Ahmedabad News: ડમ્પરચાલકો બન્યા બેફામ, ટ્રાફિક પોલીસની રહેમજનર લોકો માટે જીવલેણ

સોલા બ્રિજ પર બેફામ ડમ્પરનો વીડિયો આવ્યો સામે લાયસન્સ, નંબર પ્લેટ વગર ચાલતા ડમ્પર જોખમરૂપ GJ06AZ9111 નંબરના ડમ્પરનો વીડિયો વાયરલ અમદાવાદમાં ડમ્પરચાલકો બેફામ બન્યા છે. જેમાં ડેકીમાં નંબર પ્લેટ રાખી ડમ્પર બેફામ ચલાવાયું છે. ત્યારે સોલા બ્રિજ પર બેફામ ડમ્પરનો વીડિયો સામે આવ્યો છે. જેમાં લાયસન્સ, નંબર પ્લેટ વગર ચાલતા ડમ્પર જોખમરૂપ સાબિત થશે. GJ06AZ9111 નંબરના ડમ્પરનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. બીજાનું લાયસન્સ બતાવી ડમ્પર ચલાવાય છે બીજાનું લાયસન્સ બતાવી ડમ્પર ચલાવાય છે. તેમાં ડમ્પર રુદ્રા શક્તિ કાર્ટિગનું હોવાનું સામે આવ્યું છે. જેમાં જાગૃત નાગરિકે ટ્રાફિક પોલીસની બેદરકારી છતી કરી છે. તેમાં નંબર પ્લેટ વગરના ડમ્પર વિરુદ્ધ પોલીસ નિષ્ક્રિય છે. 4 મહિનામાં 108 લોકોના અકસ્માતમાં મોત થયા છે. ત્યારે આ પ્રકારે ગંભીર બેદરકારી અમદાવાદ ટ્રાફિક પોલીસ રાખી રહી છે. લોકો ચર્ચા કરી રહ્યાં છે કે નંબર પ્લેટ વિના ફરતા ડમ્પર વિરુધ્ધ કેમ કાર્યવાહી થતી નથી. અકસ્માત બાદ જ કેમ ટ્રાફિક પોલીસ જાગે છે, ટ્રાફિક પોલીસની રહેમજનર લોકો માટે જીવલેણ સાબિત થઈ શકે છે. ડમ્પરે બાઈકને અડફેટે લેતા બાઈક ચાલકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું ગુજરાતમાં માર્ગ અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે તાજેતરમાં અમદાવાદ શહેરના નારોલ-જુહાપુરા વચ્ચે ડમ્પર ચાલકે કારને જોરદાર ટક્કર મારી હતી. મળતી માહિતી અનુસાર, આ અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા હતા. ઘટનાને પગલે લોકોના ટોળા એકઠા થયા હતા અને રોડ પર ટ્રાફિક જામના દ્રશ્ય સર્જાયા હતા. અમદાવાદ શહેરમાં પીરાણા વિસ્તારમાં કચરાના ડમ્પર ચાલકો બેફામ બન્યા છે.આ ડમ્પરો દ્વારા અવાર-નવાર લોકોને કચડી નાખવાની ઘટનાઓ બનતી રહે છે. અગાઉ પણ પીરાણા સર્કલ નજીક ડમ્પરે બાઈકને અડફેટે લેતા બાઈક ચાલકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

Ahmedabad News: ડમ્પરચાલકો બન્યા બેફામ, ટ્રાફિક પોલીસની રહેમજનર લોકો માટે જીવલેણ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સોલા બ્રિજ પર બેફામ ડમ્પરનો વીડિયો આવ્યો સામે
  • લાયસન્સ, નંબર પ્લેટ વગર ચાલતા ડમ્પર જોખમરૂપ
  • GJ06AZ9111 નંબરના ડમ્પરનો વીડિયો વાયરલ

અમદાવાદમાં ડમ્પરચાલકો બેફામ બન્યા છે. જેમાં ડેકીમાં નંબર પ્લેટ રાખી ડમ્પર બેફામ ચલાવાયું છે. ત્યારે સોલા બ્રિજ પર બેફામ ડમ્પરનો વીડિયો સામે આવ્યો છે. જેમાં લાયસન્સ, નંબર પ્લેટ વગર ચાલતા ડમ્પર જોખમરૂપ સાબિત થશે. GJ06AZ9111 નંબરના ડમ્પરનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે.

બીજાનું લાયસન્સ બતાવી ડમ્પર ચલાવાય છે

બીજાનું લાયસન્સ બતાવી ડમ્પર ચલાવાય છે. તેમાં ડમ્પર રુદ્રા શક્તિ કાર્ટિગનું હોવાનું સામે આવ્યું છે. જેમાં જાગૃત નાગરિકે ટ્રાફિક પોલીસની બેદરકારી છતી કરી છે. તેમાં નંબર પ્લેટ વગરના ડમ્પર વિરુદ્ધ પોલીસ નિષ્ક્રિય છે. 4 મહિનામાં 108 લોકોના અકસ્માતમાં મોત થયા છે. ત્યારે આ પ્રકારે ગંભીર બેદરકારી અમદાવાદ ટ્રાફિક પોલીસ રાખી રહી છે. લોકો ચર્ચા કરી રહ્યાં છે કે નંબર પ્લેટ વિના ફરતા ડમ્પર વિરુધ્ધ કેમ કાર્યવાહી થતી નથી. અકસ્માત બાદ જ કેમ ટ્રાફિક પોલીસ જાગે છે, ટ્રાફિક પોલીસની રહેમજનર લોકો માટે જીવલેણ સાબિત થઈ શકે છે.

 ડમ્પરે બાઈકને અડફેટે લેતા બાઈક ચાલકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું

ગુજરાતમાં માર્ગ અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે તાજેતરમાં અમદાવાદ શહેરના નારોલ-જુહાપુરા વચ્ચે ડમ્પર ચાલકે કારને જોરદાર ટક્કર મારી હતી. મળતી માહિતી અનુસાર, આ અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા હતા. ઘટનાને પગલે લોકોના ટોળા એકઠા થયા હતા અને રોડ પર ટ્રાફિક જામના દ્રશ્ય સર્જાયા હતા. અમદાવાદ શહેરમાં પીરાણા વિસ્તારમાં કચરાના ડમ્પર ચાલકો બેફામ બન્યા છે.આ ડમ્પરો દ્વારા અવાર-નવાર લોકોને કચડી નાખવાની ઘટનાઓ બનતી રહે છે. અગાઉ પણ પીરાણા સર્કલ નજીક ડમ્પરે બાઈકને અડફેટે લેતા બાઈક ચાલકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.