Talaodમાં રખડતી ગાયે બે વૃદ્ધ મહિલાઓને અડફેટે લેતા ઈજા
તલોદ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી રખડતી ગાયોનો ત્રાસ વધી ગયો છે.સ્થાનિક નગરપાલિકા તંત્ર દ્વારા આ રખડતા પશુઓ માટે કોઈ નકકર કાર્યવાહી નહી કરતા ક્યારેક આ પશુઓ શહેરીજનોને અડફેટમાં લઈ જે તે વિસ્તારને બાનમાં લેતા હોય છે.ત્યારે શહેરની બગીચા વિસ્તારમાં આવેલ રાધે બંગ્લોઝ સોસાયટીના પ્રવેશદ્રારે ઉભેલ બે વૃદ્ધ મહિલાઓ રાજીબેન છગનભાઈ પટેલ (ઉ.71) તથા દિવાબેન અંબાલાલ પટેલ (ઉ.વર્ષ 76 )ને તોફાને ચડેલી ગાયે એક પછી એક વૃદ્ધ મહિલાઓને અડફેટમાં લઈ શિંગડે ભરાવી પછાડતા રાજીબેન પટેલને ગંભીર ઈજા પહોચતા શહેરી પ્રાઈવેટ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. જ્યારે દિવાબેનને પણ હાથના ભાગે ફેક્ચર થયું હોવાનું જાણવા મળેલ છે. સ્થાનિક ન.પા.તંત્ર દ્વારા આ રખડતા પશુઓને પકડી નકકર કાર્યવાહી કરવામાં આવે રેઢા મુકી દેતા કેટલાક પશુ માલિકો સામે પણ દંડનીય કાર્યવાહી કરવા શહેરીજનોની માંગ ઉઠી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
તલોદ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી રખડતી ગાયોનો ત્રાસ વધી ગયો છે.સ્થાનિક નગરપાલિકા તંત્ર દ્વારા આ રખડતા પશુઓ માટે કોઈ નકકર કાર્યવાહી નહી કરતા ક્યારેક આ પશુઓ શહેરીજનોને અડફેટમાં લઈ જે તે વિસ્તારને બાનમાં લેતા હોય છે.
ત્યારે શહેરની બગીચા વિસ્તારમાં આવેલ રાધે બંગ્લોઝ સોસાયટીના પ્રવેશદ્રારે ઉભેલ બે વૃદ્ધ મહિલાઓ રાજીબેન છગનભાઈ પટેલ (ઉ.71) તથા દિવાબેન અંબાલાલ પટેલ (ઉ.વર્ષ 76 )ને તોફાને ચડેલી ગાયે એક પછી એક વૃદ્ધ મહિલાઓને અડફેટમાં લઈ શિંગડે ભરાવી પછાડતા રાજીબેન પટેલને ગંભીર ઈજા પહોચતા શહેરી પ્રાઈવેટ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. જ્યારે દિવાબેનને પણ હાથના ભાગે ફેક્ચર થયું હોવાનું જાણવા મળેલ છે. સ્થાનિક ન.પા.તંત્ર દ્વારા આ રખડતા પશુઓને પકડી નકકર કાર્યવાહી કરવામાં આવે રેઢા મુકી દેતા કેટલાક પશુ માલિકો સામે પણ દંડનીય કાર્યવાહી કરવા શહેરીજનોની માંગ ઉઠી છે.