Bhavnagar: મહુવાના ઉંચા કોટડામાં ગણપતિ વિસર્જન સમયે ટ્રેક્ટર દરિયામાં તણાયું

મહુવાના ઉંચા કોટડા ગામે ગણપતિ વિસર્જન માટે આવેલું ટ્રેક્ટર દરિયામાં ગરકાવ થયું. ચૌદસ અને પૂનમનો સંયોગ હોય દરિયામાં ભરતી મોટા પાયે રહેતી હોય છે. ત્યારે આજે ગણેશ વિસર્જન હોય ઘણા લોકોએ પોતાના વિસ્તારમાં સ્થાપના કરેલ ગણપતિજી સમુદ્રમાં વિસર્જન કરવા માટે આવતા હોય છે. અખેગઢ ગામના એક મંડળ દ્વારા ટ્રેક્ટરમાં ગણપતિ બેસાડી દરિયાની વચ્ચે લઈ જવામાં આવ્યું હતું. ત્યાર બાદ દરિયામાં પાણીની ભરતી આવતાં ટ્રેક્ટર દરિયાઈ પાણીમાં ગરકાવ થઈ ગયું હતું. જો કે સદનસીબે મોટી જાનહાનિ થઈ નથી. સદનસીબે ભક્તોનો આબાદ બચાવ થયો ટ્રેક્ટરને બહાર લાવવા માટે સ્થાનિકોએ ખૂબ મહેનત કરી પરંતુ તેમ છતાં ટ્રેક્ટર પાણીમાં ગરકાવ થઈ ગયું હતું. સદભાગ્યે ટ્રેક્ટરની અંદર બેસેલા ભક્તો બહાર આવી ગયા હતા. જોકે હજી પણ ગણેશ ફક્ત સમુદ્રમાં સ્નાન કરતા નજરે પડી રહ્યા છે જેને રોકવાવાળું પણ કોઈ નજરે પડતું નથી. સ્થાનિક SRD પોલીસ હોમગર્ડ સહિતનો બંદોબસ્ત તંત્ર દ્વારા ગોઠવણમાં આવતો હોય છે તેમ છતાય પબ્લિક મનમાની કરી દરિયામાં જતી હોય છે.

Bhavnagar: મહુવાના ઉંચા કોટડામાં ગણપતિ વિસર્જન સમયે ટ્રેક્ટર દરિયામાં તણાયું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

મહુવાના ઉંચા કોટડા ગામે ગણપતિ વિસર્જન માટે આવેલું ટ્રેક્ટર દરિયામાં ગરકાવ થયું. ચૌદસ અને પૂનમનો સંયોગ હોય દરિયામાં ભરતી મોટા પાયે રહેતી હોય છે. ત્યારે આજે ગણેશ વિસર્જન હોય ઘણા લોકોએ પોતાના વિસ્તારમાં સ્થાપના કરેલ ગણપતિજી સમુદ્રમાં વિસર્જન કરવા માટે આવતા હોય છે. અખેગઢ ગામના એક મંડળ દ્વારા ટ્રેક્ટરમાં ગણપતિ બેસાડી દરિયાની વચ્ચે લઈ જવામાં આવ્યું હતું. ત્યાર બાદ દરિયામાં પાણીની ભરતી આવતાં ટ્રેક્ટર દરિયાઈ પાણીમાં ગરકાવ થઈ ગયું હતું. જો કે સદનસીબે મોટી જાનહાનિ થઈ નથી.

સદનસીબે ભક્તોનો આબાદ બચાવ થયો

ટ્રેક્ટરને બહાર લાવવા માટે સ્થાનિકોએ ખૂબ મહેનત કરી પરંતુ તેમ છતાં ટ્રેક્ટર પાણીમાં ગરકાવ થઈ ગયું હતું. સદભાગ્યે ટ્રેક્ટરની અંદર બેસેલા ભક્તો બહાર આવી ગયા હતા. જોકે હજી પણ ગણેશ ફક્ત સમુદ્રમાં સ્નાન કરતા નજરે પડી રહ્યા છે જેને રોકવાવાળું પણ કોઈ નજરે પડતું નથી. સ્થાનિક SRD પોલીસ હોમગર્ડ સહિતનો બંદોબસ્ત તંત્ર દ્વારા ગોઠવણમાં આવતો હોય છે તેમ છતાય પબ્લિક મનમાની કરી દરિયામાં જતી હોય છે.