Suratના કોસાડ આવાસમાં જુગારની કલબ પર સ્ટેટ મોનિટરીંગ સેલના મોટા દરોડા

સુરતના કોસાડ આવાસમાં જુગારની કબલ પર SMCના દરોડા 1.60 લાખના મુદ્દામાલ સાથે 22 આરોપીઓની કરાઈ ધરપકડ અગાઉ પણ આજ આવાસમાં પડયા હતા દરોડા સુરતના કોસાડ આવાસમાં સ્ટેટ મોનિટરીંગ સેલે દરોડા પાડી જુગાર રમતા 22 લોકોની 1.60 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરી છે.સ્ટેટે વિજિલન્સે જુગારનો પર્દાફાશ કર્યો છે.સ્થાનિક અમરોલી પોલીસ ઉંઘતી ઝડપાઈ અને બહારની એજન્સીઓએ દરોડા પાડયા.અગાઉ પણ આજ આવાસમાં સ્ટેટ મોનિટરીંગ સેલે દરોડા પાડયા હતા. એક મહિના અગાઉ પણ દરોડા પાડયા અમરોલીના કોસાડ આવાસમાં ચાલતા સલીમ શાહના જુગારના અડ્ડા પર સ્થાનિક પોલીસ ઊંધતી રહીને ગાંધીનગરની વિજિલન્સની ટીમે 6 મહિનામાં બીજીવાર દરોડા પાડી 6 રાઇટર સહિત 23 જુગારીઓને પકડી પાડયા હતા. પકડાયેલા જુગારીઓ પાસેથી 47,360ની રોકડ, 18 મોબાઇલના રૂ.78 હજાર, સાત વાહનોના રૂ.2.45 લાખ સહિત 3.73 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ચકલી-પોપટનો જુગાર રમાડે છે જુગારના અડ્ડા ચલાવતો કોસાડ આવાસનો સૂત્રધાર સલીમ કરીમ શાહ ભાગી જતા તેને વોન્ટેડ જાહેર કર્યો છે. વધુમાં વિજિલન્સના સ્ટાફે જણાવ્યું કે, લોકસભાની ચૂંટણી પુરી થયા પછી અમરોલીના કોસાડ આવાસમાં પૂરજોશમાં આ જુગારના અડ્ડા શરૂ થયા હતા. વિજિલન્સે આવાસમાં ચારેય બાજુથી કોર્ડન કરી રેડ પાડી ત્યારે 50થી વધુ જુગારીઓ ચકલી, પોપટ સહિતના ચિત્રો પર જુગાર રમતા હતા. અમરોલી પોલીસ પણ શંકાના દાયરામાં અગાઉ 6 મહિના પહેલા આ જુગારના અડ્ડા પર વિજિલન્સે રેડ કરી હતી. તે વખતે પણ 24 જુગારીઓ લાખોની રકમ સાથે પકડાયા હતા.ગાંધીનગરથી વિજિલન્સે બીજીવાર ફરી વખત અમરોલીના કોસાડ આવાસમાં રેડ કરી છતાં આ જુગારના અડ્ડાની અમરોલી પોલીસને ખબર કેમ ન પડી તે એક તપાસનો વિષય છે. આ સાથે અમરોલી પોલીસ પણ શંકાના દાયરામાં આવી ગઈ છે.

Suratના કોસાડ આવાસમાં જુગારની કલબ પર સ્ટેટ મોનિટરીંગ સેલના મોટા દરોડા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સુરતના કોસાડ આવાસમાં જુગારની કબલ પર SMCના દરોડા
  • 1.60 લાખના મુદ્દામાલ સાથે 22 આરોપીઓની કરાઈ ધરપકડ
  • અગાઉ પણ આજ આવાસમાં પડયા હતા દરોડા

સુરતના કોસાડ આવાસમાં સ્ટેટ મોનિટરીંગ સેલે દરોડા પાડી જુગાર રમતા 22 લોકોની 1.60 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરી છે.સ્ટેટે વિજિલન્સે જુગારનો પર્દાફાશ કર્યો છે.સ્થાનિક અમરોલી પોલીસ ઉંઘતી ઝડપાઈ અને બહારની એજન્સીઓએ દરોડા પાડયા.અગાઉ પણ આજ આવાસમાં સ્ટેટ મોનિટરીંગ સેલે દરોડા પાડયા હતા.

એક મહિના અગાઉ પણ દરોડા પાડયા

અમરોલીના કોસાડ આવાસમાં ચાલતા સલીમ શાહના જુગારના અડ્ડા પર સ્થાનિક પોલીસ ઊંધતી રહીને ગાંધીનગરની વિજિલન્સની ટીમે 6 મહિનામાં બીજીવાર દરોડા પાડી 6 રાઇટર સહિત 23 જુગારીઓને પકડી પાડયા હતા. પકડાયેલા જુગારીઓ પાસેથી 47,360ની રોકડ, 18 મોબાઇલના રૂ.78 હજાર, સાત વાહનોના રૂ.2.45 લાખ સહિત 3.73 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

ચકલી-પોપટનો જુગાર રમાડે છે

જુગારના અડ્ડા ચલાવતો કોસાડ આવાસનો સૂત્રધાર સલીમ કરીમ શાહ ભાગી જતા તેને વોન્ટેડ જાહેર કર્યો છે. વધુમાં વિજિલન્સના સ્ટાફે જણાવ્યું કે, લોકસભાની ચૂંટણી પુરી થયા પછી અમરોલીના કોસાડ આવાસમાં પૂરજોશમાં આ જુગારના અડ્ડા શરૂ થયા હતા. વિજિલન્સે આવાસમાં ચારેય બાજુથી કોર્ડન કરી રેડ પાડી ત્યારે 50થી વધુ જુગારીઓ ચકલી, પોપટ સહિતના ચિત્રો પર જુગાર રમતા હતા.

અમરોલી પોલીસ પણ શંકાના દાયરામાં

અગાઉ 6 મહિના પહેલા આ જુગારના અડ્ડા પર વિજિલન્સે રેડ કરી હતી. તે વખતે પણ 24 જુગારીઓ લાખોની રકમ સાથે પકડાયા હતા.ગાંધીનગરથી વિજિલન્સે બીજીવાર ફરી વખત અમરોલીના કોસાડ આવાસમાં રેડ કરી છતાં આ જુગારના અડ્ડાની અમરોલી પોલીસને ખબર કેમ ન પડી તે એક તપાસનો વિષય છે. આ સાથે અમરોલી પોલીસ પણ શંકાના દાયરામાં આવી ગઈ છે.