Ambaji મંદિરના સુવર્ણમય શિખરની કામગીરી માટે માઈભક્તે 67.960 ગ્રામ સોનુ કર્યું અર્પણ

અંબાજી મંદિરને આજે મળ્યું સોનાનો દાન બરોડાના એક શ્રદ્ધાળુએ સોનાનું ગુપ્ત દાન કર્યું67.960 ગ્રામ સોના ની લગડીનું કર્યું દાનયાત્રાધામ અંબાજી મંદિરના સુવર્ણમય શિખરની કામગીરી માટે બરોડાના માઈભક્તે 67.960 ગ્રામ સોનાની લગડીનું ગુપ્ત દાન કર્યું છે. અંદાજીત રૂપિયા 4. 89 લાખની કિંમતનું સોનુ અંબાજી મંદિર ટ્રસ્ટને ભેટમાં આપ્યું છે. બરોડાના દાતાએ સોનાનું દાન કરી પોતાની ઓળખ ગુપ્ત રાખીશક્તિ, ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી દેશના 51 શક્તિપીઠમાં આદ્યશક્તિ પીઠ તરીકે ઓળખાય છે. અંબાજી મંદિર ઉપર નાના-મોટા 358 સુવર્ણ કળશ લાગેલા છે એટલે આ શક્તિપીઠ ગોલ્ડન ટેમ્પલ તરીકે ઓળખાય છે. અંબાજી મંદિરમાં ભક્તો દાન દિલ ખોલીને કરી રહ્યા છે. ત્યારે અંબાજી મંદિરને સુવર્ણમય શિખર બનાવવાની કામગીરી માટે ભક્તો અંબાજી મંદિરમાં સોનાનું પણ દાન આપી રહ્યા છે.

Ambaji મંદિરના સુવર્ણમય શિખરની કામગીરી માટે માઈભક્તે 67.960 ગ્રામ સોનુ કર્યું અર્પણ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • અંબાજી મંદિરને આજે મળ્યું સોનાનો દાન
  • બરોડાના એક શ્રદ્ધાળુએ સોનાનું ગુપ્ત દાન કર્યું
  • 67.960 ગ્રામ સોના ની લગડીનું કર્યું દાન

યાત્રાધામ અંબાજી મંદિરના સુવર્ણમય શિખરની કામગીરી માટે બરોડાના માઈભક્તે 67.960 ગ્રામ સોનાની લગડીનું ગુપ્ત દાન કર્યું છે. અંદાજીત રૂપિયા 4. 89 લાખની કિંમતનું સોનુ અંબાજી મંદિર ટ્રસ્ટને ભેટમાં આપ્યું છે. બરોડાના દાતાએ સોનાનું દાન કરી પોતાની ઓળખ ગુપ્ત રાખી

શક્તિ, ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી દેશના 51 શક્તિપીઠમાં આદ્યશક્તિ પીઠ તરીકે ઓળખાય છે. અંબાજી મંદિર ઉપર નાના-મોટા 358 સુવર્ણ કળશ લાગેલા છે એટલે આ શક્તિપીઠ ગોલ્ડન ટેમ્પલ તરીકે ઓળખાય છે. અંબાજી મંદિરમાં ભક્તો દાન દિલ ખોલીને કરી રહ્યા છે. ત્યારે અંબાજી મંદિરને સુવર્ણમય શિખર બનાવવાની કામગીરી માટે ભક્તો અંબાજી મંદિરમાં સોનાનું પણ દાન આપી રહ્યા છે.