Vadodara News:સુંદરમ સોસાયટીમાં MGVGCLની બેદરકારીથી જીવંત વીજ વાયર તૂટયો

વડોદરામાં MGVCLની ઘોર બેદરકારી આવી સામે વારસિયા રિંગ રોડ પર સુંદરમ સોસાયટીનો બનાવ વારંવાર વીજ તાર તૂટતા હોવાની સ્થાનિકોની ફરિયાદ વડોદરામાં MGVGCLની ગંભીર બેદરકારી સામે આવી છે,વારસિયા રીંગ રોડ પર આવેલી સુંદરમ સોસાયટીમાં 8 બાળકો રમી રહ્યા હતા તે દરમિયાન અચાનક જીવંત વીજ વાયર તૂટતા 8 બાળકોનો બચાવ થયો હતો અને અચાનક નાસભાગ મચી હતી.સ્થાનિકોનો આક્ષેપ છે કે,અગાઉ પણ MGVGCLને વીજ વાયરને લઈ ફરિયાદ કરી હતી પણ તંત્ર દ્વારા કોઈ ફરિયાદ ધ્યાને લેવામાં આવી ન હતી તેના કારણે આ ઘટના બની હતી,જો કોઈ બાળકનો જીવ ગયો હોત તો કોણ જવાબદાર રહેશે ? એક મહિના અગાઉ જસદણમાં વીજ વાયર પડતા મોત જસદણના થોરખાણ ગામે રહેતા અને ખેતીકામ કરતા વનરાજભાઈ બચુભાઈ ચારોલીયા(ઉ.વ.૪૦) અને તેમના પત્ની રેખાબેન (ઉ.વ.૩૯) તેમજ તેમનો પુત્ર વિશાલ (ઉ.વ.૧૮) બપોરના સમયે વાડીમાં ખેતીકામ કરતા હતા ત્યારે ત્રણેય વ્યક્તિ પર અચાનક વીજતાર પડતા ત્રણેય વ્યક્તિ ચોંટી ગયા હતા. જેમાં વનરાજભાઈ અને તેમના પત્ની રેખાબેનનું ઘટના સ્થળ પર જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે તેમના પુત્રને તાત્કાલિક જસદણની હોસ્પિટલમાં ખસેડયા બાદ વધુ સારવાર માટે રાજકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ગામડાઓમા આવી ઘટના બનતી હોય છે સુરેન્દ્રનગરના બુબવાણા પાસે મજૂરો ભરીને જતી ટ્રેક્ટરની ટ્રોલીને વીજવાયર અડી જતાં અકસ્માત થયો હતો. વીજશોક લાગતાં એમપીના ત્રણ મજૂરનાં ઘટનાસ્થળે મોત થયાં હતાં, જ્યારે 6 મજૂર દાઝી ગયા હતા. તમામ મૃતકો અને ઈજાગ્રસ્તો મૂળ મધ્યપ્રદેશના જાંબુઆ જિલ્લાના અલીરાજપુર તાલુકાના હોવાનું સામે આવ્યું છે. વીજશોક એટલો ભયંકર હતો કે ટ્રેક્ટરના આગળનાં ચારેય ટાયરો બળી ગયાં હતાં.

Vadodara News:સુંદરમ સોસાયટીમાં MGVGCLની બેદરકારીથી જીવંત વીજ વાયર તૂટયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • વડોદરામાં MGVCLની ઘોર બેદરકારી આવી સામે
  • વારસિયા રિંગ રોડ પર સુંદરમ સોસાયટીનો બનાવ
  • વારંવાર વીજ તાર તૂટતા હોવાની સ્થાનિકોની ફરિયાદ

વડોદરામાં MGVGCLની ગંભીર બેદરકારી સામે આવી છે,વારસિયા રીંગ રોડ પર આવેલી સુંદરમ સોસાયટીમાં 8 બાળકો રમી રહ્યા હતા તે દરમિયાન અચાનક જીવંત વીજ વાયર તૂટતા 8 બાળકોનો બચાવ થયો હતો અને અચાનક નાસભાગ મચી હતી.સ્થાનિકોનો આક્ષેપ છે કે,અગાઉ પણ MGVGCLને વીજ વાયરને લઈ ફરિયાદ કરી હતી પણ તંત્ર દ્વારા કોઈ ફરિયાદ ધ્યાને લેવામાં આવી ન હતી તેના કારણે આ ઘટના બની હતી,જો કોઈ બાળકનો જીવ ગયો હોત તો કોણ જવાબદાર રહેશે ?

એક મહિના અગાઉ જસદણમાં વીજ વાયર પડતા મોત

જસદણના થોરખાણ ગામે રહેતા અને ખેતીકામ કરતા વનરાજભાઈ બચુભાઈ ચારોલીયા(ઉ.વ.૪૦) અને તેમના પત્ની રેખાબેન (ઉ.વ.૩૯) તેમજ તેમનો પુત્ર વિશાલ (ઉ.વ.૧૮) બપોરના સમયે વાડીમાં ખેતીકામ કરતા હતા ત્યારે ત્રણેય વ્યક્તિ પર અચાનક વીજતાર પડતા ત્રણેય વ્યક્તિ ચોંટી ગયા હતા. જેમાં વનરાજભાઈ અને તેમના પત્ની રેખાબેનનું ઘટના સ્થળ પર જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે તેમના પુત્રને તાત્કાલિક જસદણની હોસ્પિટલમાં ખસેડયા બાદ વધુ સારવાર માટે રાજકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

ગામડાઓમા આવી ઘટના બનતી હોય છે

સુરેન્દ્રનગરના બુબવાણા પાસે મજૂરો ભરીને જતી ટ્રેક્ટરની ટ્રોલીને વીજવાયર અડી જતાં અકસ્માત થયો હતો. વીજશોક લાગતાં એમપીના ત્રણ મજૂરનાં ઘટનાસ્થળે મોત થયાં હતાં, જ્યારે 6 મજૂર દાઝી ગયા હતા. તમામ મૃતકો અને ઈજાગ્રસ્તો મૂળ મધ્યપ્રદેશના જાંબુઆ જિલ્લાના અલીરાજપુર તાલુકાના હોવાનું સામે આવ્યું છે. વીજશોક એટલો ભયંકર હતો કે ટ્રેક્ટરના આગળનાં ચારેય ટાયરો બળી ગયાં હતાં.