાસ્પદ ચરસનો જથ્થો માલૂમ પડતાં એસ. ઓ જી પી.આઇ ગઢવી ને જાણ કરતા તેઓ રાત્રિના છારાના દરિયા કાંઠે દોડી આવી આ શંકાસ્પદ ચરસના જથ્થાનો કબ્જો લઈ જાણવા જોગ ફરિયાદ દાખલ કરી હતી.

આ તમામ પેકેટ તેની ખરાઈ કરવા માટે એફ.એસ.એલ.ને જાણ કરવામાં આવી હતી. બાદ એફ.એસ.એલ.ના રિપોર્ટ મુજબ આ 12 કિલો 10 ગ્રામ ચરસ કે જેની આંતરરાષ્ટ્રીય કિંમત 6 કરોડ 50,000 થાય છે.અને આ ચરસ અફઘાની ચરસ હોવાનું જણાવ્યું હતું. જેના આધારે એસ.ઓ.જી પોલીસ દ્વારા આ બિનવારસી મળેલા ચરસ માં અજાણ્યા ઈસમો વિરૂદ્ધ ગુનો નોંધી  આ ચરસનો જથ્થો ક્યાંથી આવ્યો? કેમ આવ્યો? કોના દ્વારા  દરિયામાં ફેંકવામાં આવ્યો? તે તમામ મુદ્દે  તપાસ હાથ ધરી છે.