જામનગર જિલ્લામાં ઈંગ્લીશ દારૂના 4 દરોડામાં 5 શખ્સો ઝડપાયા

જામનગર જિલ્લામાં લાલપુર, ખાવડી, સિકકા અને બેડ ગામે પોલીસે દારૂ અંગેના જુદા જુદા ચાર દરોડા પાડી ઈંગ્લીશ દારૂની ૧૦ બોટલ કબ્જે કરી પાંચ શખ્સોની ધરપકડ કરી છે. જ્યારે એક શખ્સને ફરારી જાહેર કર્યો છે.લાલપુર તાલુકાના સેવકધુણિયા ગામે રહેતો કનકસિંહ ઉર્ફે કાનો ગજુભા જાડેજા નામના શખ્સે પોતાના ફળિયામાં આવેલ ઓરડીમાં દારૂ છૂપાવ્યો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડયો હતો. જ્યાં ઓરડીમાંથી ઈંગ્લીશ દારૂની ૬ બોટલ મળી આવતા આરોપી કનકસિંહની અટકાયત કરવામાં આવી હતી.      આ ઉપરાંત મોટી ખાવડીમાં વિશ્વરાજ રોડ લાઈન્સની બાજુમાં રહેતો કનુજી બાબુજી ઠાકોર નામના શખ્સની ઈંગ્લીશ દારૂની એક બોટલ સાથે અટકાયત કરવામાં આવી છે. જ્યારે જામનગર તાલુકાના બેડ ગામે ચકલા ચોકમાં રહેતો હિતેષ વિઠલભાઈ ધારવિયા નામના શખ્સની ઈંગ્લીશ દારૂની બે બોટલ સાથે અટકાયત કરવામાં આવી છે. જ્યારે દારૂ સપ્લાય કરનાર જામનગર ખાતે રહેતા વિકી નામના શખ્સને ફરારી જાહેર કરી તેની શોધખોળ હાથ ધરી છે. તેમજ સિકકામાં પંચવટી વિસ્તારમાં રહેતો લખન ઉર્ફે લખો નારાયણ સિંધવ તેમજ મુંગણી ગામે ખોડિયાર મંદિરની બાજુમાં રહેતો ક્રિપાલસિંહ ઉર્ફે રાજા બનેસિંહ કંચવા નામના બે શખ્સોની ઈંગ્લીશ દારૂની એક બોટલ સાથે ધરપકડ કરી છે.

જામનગર જિલ્લામાં ઈંગ્લીશ દારૂના 4 દરોડામાં 5 શખ્સો ઝડપાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


જામનગર જિલ્લામાં લાલપુર, ખાવડી, સિકકા અને બેડ ગામે પોલીસે દારૂ અંગેના જુદા જુદા ચાર દરોડા પાડી ઈંગ્લીશ દારૂની ૧૦ બોટલ કબ્જે કરી પાંચ શખ્સોની ધરપકડ કરી છે. જ્યારે એક શખ્સને ફરારી જાહેર કર્યો છે.

લાલપુર તાલુકાના સેવકધુણિયા ગામે રહેતો કનકસિંહ ઉર્ફે કાનો ગજુભા જાડેજા નામના શખ્સે પોતાના ફળિયામાં આવેલ ઓરડીમાં દારૂ છૂપાવ્યો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડયો હતો. જ્યાં ઓરડીમાંથી ઈંગ્લીશ દારૂની ૬ બોટલ મળી આવતા આરોપી કનકસિંહની અટકાયત કરવામાં આવી હતી.      

આ ઉપરાંત મોટી ખાવડીમાં વિશ્વરાજ રોડ લાઈન્સની બાજુમાં રહેતો કનુજી બાબુજી ઠાકોર નામના શખ્સની ઈંગ્લીશ દારૂની એક બોટલ સાથે અટકાયત કરવામાં આવી છે. જ્યારે જામનગર તાલુકાના બેડ ગામે ચકલા ચોકમાં રહેતો હિતેષ વિઠલભાઈ ધારવિયા નામના શખ્સની ઈંગ્લીશ દારૂની બે બોટલ સાથે અટકાયત કરવામાં આવી છે. જ્યારે દારૂ સપ્લાય કરનાર જામનગર ખાતે રહેતા વિકી નામના શખ્સને ફરારી જાહેર કરી તેની શોધખોળ હાથ ધરી છે. તેમજ સિકકામાં પંચવટી વિસ્તારમાં રહેતો લખન ઉર્ફે લખો નારાયણ સિંધવ તેમજ મુંગણી ગામે ખોડિયાર મંદિરની બાજુમાં રહેતો ક્રિપાલસિંહ ઉર્ફે રાજા બનેસિંહ કંચવા નામના બે શખ્સોની ઈંગ્લીશ દારૂની એક બોટલ સાથે ધરપકડ કરી છે.