Jamnagar News: જામસાહેબ બીજા દિવસે રૂપાલા મામલે કૂણા પડ્યા

જામનગરના જામસાહેબનો વધુ એક પત્ર સામે આવ્યો વડાપ્રધાન મોદીજીને સંબોધીને તેમણે પત્ર લખ્યો ક્ષત્રિય સમાજે રૂપાલાને માફી આપવી જોઈએ: જામસાહેબ જામનગરના જામસાહેબના બીજા દિવસે પરશોત્તમ રૂપાલા મામલે કુણા પડ્યા છે. જેમાં જામનગરના જામસાહેબનો વધુ એક પત્ર સામે આવ્યો છે. શત્રુશલ્યજીએ PM મોદીને સંબોધી પત્ર લખ્યો છે. તેમાં રૂપાલાએ માફી માગવી જોઈએનો પત્રમાં ઉલ્લેખ છે. તેમજ જણાવ્યું છે કે ક્ષત્રિયોના પ્રમુખ, ધર્મગુરુઓ સમક્ષ માફી માંગવી જોઈએ. ક્ષત્રિય સમાજે રૂપાલાને માફી આપવી જોઈએ. જામસાહેબ શત્રુશલ્યજીએ ફરી આજે એક લેટર લખ્યો જામનગરના જામસાહેબ શત્રુશલ્યજીએ ફરી આજે એક લેટર લખ્યો છે. જેમાં વડાપ્રધાન મોદીજીને સંબોધીને તેમણે પત્ર લખ્યો છે. જામસાહેબના પત્રમાં જણાવ્યુ્ં છે PM મોદીએ દેશને સમૃદ્ધ બનાવ્યો છે. વડાપ્રધાને ભારત દેશનું નામ વધાર્યું છે. રૂપાલા નિવેદન અંગે તેમણે જણાવ્યું કે ક્ષત્રિય સમાજના પ્રમુખ, આગેવાન, અને ધર્મગુરુની સામે તેઓએ માફી માંગવી જોઈએ અને સમાજ દ્વારા તેમને માફી આપવી જોઈએ. વડાપ્રધાન મોદીએ દેશને સમૃદ્ધ, વિકસિત અને સંસ્કૃતિમા ભારત દેશનું નામ વધાર્યું છે તે ધ્યાને લઈ સમાજ આગળ આવે. જૌહરનો પ્રશ્ન આ કિસ્સામાં બિલ્કુલ ઉપસ્થિત થતો જ નથી ગઇકાલે રાજકોટ લોકસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદનને લઈ જામનગર રાજવી પરિવારના જામશત્રુશલ્યસિંહજીએ પ્રથમ વખત પ્રેસ રીલીઝ જાહેર કરી પોતાનું નિવેદન આપ્યું હતુ. તેમણે લખ્યું છે કે, આ બારામાં હજુ સુધી કઈ વધુ પડતું નથી બન્યું તે મારા હિસાબે સારી વાત છે કારણ કે, કોઈ આપણું ખરાબ બોલી અપમાન કરે તો તેના અનુસંધાને આપણે પોતાની જાતને ભયંકર સજા ન આપવાની હોય પરંતુ, અયોગ્ય વાત બોલવાનો ગુન્હો કરે તેની સજા થવી જોઈએ. જે બહેનોએ આ હિંમત દર્શાવી તેને મારા ધન્યવાદ છે. પરંતુ જે કાર્યનો સંકલ્પ કર્યો હતો તેની હું ટીકા કરું છું કારણ કે, જૌહરનો પ્રશ્ન આ કિસ્સામાં બિલ્કુલ ઉપસ્થિત થતો જ નથી. હાલમાં, ભારતમાં લોકશાહી લાગુ છે હાલમાં, ભારતમાં લોકશાહી લાગુ છે. એક જમાનામાં રાજપૂતો રાજ કરતા હતા તેનું કારણ માત્ર હિંમત નહોતી પણ સાથે-સાથે એકતાનું પણ હતું. તે જમાનામાં રાજપૂતો એકબીજા માટે મરી જવા તૈયાર હતા. જ્યારે આજના જમાનામાં ઘણીવાર જોવામાં આવે છે કે, રાજપૂતો નહીં જેવી બાબતોમાં એકબીજાને મારવા તૈયાર થઈ બેસે છે. તો એ સમય આવી ગયો છે કે, આજના લોકશાહીના સમયમાં ગેરવ્યાજબી રીતે નહીં પણ લોકશાહીની રીતે એકતા બતાવી વિરોધ કરવામાં આવે. રાજપૂતોએ માત્ર હિંમત જ નહીં પણ એકતા રાખી બતાવી દેવાનું છે કે, રાજપૂતો હજી ભારતમાં જ છે. તેથી સહુ રાજપૂતો ભેગા મળી જે કોઈ આવુ કૃત્ય કરે કે જે આપણને ન પોસાય ત્યારે તેને ભેગા મળી ચૂંટણીમાં હરાવો. આને જ કહેવાય લોકશક્તિએ ભેગા મળીને આપેલી લોકશાહીને અનુરુપ સજા. 

Jamnagar News: જામસાહેબ બીજા દિવસે રૂપાલા મામલે કૂણા પડ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • જામનગરના જામસાહેબનો વધુ એક પત્ર સામે આવ્યો
  • વડાપ્રધાન મોદીજીને સંબોધીને તેમણે પત્ર લખ્યો
  • ક્ષત્રિય સમાજે રૂપાલાને માફી આપવી જોઈએ: જામસાહેબ

જામનગરના જામસાહેબના બીજા દિવસે પરશોત્તમ રૂપાલા મામલે કુણા પડ્યા છે. જેમાં જામનગરના જામસાહેબનો વધુ એક પત્ર સામે આવ્યો છે. શત્રુશલ્યજીએ PM મોદીને સંબોધી પત્ર લખ્યો છે. તેમાં રૂપાલાએ માફી માગવી જોઈએનો પત્રમાં ઉલ્લેખ છે. તેમજ જણાવ્યું છે કે ક્ષત્રિયોના પ્રમુખ, ધર્મગુરુઓ સમક્ષ માફી માંગવી જોઈએ. ક્ષત્રિય સમાજે રૂપાલાને માફી આપવી જોઈએ.

જામસાહેબ શત્રુશલ્યજીએ ફરી આજે એક લેટર લખ્યો

જામનગરના જામસાહેબ શત્રુશલ્યજીએ ફરી આજે એક લેટર લખ્યો છે. જેમાં વડાપ્રધાન મોદીજીને સંબોધીને તેમણે પત્ર લખ્યો છે. જામસાહેબના પત્રમાં જણાવ્યુ્ં છે PM મોદીએ દેશને સમૃદ્ધ બનાવ્યો છે. વડાપ્રધાને ભારત દેશનું નામ વધાર્યું છે. રૂપાલા નિવેદન અંગે તેમણે જણાવ્યું કે ક્ષત્રિય સમાજના પ્રમુખ, આગેવાન, અને ધર્મગુરુની સામે તેઓએ માફી માંગવી જોઈએ અને સમાજ દ્વારા તેમને માફી આપવી જોઈએ. વડાપ્રધાન મોદીએ દેશને સમૃદ્ધ, વિકસિત અને સંસ્કૃતિમા ભારત દેશનું નામ વધાર્યું છે તે ધ્યાને લઈ સમાજ આગળ આવે.

જૌહરનો પ્રશ્ન આ કિસ્સામાં બિલ્કુલ ઉપસ્થિત થતો જ નથી

ગઇકાલે રાજકોટ લોકસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદનને લઈ જામનગર રાજવી પરિવારના જામશત્રુશલ્યસિંહજીએ પ્રથમ વખત પ્રેસ રીલીઝ જાહેર કરી પોતાનું નિવેદન આપ્યું હતુ. તેમણે લખ્યું છે કે, આ બારામાં હજુ સુધી કઈ વધુ પડતું નથી બન્યું તે મારા હિસાબે સારી વાત છે કારણ કે, કોઈ આપણું ખરાબ બોલી અપમાન કરે તો તેના અનુસંધાને આપણે પોતાની જાતને ભયંકર સજા ન આપવાની હોય પરંતુ, અયોગ્ય વાત બોલવાનો ગુન્હો કરે તેની સજા થવી જોઈએ. જે બહેનોએ આ હિંમત દર્શાવી તેને મારા ધન્યવાદ છે. પરંતુ જે કાર્યનો સંકલ્પ કર્યો હતો તેની હું ટીકા કરું છું કારણ કે, જૌહરનો પ્રશ્ન આ કિસ્સામાં બિલ્કુલ ઉપસ્થિત થતો જ નથી.

હાલમાં, ભારતમાં લોકશાહી લાગુ છે

હાલમાં, ભારતમાં લોકશાહી લાગુ છે. એક જમાનામાં રાજપૂતો રાજ કરતા હતા તેનું કારણ માત્ર હિંમત નહોતી પણ સાથે-સાથે એકતાનું પણ હતું. તે જમાનામાં રાજપૂતો એકબીજા માટે મરી જવા તૈયાર હતા. જ્યારે આજના જમાનામાં ઘણીવાર જોવામાં આવે છે કે, રાજપૂતો નહીં જેવી બાબતોમાં એકબીજાને મારવા તૈયાર થઈ બેસે છે. તો એ સમય આવી ગયો છે કે, આજના લોકશાહીના સમયમાં ગેરવ્યાજબી રીતે નહીં પણ લોકશાહીની રીતે એકતા બતાવી વિરોધ કરવામાં આવે. રાજપૂતોએ માત્ર હિંમત જ નહીં પણ એકતા રાખી બતાવી દેવાનું છે કે, રાજપૂતો હજી ભારતમાં જ છે. તેથી સહુ રાજપૂતો ભેગા મળી જે કોઈ આવુ કૃત્ય કરે કે જે આપણને ન પોસાય ત્યારે તેને ભેગા મળી ચૂંટણીમાં હરાવો. આને જ કહેવાય લોકશક્તિએ ભેગા મળીને આપેલી લોકશાહીને અનુરુપ સજા.