Khedaમાં ખનીજ માફિયાઓની ખુલી હિંમત,નદીની વચ્ચે ગેરકાયદેસર 10 બ્રિજ બનાવ્યાં

મહીસાગર નદીમાં ગેરકાયદે રસ્તો બનાવ્યો નદીની વહેણ વચ્ચે ગેરકાયદે બ્રિજ બનાવ્યા ખેડાથી વડોદરા, પંચમહાલને જોડતા 10 બ્રિજ બનાવ્યા ખેડામાં ખનિજ માફિયાઓ બેફામ બન્યા છે.ઠાસરાથી રાણીયા વચ્ચે 15 કિમીનો બનાવ્યો રસ્તો.ખાણખનીજ વિભાગ સાથે સ્થાનિક તંત્રની મિલીભગતથી આ રસ્તો બન્યો હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે.પોલ્યુશન ડિપાર્ટમેન્ટની પણ શંકાસ્પદ કામગીરી દેખાઈ આવે છે.ગેરકાયદે બ્લેક સ્ટોનનું ચાલી રહ્યું છે મસમોટું કૌભાંડ. તંત્રની કામગીરી સામે અનેક સવાલો લોકમાતા મહીસાગર નદીમાં માફિયા રાજ ઉજાગર થયું છે.નદીના વહેણ બદલી માફિયાઓએ બનાવ્યો ગેરકાયદેસર રસ્તો અને બ્રિજ.ખેડાથી વડોદરા અને પંચમહાલ જિલ્લાને જોડતા 10 થી વધુ ગેરકાયદેસર બ્રિજો બન્યા છે તો આ બ્રિજ નદીના વહેણની વચ્ચે બનાવવામાં આવ્યો છે.છેલ્લા 2 વર્ષથી રાણીયા અકલાચા, સેવાલીયા પંચમહાલ વડોદરા ,ગળતેશ્વર ડેસર સહિતના રસ્તાએ નદીના વહેણને બદલ્યા છે.ખેડા જિલ્લા ખાણ ખનીજ વિભાગ ગાંધીનગર fst વિભાગ ની રહેમ નજરમાં માફિયાઓને મળ્યું છે મોકળું મેદાન.લીઝ હોલ્ડરો દ્વારા ખાડા કરવા આવતા જાનહાનીનો પણ ભય છે.પખાલીને ડામ આપવા જેવી સ્થિતિ સર્જાઈ આણંદ જિલ્લાના વાસદ, વહેરાખાડી, ખાનપુર સહિતના મહિ કાંઠાના વિસ્તારોમાં છેલ્લા ઘણાં સમયથી ખનન માફીયાઓ દ્વારા જેસીબી મશીન મુકી ઉંડા ખાડા કરી રેતી ચોરી કરવામાં આવતા નદીના પટમાં ઉંડા ખાડા પડી ગયેલ હોઈ અવારનવાર ડૂબી જવાના બનાવો બની રહ્યાં છે. ત્યારે તંત્ર દ્વારા ખંભોળજ તથા વાસદ પોલીસને નદીના પટમાં પોઈન્ટ મુકી યોગ્ય તકેદારી રાખવા સાથે નદીના ઉંડા પાણીમાં ન્હાવા માટે જતા રોકવાનો નિર્ણય લેવાતા પાડાના વાંકે પખાલીને ડામ જેવો ઘાટ સર્જાયો છે. નદીમાં સ્નાન કરવા પર પ્રતિબંધ વડોદરા શહેર જિલ્લામાં નર્મદા નદી અને મહીસાગર નદીમાં છેલ્લા કેટલાક વર્ષોથી રાજ્ય સરકારે રેતી ખનન માટેના પરવાના આપી દીધા છે પરંતુ નર્મદા અને મહીસાગરમાં અનેક જગ્યાઓ પર ગેરકાયદે રેતી ખનન થતું રહે છે જેને કારણે પર્યટન અને આનંદ પ્રમોદ માટે આવતા લોકોનો ભોગ લેવાતો રહ્યો છે તાજેતરમાં જ નર્મદા અને મહીસાગરમાં ડૂબી જવાના અનેક કિસ્સા બન્યા છે જેમાં મુખ્ય કારણ રેતી ખનનથી પડેલા મોટા ભુવાને લીધે ડૂબી ગયાનું જણાઈ આવ્યું છે. તો બીજી બાજુ આજે જિલ્લા કલેકટરે મહીસાગર અને નર્મદા નદી કાંઠાના 23 જેટલા સ્થળો પર જાહેરમાં નાહવા ધોવા પર પ્રતિબંધ ફરમાવતો હુકમ જારી કર્યો છે જેને કારણે વિવાદ સર્જાયો છે. 15મે 2024ના રોજ નાંદોમાં બની ઘટના નાંદોદના પોઇચા ગામની નર્મદા નદીમાં ન્હાવા આવેલા સુરતના પરિવાર સાથે ગોઝારી દુર્ઘટના સર્જાઇ હતી.નદીમાં નહાવા પડેલા એક જ પરિવારના ચાર સભ્યો સહિત નવ લોકો અચાનક જ નર્મદા નદીમાં તણાઈ ગયા હતા. જેમાં બે વ્યક્તિનો આબાદ બચાવ કરવામાં આવ્યો હતો. અન્ય સાત લોકોની દુર્ઘટનાના 19 કલાક પછી પણ કોઇ ભાળ મળી ન હતી. આજે સવારે એક વ્યક્તિનો મૃતદેહ મળ્યો છે. એટલે હજી પણ છ લોકોને શોધવાની કામગીરી ચાલી રહી છે. ત્યારે ડૂબેલા લોકોના પરિવારોમાં ભારે આક્રંદ છે અને તેઓનો આક્ષેપે છે કે, આ વિસ્તારમાં રેતી માફિયાઓએ મોટા મોટા ખાડા કરી દીધા છે.

Khedaમાં ખનીજ માફિયાઓની ખુલી હિંમત,નદીની વચ્ચે ગેરકાયદેસર 10 બ્રિજ બનાવ્યાં

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • મહીસાગર નદીમાં ગેરકાયદે રસ્તો બનાવ્યો
  • નદીની વહેણ વચ્ચે ગેરકાયદે બ્રિજ બનાવ્યા
  • ખેડાથી વડોદરા, પંચમહાલને જોડતા 10 બ્રિજ બનાવ્યા

ખેડામાં ખનિજ માફિયાઓ બેફામ બન્યા છે.ઠાસરાથી રાણીયા વચ્ચે 15 કિમીનો બનાવ્યો રસ્તો.ખાણખનીજ વિભાગ સાથે સ્થાનિક તંત્રની મિલીભગતથી આ રસ્તો બન્યો હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે.પોલ્યુશન ડિપાર્ટમેન્ટની પણ શંકાસ્પદ કામગીરી દેખાઈ આવે છે.ગેરકાયદે બ્લેક સ્ટોનનું ચાલી રહ્યું છે મસમોટું કૌભાંડ.

તંત્રની કામગીરી સામે અનેક સવાલો

લોકમાતા મહીસાગર નદીમાં માફિયા રાજ ઉજાગર થયું છે.નદીના વહેણ બદલી માફિયાઓએ બનાવ્યો ગેરકાયદેસર રસ્તો અને બ્રિજ.ખેડાથી વડોદરા અને પંચમહાલ જિલ્લાને જોડતા 10 થી વધુ ગેરકાયદેસર બ્રિજો બન્યા છે તો આ બ્રિજ નદીના વહેણની વચ્ચે બનાવવામાં આવ્યો છે.છેલ્લા 2 વર્ષથી રાણીયા અકલાચા, સેવાલીયા પંચમહાલ વડોદરા ,ગળતેશ્વર ડેસર સહિતના રસ્તાએ નદીના વહેણને બદલ્યા છે.ખેડા જિલ્લા ખાણ ખનીજ વિભાગ ગાંધીનગર fst વિભાગ ની રહેમ નજરમાં માફિયાઓને મળ્યું છે મોકળું મેદાન.લીઝ હોલ્ડરો દ્વારા ખાડા કરવા આવતા જાનહાનીનો પણ ભય છે.


પખાલીને ડામ આપવા જેવી સ્થિતિ સર્જાઈ

આણંદ જિલ્લાના વાસદ, વહેરાખાડી, ખાનપુર સહિતના મહિ કાંઠાના વિસ્તારોમાં છેલ્લા ઘણાં સમયથી ખનન માફીયાઓ દ્વારા જેસીબી મશીન મુકી ઉંડા ખાડા કરી રેતી ચોરી કરવામાં આવતા નદીના પટમાં ઉંડા ખાડા પડી ગયેલ હોઈ અવારનવાર ડૂબી જવાના બનાવો બની રહ્યાં છે. ત્યારે તંત્ર દ્વારા ખંભોળજ તથા વાસદ પોલીસને નદીના પટમાં પોઈન્ટ મુકી યોગ્ય તકેદારી રાખવા સાથે નદીના ઉંડા પાણીમાં ન્હાવા માટે જતા રોકવાનો નિર્ણય લેવાતા પાડાના વાંકે પખાલીને ડામ જેવો ઘાટ સર્જાયો છે.

નદીમાં સ્નાન કરવા પર પ્રતિબંધ

વડોદરા શહેર જિલ્લામાં નર્મદા નદી અને મહીસાગર નદીમાં છેલ્લા કેટલાક વર્ષોથી રાજ્ય સરકારે રેતી ખનન માટેના પરવાના આપી દીધા છે પરંતુ નર્મદા અને મહીસાગરમાં અનેક જગ્યાઓ પર ગેરકાયદે રેતી ખનન થતું રહે છે જેને કારણે પર્યટન અને આનંદ પ્રમોદ માટે આવતા લોકોનો ભોગ લેવાતો રહ્યો છે તાજેતરમાં જ નર્મદા અને મહીસાગરમાં ડૂબી જવાના અનેક કિસ્સા બન્યા છે જેમાં મુખ્ય કારણ રેતી ખનનથી પડેલા મોટા ભુવાને લીધે ડૂબી ગયાનું જણાઈ આવ્યું છે. તો બીજી બાજુ આજે જિલ્લા કલેકટરે મહીસાગર અને નર્મદા નદી કાંઠાના 23 જેટલા સ્થળો પર જાહેરમાં નાહવા ધોવા પર પ્રતિબંધ ફરમાવતો હુકમ જારી કર્યો છે જેને કારણે વિવાદ સર્જાયો છે.


15મે 2024ના રોજ નાંદોમાં બની ઘટના

નાંદોદના પોઇચા ગામની નર્મદા નદીમાં ન્હાવા આવેલા સુરતના પરિવાર સાથે ગોઝારી દુર્ઘટના સર્જાઇ હતી.નદીમાં નહાવા પડેલા એક જ પરિવારના ચાર સભ્યો સહિત નવ લોકો અચાનક જ નર્મદા નદીમાં તણાઈ ગયા હતા. જેમાં બે વ્યક્તિનો આબાદ બચાવ કરવામાં આવ્યો હતો. અન્ય સાત લોકોની દુર્ઘટનાના 19 કલાક પછી પણ કોઇ ભાળ મળી ન હતી. આજે સવારે એક વ્યક્તિનો મૃતદેહ મળ્યો છે. એટલે હજી પણ છ લોકોને શોધવાની કામગીરી ચાલી રહી છે. ત્યારે ડૂબેલા લોકોના પરિવારોમાં ભારે આક્રંદ છે અને તેઓનો આક્ષેપે છે કે, આ વિસ્તારમાં રેતી માફિયાઓએ મોટા મોટા ખાડા કરી દીધા છે.