માતા અને બે પુત્રોએ ફ્લેટ વેચાણના નામે રૂપિયા ૪૦ લાખની છેતરપિંડી કરી

અમદાવાદ, શુક્રવારશહેરના ઘાટલોડિયામાં આવેલાં એક ફ્લેટનો સોદો કરીને મોર્ગેજ  લોન ભરપાઇ કરવા માટેનું કહીને ૪૦ લાખ રૂપિયા લીધા બાદ માતા અને તેના બે  પુત્રોએ વેચાણ દસ્તાવેજ નહી કરીને છેતરપિંડી આચરી હતી. એટલુ  જ નહી આ ટોળકીએ અગાઉ પણ ફ્લેટ વેચાણ કરવાનું કહીને મુંબઇની એક વ્યક્તિ પાસેથી બાનાખાન અને બાકી લોન પુર્ણ કરવાના નામે નાણાં પડાવ્યા હતા.  આ અંગે ઘાટલોડિયા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.ઘાટલોડિયા સી પી નગર પાસે આવેલા સૌદર્ય એપાર્ટમેન્ટમાં રહેતા હેમાંગી રાવલે  ફરિયાદ નોંધાવી છે કે  તે અગાઉ સરદાર પટેલ નગરમાં ભાડેથી રહેતા હતા. તે સમયે તેમને મકાન ખરીદી કરવાનું હોવાથી જાન્યુઆરી ૨૦૨૪માં એક બ્રોકરની મદદથી નજીકમાં આવેલા સૌદર્ય એપાર્ટમેન્ટમાં રહેતા દેવીબેન જોષીનો ફ્લેટ જોવા માટે ગયા હતા. જ્યાં દેવીબેનના પુત્ર  જયમીન અને કૃણાલ પણ હતા.  આ ફ્લેટ પસંદ આવતા ૪૦ લાખમાં સોદો નક્કી થયો હતો.જો કે દેવીબેન જોષીએ જણાવ્યું હતું કે  તેમણે આ ફ્લેટ પર ૨૩ લાખની લોન લીધી છે. જે ભરપાઇ થઇ જાય પછી દસ્તાવેજ બેંકમાંથી છોડાવી આપશે. જેથી બાનાખાત કરીને તબક્કાવાર ૪૦ લાખ રૂપિયા લઇ લીધા હતા. પરંતુ, દસ્તાવેજ બેંકમાંથી છોડાવ્યા વિના જ ફ્લેટની ચાવી હેમાંગીબેનને આપી દીધી હતી. જે બાદ તેમણે દસ્તાવેજ કરવામાં બહાના બતાવ્યા હતા અને જણાવ્યું હતું કે  તેમણે અગાઉ આપેલા ચેકથી કેટલાંક લોકોએ બંકમાંથી નાણાં ઉપાડી લીધા હતા. જેથી જે હાલ બેંકની બાકી લોન ચુકવી શકે તેમ નથી. જો કે બાદમાં હેમાંગીબેનને જાણવા મળ્યું હતું કે  દેવીબેન અને તેમના બંને પુત્રોએ સાથે મળીને અગાઉ પણ  અન્ય પાર્ટીને ફ્લેટ વેચાણે આપ્યો હતો. સાથેસાથે અન્ય લોકો સાથે પણ છેતરપિંડી આચરી હતી.  

માતા અને બે પુત્રોએ ફ્લેટ વેચાણના નામે રૂપિયા ૪૦ લાખની છેતરપિંડી કરી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ, શુક્રવાર

શહેરના ઘાટલોડિયામાં આવેલાં એક ફ્લેટનો સોદો કરીને મોર્ગેજ  લોન ભરપાઇ કરવા માટેનું કહીને ૪૦ લાખ રૂપિયા લીધા બાદ માતા અને તેના બે  પુત્રોએ વેચાણ દસ્તાવેજ નહી કરીને છેતરપિંડી આચરી હતી. એટલુ  જ નહી આ ટોળકીએ અગાઉ પણ ફ્લેટ વેચાણ કરવાનું કહીને મુંબઇની એક વ્યક્તિ પાસેથી બાનાખાન અને બાકી લોન પુર્ણ કરવાના નામે નાણાં પડાવ્યા હતા.  આ અંગે ઘાટલોડિયા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.ઘાટલોડિયા સી પી નગર પાસે આવેલા સૌદર્ય એપાર્ટમેન્ટમાં રહેતા હેમાંગી રાવલે  ફરિયાદ નોંધાવી છે કે  તે અગાઉ સરદાર પટેલ નગરમાં ભાડેથી રહેતા હતા. તે સમયે તેમને મકાન ખરીદી કરવાનું હોવાથી જાન્યુઆરી ૨૦૨૪માં એક બ્રોકરની મદદથી નજીકમાં આવેલા સૌદર્ય એપાર્ટમેન્ટમાં રહેતા દેવીબેન જોષીનો ફ્લેટ જોવા માટે ગયા હતા. જ્યાં દેવીબેનના પુત્ર  જયમીન અને કૃણાલ પણ હતા.  આ ફ્લેટ પસંદ આવતા ૪૦ લાખમાં સોદો નક્કી થયો હતો.જો કે દેવીબેન જોષીએ જણાવ્યું હતું કે  તેમણે આ ફ્લેટ પર ૨૩ લાખની લોન લીધી છે. જે ભરપાઇ થઇ જાય પછી દસ્તાવેજ બેંકમાંથી છોડાવી આપશે. જેથી બાનાખાત કરીને તબક્કાવાર ૪૦ લાખ રૂપિયા લઇ લીધા હતા. પરંતુ, દસ્તાવેજ બેંકમાંથી છોડાવ્યા વિના જ ફ્લેટની ચાવી હેમાંગીબેનને આપી દીધી હતી. જે બાદ તેમણે દસ્તાવેજ કરવામાં બહાના બતાવ્યા હતા અને જણાવ્યું હતું કે  તેમણે અગાઉ આપેલા ચેકથી કેટલાંક લોકોએ બંકમાંથી નાણાં ઉપાડી લીધા હતા. જેથી જે હાલ બેંકની બાકી લોન ચુકવી શકે તેમ નથી. જો કે બાદમાં હેમાંગીબેનને જાણવા મળ્યું હતું કે  દેવીબેન અને તેમના બંને પુત્રોએ સાથે મળીને અગાઉ પણ  અન્ય પાર્ટીને ફ્લેટ વેચાણે આપ્યો હતો. સાથેસાથે અન્ય લોકો સાથે પણ છેતરપિંડી આચરી હતી.