દેવભૂમિ દ્વારકામાં પ્રદૂષણ મામલે HCએ GPCBને રૂ.20 લાખનો દંડ ફટકાર્યો

ગંભીર પ્રદૂષણ ફેલાવનાર કંપની RSPL સામે પગલાં ભરવામાં GPCB નિષ્ફળપ્રદૂષણના કારણે સ્થાનિક ખેડૂતોની જમીન, ખેતી નષ્ટ થઈ, તેના નુકસાન પેટે દંડ ખર્ચ પેટે દંડની આ 20 લાખની રકમ અરજદાર ખેડૂતોને ચૂકવવા GPCB ફરમાન દેવભૂમિ દ્વારકા ખાતે જોખમી પ્રદૂષિત એફ્લુઅન્ટ છોડી હવા, જમીન અને પાણીનું મોટાપાયે પ્રદૂષણ ફેલાવનાર આરએસપીએલ કંપની વિરૂદ્ધ યોગ્ય અને આકરા પગલાં નહી લેનાર ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના સત્તાવાળાઓનો ગુજરાત હાઇકોર્ટના ચીફ્ જસ્ટિસની ખંડપીઠે ઉધડો લઇ નાંખ્યો હતો અને ફરજમાં ગંભીર નિષ્કાળજી દાખવવા બદલ જીપીસીબીને 20 લાખ રૂપિયાનો દંડ ફ્ટકાર્યો હતો. ચીફ્ જસ્ટિસની ખંડપીઠે કંપની દ્વારા ફેલાવાતા જોખમી એફ્લુઅન્ટ અને પ્રદૂષણના કારણે જે સ્થાનિક ખેડૂતોની જમીન અને ખેતી નષ્ટ થઇ ગઇ છે તેના નુકસાન પેટે અને માનસિક ત્રાસ અને કોર્ટ કાર્યવાહી કરવી પડી તેના ખર્ચ પેટે દંડની આ 20 લાખની રકમ અરજદાર ખેડૂતોને ચૂકવવા GPCB ફરમાન કરાયું હતું.  આ ઉપરાંત GPCB ના ચેરમેનને આ સમગ્ર પ્રકરણમાં કસૂરવાર અધિકારીઓની જવાબદારી નક્કી કરી તેમની વિરૂદ્ધ ઇન્કવાયરી કરવા પણ હુકમ કર્યો હતો. જે કસૂરવાર અધિકારીઓએ નિષ્કાળજી દાખવી છે તેમના ખિસ્સામાંથી દંડની આ રકમ વસૂલવાની રહેશે. હાઇકોર્ટે અરજદાર ખેડૂતોની જમીન ફરીથી ખેતીલાયક બની શકે તે હેતુસર ડીડીયુ, નડિયાદના રિપોર્ટ અને ભલામણોનું પણ પાલન કરવા પણ જીપીસીબીને હુકમ કર્યો હતો. અરજદાર ખેડૂતો તરફ્થી કરાયેલી રિટ અરજીમાં એડવોકેટ અન્શીન દેસાઇએ રજૂઆત કરતાં જણાવ્યું હતું કે, દેવભૂમિ દ્વારકાના કરુંગા ગામે અરજદારોના ખેતરો અને જમીનની નજીક આરએસપીએલ લિ. કંપની દ્વારા સોડા-એશ માટેનો પ્લાન્ટ ઉભો કર્યો હતો. કંપની દ્વારા તેનું જોખમી અને કેમિકલયુકત એફ્લુઅન્ટ અને પ્રદૂષિત પાણી સીધુ એક કિમી દૂર દરિયાઇ પટ્ટામાં અને આસપાસની જમીનોમાં છોડાતુ હતું. ખાસ કરીને એફ્લુઅન્ટના નિકાલ માટે જે કેનાલ બનાવાઇ હતી, તે પણ તૂટી જતાં તેની જાળવણી નહોતી કરાતી અને તેના કારણે બધુ પ્રદૂષિત પાણી આસપાસના ખેતરો અને અરજદારોની જમીનમાં ભરાઇ જતા હતા. જેના કારણે તેમની જમીનો બિનફ્ળદ્રુપ અને બિનઉપજાઉ બની ગઇ હતી. આ અંગે અરજદારો છેક 2016-17થી GPCB સહિતના સત્તાધીશોને રજૂઆતો કરી તાત્કાલિક અસરકારક પગલાં લેવા માંગણી કરી હતી પરંતુ GPCB દ્વારા માત્ર નોટિસો આપી, દંડ કરવા સિવાયની કોઇ કાર્યવાહી કરાઇ નથી. GPCB ના અધિકારીઓ ચાર-ચાર વર્ષો સુધી કેમ બિનકાર્યક્ષમ રહ્યા..? : હાઈકોર્ટ હાઇકોર્ટે જીપીસીબીને બહુ વેધક સવાલો કર્યા હતા કે, અરજદારોની વારંવારની રજૂઆત અને પરિસ્થિતની જાણ હોવાછતાં જીપીસીબીના અધિકારીઓ કેમ ચાર-ચાર વર્ષો સુધી કેમ બિનકાર્યક્ષમ રહ્યા..? એ વખતે કેમ કોઇ આકરી કાર્યવાહી ના કરી...? અરજદારો હાઇકોર્ટમાં આવ્યા અને તેમની ખેતીની જમીન બિનફ્ળદ્રુપ અને નષ્ટ થઇ ગઇ ત્યારબાદ અદાલતની દરમ્યાનગીરી અને નિર્દેશો બાદ તમે જાગ્યા છો...? તે સ્પષ્ટ કરે છે તે જીપીસીબીના અધિકારીઓએ ફરજમાં બહુ ગંભીર નિષ્કાળજી અને ઉદાસીનતા દાખવી છે. હાઇકોર્ટે જીપીસીબીના અધિકારીઓની ફરજ નિષ્કાળજીની બહુ ગંભીર નોંધ લીધી છે.

દેવભૂમિ દ્વારકામાં પ્રદૂષણ મામલે HCએ GPCBને રૂ.20 લાખનો દંડ ફટકાર્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ગંભીર પ્રદૂષણ ફેલાવનાર કંપની RSPL સામે પગલાં ભરવામાં GPCB નિષ્ફળ
  • પ્રદૂષણના કારણે સ્થાનિક ખેડૂતોની જમીન, ખેતી નષ્ટ થઈ, તેના નુકસાન પેટે દંડ
  • ખર્ચ પેટે દંડની આ 20 લાખની રકમ અરજદાર ખેડૂતોને ચૂકવવા GPCB ફરમાન

દેવભૂમિ દ્વારકા ખાતે જોખમી પ્રદૂષિત એફ્લુઅન્ટ છોડી હવા, જમીન અને પાણીનું મોટાપાયે પ્રદૂષણ ફેલાવનાર આરએસપીએલ કંપની વિરૂદ્ધ યોગ્ય અને આકરા પગલાં નહી લેનાર ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના સત્તાવાળાઓનો ગુજરાત હાઇકોર્ટના ચીફ્ જસ્ટિસની ખંડપીઠે ઉધડો લઇ નાંખ્યો હતો અને ફરજમાં ગંભીર નિષ્કાળજી દાખવવા બદલ જીપીસીબીને 20 લાખ રૂપિયાનો દંડ ફ્ટકાર્યો હતો. ચીફ્ જસ્ટિસની ખંડપીઠે કંપની દ્વારા ફેલાવાતા જોખમી એફ્લુઅન્ટ અને પ્રદૂષણના કારણે જે સ્થાનિક ખેડૂતોની જમીન અને ખેતી નષ્ટ થઇ ગઇ છે તેના નુકસાન પેટે અને માનસિક ત્રાસ અને કોર્ટ કાર્યવાહી કરવી પડી તેના ખર્ચ પેટે દંડની આ 20 લાખની રકમ અરજદાર ખેડૂતોને ચૂકવવા GPCB ફરમાન કરાયું હતું.

 આ ઉપરાંત GPCB ના ચેરમેનને આ સમગ્ર પ્રકરણમાં કસૂરવાર અધિકારીઓની જવાબદારી નક્કી કરી તેમની વિરૂદ્ધ ઇન્કવાયરી કરવા પણ હુકમ કર્યો હતો. જે કસૂરવાર અધિકારીઓએ નિષ્કાળજી દાખવી છે તેમના ખિસ્સામાંથી દંડની આ રકમ વસૂલવાની રહેશે. હાઇકોર્ટે અરજદાર ખેડૂતોની જમીન ફરીથી ખેતીલાયક બની શકે તે હેતુસર ડીડીયુ, નડિયાદના રિપોર્ટ અને ભલામણોનું પણ પાલન કરવા પણ જીપીસીબીને હુકમ કર્યો હતો. અરજદાર ખેડૂતો તરફ્થી કરાયેલી રિટ અરજીમાં એડવોકેટ અન્શીન દેસાઇએ રજૂઆત કરતાં જણાવ્યું હતું કે, દેવભૂમિ દ્વારકાના કરુંગા ગામે અરજદારોના ખેતરો અને જમીનની નજીક આરએસપીએલ લિ. કંપની દ્વારા સોડા-એશ માટેનો પ્લાન્ટ ઉભો કર્યો હતો. કંપની દ્વારા તેનું જોખમી અને કેમિકલયુકત એફ્લુઅન્ટ અને પ્રદૂષિત પાણી સીધુ એક કિમી દૂર દરિયાઇ પટ્ટામાં અને આસપાસની જમીનોમાં છોડાતુ હતું. ખાસ કરીને એફ્લુઅન્ટના નિકાલ માટે જે કેનાલ બનાવાઇ હતી, તે પણ તૂટી જતાં તેની જાળવણી નહોતી કરાતી અને તેના કારણે બધુ પ્રદૂષિત પાણી આસપાસના ખેતરો અને અરજદારોની જમીનમાં ભરાઇ જતા હતા. જેના કારણે તેમની જમીનો બિનફ્ળદ્રુપ અને બિનઉપજાઉ બની ગઇ હતી. આ અંગે અરજદારો છેક 2016-17થી GPCB સહિતના સત્તાધીશોને રજૂઆતો કરી તાત્કાલિક અસરકારક પગલાં લેવા માંગણી કરી હતી પરંતુ GPCB દ્વારા માત્ર નોટિસો આપી, દંડ કરવા સિવાયની કોઇ કાર્યવાહી કરાઇ નથી.

GPCB ના અધિકારીઓ ચાર-ચાર

વર્ષો સુધી કેમ બિનકાર્યક્ષમ રહ્યા..? : હાઈકોર્ટ

હાઇકોર્ટે જીપીસીબીને બહુ વેધક સવાલો કર્યા હતા કે, અરજદારોની વારંવારની રજૂઆત અને પરિસ્થિતની જાણ હોવાછતાં જીપીસીબીના અધિકારીઓ કેમ ચાર-ચાર વર્ષો સુધી કેમ બિનકાર્યક્ષમ રહ્યા..? એ વખતે કેમ કોઇ આકરી કાર્યવાહી ના કરી...? અરજદારો હાઇકોર્ટમાં આવ્યા અને તેમની ખેતીની જમીન બિનફ્ળદ્રુપ અને નષ્ટ થઇ ગઇ ત્યારબાદ અદાલતની દરમ્યાનગીરી અને નિર્દેશો બાદ તમે જાગ્યા છો...? તે સ્પષ્ટ કરે છે તે જીપીસીબીના અધિકારીઓએ ફરજમાં બહુ ગંભીર નિષ્કાળજી અને ઉદાસીનતા દાખવી છે. હાઇકોર્ટે જીપીસીબીના અધિકારીઓની ફરજ નિષ્કાળજીની બહુ ગંભીર નોંધ લીધી છે.