Gujarat Electricity : ચાલુ વર્ષે મંગળવારે રાજયમાં રેકોર્ડ બ્રેક વીજ ખપત નોંધાઈ

૨૧ મેના રોજ રાજયમાં વીજળીની મહત્તમ માગ ૨૪,૭૨૮ મેગાવોટે પહોંચી ચાલુ વર્ષના ઉનાળામાં અત્યાર સુધીનો સૌથી વધુ વીજ વપરાશ સોમવારે વીજ વપરાશ ૨૪,૬૭૫ મેગાવોટ રેકોર્ડ બ્રેક હતી ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે તેની વચ્ચે વીજ માંગમાં સતત વધારો થઈ રહ્યો છે,ત્યારે 21 મે ના રોજ રાજયમાં વીજળીની મહત્તમ માંગ 24,728 મેગાવોટે પહોંચી છે,ચાલુ વર્ષે ઉનાળામાં અત્યાર સુધીનો સૌથી વધુ વીજ વપરાશ યોજાયો છે. રવિવારે રાજ્યમાં વીજ માગ 22,429 મેગાવૉટ રહી રવિવારે રાજ્યમાં વીજ માગ 22,429 મેગાવૉટ રહી છે. આકરા ઉનાળામાં ચાલુ વર્ષે ગત શનિવારે રાજયમાં રેકોર્ડ બ્રેક વીજ ખપત નોંધાઇ હતી. જેમાં 11 મે ગત શનિવારે રાજ્યમાં વીજળીની મહત્તમ માગ 24,459.98 મેગાવૉટએ પહોંચી હતી. જે ચાલુ વર્ષના ઉનાળામાં અત્યાર સુધીનો સૌથી વધુ વીજ વપરાશ છે. રાજ્યમાં વીજળીની ખપત વધતાં રાજયે કેન્દ્રીય પાવર એક્સચેન્જ પાસેથી વીજળી ખરીદવાની ફરજ પડી હતી. તેમાં 800 મેગાવૉટ જેટલી વીજળી કેન્દ્રીય પાવર એક્સચેન્જ પાસેથી રાજ્ય સરકારે ખરીદી છે. શનિવાર બાદ રવિવારે વીજ ખપતમાં ઘટાડો નોંધાયો જો કે શનિવાર બાદ રવિવારે વીજ ખપતમાં ઘટાડો નોંધાયો હતો. તેમાં ગત રવિવારે રાજ્યમાં વીજ માગ 22,429 મેગાવૉટ રહી હતી. રાજ્યમાં હિટવેવ ચાલુ રહેતા વર્તમાન સિઝનની સર્વોચ્ચ વીજ માગ નોંધાઇ હતી. જે 24 કલાકમાં 889 મે.વો.નો વધારો દર્શાવે છે. કૃષિ વીજ માગમાં વધારો અને હિટ વેવની ઇફેક્ટના કારણે વીજ માગ આ સિઝનની નવી સર્વોચ્ચ સપાટીએ પહોંચી હતી. આગામી જૂન માસમાં વીજ માગ 25200-25500 મે.વો.ની સપાટીએ પહોંચે તેવું અનુમાન મુકાયું છે. રાજ્યમાં આ વર્ષે હિટવેવના પગલે ઘરગથ્થુ વીજ માગ પણ વધી 1લી મેના રોજ રાજ્યમાં 21795 મે.વો.વીજ માગ સામે 236 3 મે.વો.નો વધારો જોવા મળ્યો હતો. રાજ્યમાં આ વર્ષે હિટવેવના પગલે ઘરગથ્થુ વીજ માગ પણ વધી રહી છે. બીજી તરફ ઔદ્યોગિક વીજ માગની સાથે સાથે કૃષિ વીજ માગ પણ વધી છે. આ વર્ષે રાજ્યના ઘણા શહેરોમાં ઉષ્ણતામાનનો પારો 40 ડિગ્રી ઉપરાંત રહ્યો છે. જેના પગલે નાગરિકોએ એરકુલર, ઇલે.પંખા સહિતના વીજ ઉપકરણોનો વપરાશ વધાર્યો છે. ગતવર્ષે 1લી નવેમ્બરના રોજ વીજ માંગ ઐતિહાસિક સપાટીએ રહી હતી. આ વીજ માગ 24544 મે.વો.ની સપાટીએ રહી હતી. હાલમાં ઉનાળુ પાકને બચાવવા માટે વીજ માગ સતત વધી રહી છે ત્યારે હવે ગત વર્ષની સપાટીથી 84 મે.વો. જ ઓછી રહી હતી. રાજ્યમાં કુલ વીજ માગમાં ઔદ્યોગિક વીજ માગ 50 ટકા હોય છે. જ્યારે કૃષિ વીજ માગ 25 ટકા હોય છે. આ સિવાય ઘરગથ્થુ સહિતના વિવિધ વીજ ગ્રાહકોની વીજ માગ હોય છે. હાલમાં ઉનાળુ પાકને બચાવવા માટે વીજ માગ સતત વધી રહી છે, તેની અસર પણ કુલ વીજ માગમાં જોવા મળે છે.

Gujarat Electricity : ચાલુ વર્ષે મંગળવારે રાજયમાં રેકોર્ડ બ્રેક વીજ ખપત નોંધાઈ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ૨૧ મેના રોજ રાજયમાં વીજળીની મહત્તમ માગ ૨૪,૭૨૮ મેગાવોટે પહોંચી
  • ચાલુ વર્ષના ઉનાળામાં અત્યાર સુધીનો સૌથી વધુ વીજ વપરાશ
  • સોમવારે વીજ વપરાશ ૨૪,૬૭૫ મેગાવોટ રેકોર્ડ બ્રેક હતી

ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે તેની વચ્ચે વીજ માંગમાં સતત વધારો થઈ રહ્યો છે,ત્યારે 21 મે ના રોજ રાજયમાં વીજળીની મહત્તમ માંગ 24,728 મેગાવોટે પહોંચી છે,ચાલુ વર્ષે ઉનાળામાં અત્યાર સુધીનો સૌથી વધુ વીજ વપરાશ યોજાયો છે.

રવિવારે રાજ્યમાં વીજ માગ 22,429 મેગાવૉટ રહી

રવિવારે રાજ્યમાં વીજ માગ 22,429 મેગાવૉટ રહી છે. આકરા ઉનાળામાં ચાલુ વર્ષે ગત શનિવારે રાજયમાં રેકોર્ડ બ્રેક વીજ ખપત નોંધાઇ હતી. જેમાં 11 મે ગત શનિવારે રાજ્યમાં વીજળીની મહત્તમ માગ 24,459.98 મેગાવૉટએ પહોંચી હતી. જે ચાલુ વર્ષના ઉનાળામાં અત્યાર સુધીનો સૌથી વધુ વીજ વપરાશ છે. રાજ્યમાં વીજળીની ખપત વધતાં રાજયે કેન્દ્રીય પાવર એક્સચેન્જ પાસેથી વીજળી ખરીદવાની ફરજ પડી હતી. તેમાં 800 મેગાવૉટ જેટલી વીજળી કેન્દ્રીય પાવર એક્સચેન્જ પાસેથી રાજ્ય સરકારે ખરીદી છે.

શનિવાર બાદ રવિવારે વીજ ખપતમાં ઘટાડો નોંધાયો

જો કે શનિવાર બાદ રવિવારે વીજ ખપતમાં ઘટાડો નોંધાયો હતો. તેમાં ગત રવિવારે રાજ્યમાં વીજ માગ 22,429 મેગાવૉટ રહી હતી. રાજ્યમાં હિટવેવ ચાલુ રહેતા વર્તમાન સિઝનની સર્વોચ્ચ વીજ માગ નોંધાઇ હતી. જે 24 કલાકમાં 889 મે.વો.નો વધારો દર્શાવે છે. કૃષિ વીજ માગમાં વધારો અને હિટ વેવની ઇફેક્ટના કારણે વીજ માગ આ સિઝનની નવી સર્વોચ્ચ સપાટીએ પહોંચી હતી. આગામી જૂન માસમાં વીજ માગ 25200-25500 મે.વો.ની સપાટીએ પહોંચે તેવું અનુમાન મુકાયું છે.

રાજ્યમાં આ વર્ષે હિટવેવના પગલે ઘરગથ્થુ વીજ માગ પણ વધી

1લી મેના રોજ રાજ્યમાં 21795 મે.વો.વીજ માગ સામે 236 3 મે.વો.નો વધારો જોવા મળ્યો હતો. રાજ્યમાં આ વર્ષે હિટવેવના પગલે ઘરગથ્થુ વીજ માગ પણ વધી રહી છે. બીજી તરફ ઔદ્યોગિક વીજ માગની સાથે સાથે કૃષિ વીજ માગ પણ વધી છે. આ વર્ષે રાજ્યના ઘણા શહેરોમાં ઉષ્ણતામાનનો પારો 40 ડિગ્રી ઉપરાંત રહ્યો છે. જેના પગલે નાગરિકોએ એરકુલર, ઇલે.પંખા સહિતના વીજ ઉપકરણોનો વપરાશ વધાર્યો છે. ગતવર્ષે 1લી નવેમ્બરના રોજ વીજ માંગ ઐતિહાસિક સપાટીએ રહી હતી. આ વીજ માગ 24544 મે.વો.ની સપાટીએ રહી હતી.

હાલમાં ઉનાળુ પાકને બચાવવા માટે વીજ માગ સતત વધી રહી છે

ત્યારે હવે ગત વર્ષની સપાટીથી 84 મે.વો. જ ઓછી રહી હતી. રાજ્યમાં કુલ વીજ માગમાં ઔદ્યોગિક વીજ માગ 50 ટકા હોય છે. જ્યારે કૃષિ વીજ માગ 25 ટકા હોય છે. આ સિવાય ઘરગથ્થુ સહિતના વિવિધ વીજ ગ્રાહકોની વીજ માગ હોય છે. હાલમાં ઉનાળુ પાકને બચાવવા માટે વીજ માગ સતત વધી રહી છે, તેની અસર પણ કુલ વીજ માગમાં જોવા મળે છે.