રાજ્યવ્યાપી બોગસ ઇનપુટ ટેક્સ ક્રેડિટ કૌભાંડ, ધ્રુવી એન્ટરપ્રાઈસની નોંધણી બાદ બીજા 13 રજિસ્ટ્રેશન મેળવી કરોડોની હેરાફેરી
Bogus input Tax Credit Scam : બોગસ ઇનપુર ટેક્સ ક્રેડિટ લેવાના રાજ્યવ્યાપી કૌભાંડમાં ચાર આરોપીઓની ધરપકડ થઈ છે અને અન્ય લોકોની પૂછપરછ ચાલુ છે. અત્યાર સુધી મળેલી વિગતો અનુસાર હરેશ મકવાણાની ધ્રુવી એન્ટરપ્રાઇસ મુખ્ય પેઢી છે, જેના દ્વારા આ કરોડોની ટેક્સચોરીનું કૌભાંડ હાથ ધરવામાં આવ્યું હતું. એક જ પાન કાર્ડ, મોબાઈલ નંબર અને સરનામાના આધારે બીજી પેઢીઓની નોંધણી કરી હોવાનું, આ પેઢીઓ વચ્ચે ખરીદ-વેચાણ માત્ર ચોપડે જ દર્શાવી ટેક્સ ચોરી થઈ હોવાનું અત્યારે જાણવા મળી રહ્યું છે. આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મળ્યા છે અને નાણાંકીય લેવડ-દેવડ અંગે ફોરેન્સિક તપાસ થશે, તેના આધારે વધારે વિગતો ખૂલે એવી શક્યતા છે.બીજીતરફ આ અનુસંધાનમાં આર્યન પ્રર્મોટર તરીકે નામ ખૂલ્યા બાદ ધારાસભ્ય ભગા બારડના પુત્ર અજય બારડને માત્ર પૂછતાછ કરીને હાલમાં તેને છોડી મુકવામાં આવ્યો છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Bogus input Tax Credit Scam : બોગસ ઇનપુર ટેક્સ ક્રેડિટ લેવાના રાજ્યવ્યાપી કૌભાંડમાં ચાર આરોપીઓની ધરપકડ થઈ છે અને અન્ય લોકોની પૂછપરછ ચાલુ છે. અત્યાર સુધી મળેલી વિગતો અનુસાર હરેશ મકવાણાની ધ્રુવી એન્ટરપ્રાઇસ મુખ્ય પેઢી છે, જેના દ્વારા આ કરોડોની ટેક્સચોરીનું કૌભાંડ હાથ ધરવામાં આવ્યું હતું. એક જ પાન કાર્ડ, મોબાઈલ નંબર અને સરનામાના આધારે બીજી પેઢીઓની નોંધણી કરી હોવાનું, આ પેઢીઓ વચ્ચે ખરીદ-વેચાણ માત્ર ચોપડે જ દર્શાવી ટેક્સ ચોરી થઈ હોવાનું અત્યારે જાણવા મળી રહ્યું છે. આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મળ્યા છે અને નાણાંકીય લેવડ-દેવડ અંગે ફોરેન્સિક તપાસ થશે, તેના આધારે વધારે વિગતો ખૂલે એવી શક્યતા છે.
બીજીતરફ આ અનુસંધાનમાં આર્યન પ્રર્મોટર તરીકે નામ ખૂલ્યા બાદ ધારાસભ્ય ભગા બારડના પુત્ર અજય બારડને માત્ર પૂછતાછ કરીને હાલમાં તેને છોડી મુકવામાં આવ્યો છે.