જામનગર નજીક કારની ઠોકરે ટ્રેકટર પલ્ટી જતાં ચાલકને ગંભીર ઇજા
Jamnagar Accident : જામનગર–રાજકોટ હાઈવે પર રામપર ગામના પાટિયા પાસે કારની ઠોકરે ટ્રેકટર પલ્ટી જતાં ચાલકને ગંભીર ઈજા પહોંચી હતી. આ બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો અને ઈજાગ્રસ્ત ટ્રેકટરચાલક પ્રૌઢની ફરિયાદ પરથી કારચાલક વિરૂધ્ધ પોલીસે ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી આરંભી હતી.જામનગરના મોટી બાણુગાર ગામે રહેતા સૂર્યકાંતભાઈ માધવજીભાઈ કાનાણી (ઉ.વ.54) રામપર ગામના પાટિયા તરફ પોતાનું જીજે10 કે 9658 નંબરનું ટ્રેકટર ચલાવી વાડીએ જતા હોય, દરમ્યાન જીજે૩૬ એએલ 4233 નંબરના કારચાલકે ટ્રેકટર પાછળ જોરદાર ઠોકર મારતા પલ્ટી મારી ગયું હતું. જેમાં સૂર્યકાંતભાઈ કાનાણીને હાથ, પગ, માથા અને છાતીના ભાગે ગંભીર ઈજા પહોંચતા તાકિદે 108 એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડાયા હતા. બાદ તેઓની ફરિયાદ પરથી કારચાલક સામે પંચ એ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Jamnagar Accident : જામનગર–રાજકોટ હાઈવે પર રામપર ગામના પાટિયા પાસે કારની ઠોકરે ટ્રેકટર પલ્ટી જતાં ચાલકને ગંભીર ઈજા પહોંચી હતી.
આ બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો અને ઈજાગ્રસ્ત ટ્રેકટરચાલક પ્રૌઢની ફરિયાદ પરથી કારચાલક વિરૂધ્ધ પોલીસે ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી આરંભી હતી.
જામનગરના મોટી બાણુગાર ગામે રહેતા સૂર્યકાંતભાઈ માધવજીભાઈ કાનાણી (ઉ.વ.54) રામપર ગામના પાટિયા તરફ પોતાનું જીજે10 કે 9658 નંબરનું ટ્રેકટર ચલાવી વાડીએ જતા હોય, દરમ્યાન જીજે૩૬ એએલ 4233 નંબરના કારચાલકે ટ્રેકટર પાછળ જોરદાર ઠોકર મારતા પલ્ટી મારી ગયું હતું. જેમાં સૂર્યકાંતભાઈ કાનાણીને હાથ, પગ, માથા અને છાતીના ભાગે ગંભીર ઈજા પહોંચતા તાકિદે 108 એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડાયા હતા. બાદ તેઓની ફરિયાદ પરથી કારચાલક સામે પંચ એ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.