અધિકારીઓ એરકન્ડિશન્ડ ઓફિસમાં બેસી,મગજ બંધકરી સિંહોનાં મોતની તપાસ કરતા લાગેછે :HC

સિંહોના મોત મામલે વનવિભાગ અને રેલવે ઓથોરીટીના ખુલાસાથી હાઈકોર્ટ નારાજએક જ મહિનામાં ત્રણ સિંહોનાં મોત છતાં વન કે રેલવે વિભાગે યોગ્ય તપાસ કરી જ નથી સિંહોના મોત મામલે ત્રણ કર્મચારીઓના નિવેદન નોંધવામાં આવ્યા હતાગીરના જંગલ-અભયારણ્ય ક્ષેત્રમાં સિંહોના મોત મામલે ગુજરાત હાઇકોર્ટ દ્વારા દાખલ કરાયેલી જાહેર હિતની અરજીની સુનાવણી દરમિયાન જાન્યુઆરી મહિનામાં ત્રણ સિંહોનાં મોતને લઇ હાઇકોર્ટે માંગેલા ઇન્કવાયરી રિપોર્ટ અનુસંધાનમાં વનવિભાગ અને રેલ્વે ઓથોરીટી દ્વારા ખુલાસા અને જવાબથી હાઇકોર્ટના ચીફ્ જસ્ટિસની ખંડપીઠે ભારે અસંતોષ વ્યકત કર્યો હતો. ચીફ્ જસ્ટિસની ખંડપીઠે ટકોર કરી હતી કે, એક જ મહિનામાં ત્રણ સિંહોના ટ્રેન અકસ્માતમાં મૃત્યુની ઘટના નોંધાવા છતાં તેની ગંભીરતા ધ્યાને લીધા વિના રેલવે ઓથોરિટી કે વનવિભાગે યોગ્ય તપાસ કરી નથી. અધિકારીઓએ જાતે કોઇ જ પગલાં લીધા નથી. ઉચ્ચ અધિકારીઓ એરકન્ડિશન્ડ ઓફ્સિમાં બેસીને મગજનો ઉપયોગ કર્યા વિના કામ કરતાં હોય તેમ જણાય છે.હાઇકોર્ટે આ સમગ્ર મામલે હવે રેલ્વે વિભાગ અને વન વિભાગના સેક્રેટરીના વડપણ હેઠળ ઉચ્ચ સ્તરીય સમિતિ નીમી તપાસ કરાવવાની ચીમકી ઉચ્ચારી હતી. સિંહોનાં મોત મામલે હાઇકોર્ટે માંગેલા ઇન્કવાયરી રિપોર્ટ અનુસંધાનમાં રેલ્વે અને વન વિભાગ દ્વારા રિપોર્ટ રજૂ કરાયો હતો. જો કે, હાઇકોર્ટે આ તપાસ અહેવાલને અસ્પષ્ટ અને ઢાંકપિછોડાના પ્રયાસ સમાન ગણાવ્યો હતો. સત્તાવાળાઓ દ્વારા રિપોર્ટમાં જણાવાયું કે, સિંહોના મોત મામલે ત્રણ કર્મચારીઓના નિવેદન નોંધવામાં આવ્યા હતા અને એક સિંહ ટ્રેકરને નોકરીમાંથી પાણીચું આપી દેવાયું છે, જેથી હાઇકોર્ટે માર્મિક ટકોર કરી હતી કે, નાના કર્મચારીને નોકરીમાંથી કાઢવાનો કોઇ અર્થ નથી. વાસ્તવમાં આ મામલામાં ઉચ્ચ અધિકારીઓની પણ એટલીજ જવાબદારી બને છે. શિસ્ત સંબંધી પગલાં નહી, સિંહોનાં મોત થયા તે પાછળ અકસ્માતના કયા કારણો છે અને ભવિષ્યમાં આ પ્રકારની ઘટનાઓ ના બને તે માટેના પગલાંની વાત રજૂ કરવાની હોય. તમે રમત રમી રહ્યા હોય એવું જણાઇ રહ્યું છે કારણ કે, રિપોર્ટમાં સિંહોના મોત કેમ થયા અને કયા કારણ કે પરિબળ તેમાં જવાબદાર છે તે સ્પષ્ટ થતુ નથી. રેલવે વિભાગ અને વન વિભાગ વચ્ચે સંકલનનો અભાવ હાઇકોર્ટે ડિવીઝનલ રેલ્વે મેનેજરને ગીર જંગલ વિસ્તારમાં ખાસ કરીને રેલવે ટ્રેક પરની વનસ્પતિઓ દૂર કરવા અને ફેન્સિંગ રિપેર કરવા હુકમ કર્યો હતો. દરમિયાન કોર્ટ સહાય હેમાંગ શાહે અદાલતનું ધ્યાન દોર્યું હતું કે, સત્તાવાળાઓના જવાબમાં સિંહોના મોત મામલે કોઇ ચોક્કસ સ્પષ્ટતા કે જવાબ રજૂ થયો નથી. ખરેખર તો સિંહોના મોત અટકાવવા અને ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ના થાય તેવી યોજના અમલી બનાવવાની છે પરંતુ રેલ્વે વિભાગ અને વન વિભાગ વચ્ચે સંકલનનો અભાવ વર્તાય છે, તેના કારણે કોઇ સ્પષ્ટ આયોજન સામે આવતું નથી. રેલ્વે ઓથોરિટીના સોગંદનામાંમાં જ જણાવાયું છે કે, સિંહોની હલચલ અંગે વન વિભાગ તરફ્થી તેમને કોઇ માહિતી કે ઇનપુટ્સ આપવામાં આવ્યા ન હતા. આમ, બંને વિભાગ વચ્ચે સંકલનનો બિલકુલ અભાવ છે. હાઇકોર્ટે આ વાતની ગંભીર નોંધ લીધી હતી. સિંહોની સુરક્ષા અને તેમનું સંવર્ધન જરૂરીઃ કોર્ટ સહાયક કોર્ટ સહાયકે અદાલતનું એ મુદ્દે પણ ધ્યાન દોર્યું કે, અગાઉ સત્તાવાળાઓની ઓગસ્ટ-2023ની બેઠકમાં ટ્રેનની સ્પીડ 20 કિ.મી રાખવાની વાત હતી પરંતુ તાજેતરમાં જે નવી એસઓપી રેલ્વે ઓથોરીટી દ્વારા જારી કરવામાં આવી છે, તેમાં ટ્રેનની સ્પીડ 30 થી 40 કિમી રાખવાની વાત કરી છે તો આ તો ટ્રેનની સ્પીડ ઉલ્ટાની ડબલ કરી દેવાઇ છે. ટ્રેનની વાસ્તવિક સ્પીડ અંગે કોઇ જ સાચો ફેડ પાડવામાં આવતો નથી. વળી, અમરેલી-ખીજડીયા વચ્ચેનું અંતર માત્ર 16 કિલોમીટર છે અને તેના બ્રોડગેજ પ્રોજેકટ પાછળ સત્તાવાળાઓ રૂ.173 કરોડથી વધુનો ખર્ચ કરવા જઇ રહી છે પરંતુ તેનાથી કંઇ વળવાનું નથી. જે ત્રણ અકસ્માતો થયા તે પીપાવા-લીલીયા વચ્ચેના રેલ્વે ટ્રેક પર થયા છે, જે બ્રોડગેજના છે, તેથી આવા અકસ્માતો અટકાવવાના પગલાં લેવાવા જરૂરી છે. બિનજરૂરી બ્રોડગેજ લાઇન રૂપાંતરિત કરવાનો કોઇ અર્થ નથી. સિંહોની સુરક્ષા અને તેમનું સંવર્ધન જરૂરી છે, બીજી બાબતો ગૌણ બની જાય છે.

અધિકારીઓ એરકન્ડિશન્ડ ઓફિસમાં બેસી,મગજ બંધકરી સિંહોનાં મોતની તપાસ કરતા લાગેછે :HC

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સિંહોના મોત મામલે વનવિભાગ અને રેલવે ઓથોરીટીના ખુલાસાથી હાઈકોર્ટ નારાજ
  • એક જ મહિનામાં ત્રણ સિંહોનાં મોત છતાં વન કે રેલવે વિભાગે યોગ્ય તપાસ કરી જ નથી
  • સિંહોના મોત મામલે ત્રણ કર્મચારીઓના નિવેદન નોંધવામાં આવ્યા હતા

ગીરના જંગલ-અભયારણ્ય ક્ષેત્રમાં સિંહોના મોત મામલે ગુજરાત હાઇકોર્ટ દ્વારા દાખલ કરાયેલી જાહેર હિતની અરજીની સુનાવણી દરમિયાન જાન્યુઆરી મહિનામાં ત્રણ સિંહોનાં મોતને લઇ હાઇકોર્ટે માંગેલા ઇન્કવાયરી રિપોર્ટ અનુસંધાનમાં વનવિભાગ અને રેલ્વે ઓથોરીટી દ્વારા ખુલાસા અને જવાબથી હાઇકોર્ટના ચીફ્ જસ્ટિસની ખંડપીઠે ભારે અસંતોષ વ્યકત કર્યો હતો. ચીફ્ જસ્ટિસની ખંડપીઠે ટકોર કરી હતી કે, એક જ મહિનામાં ત્રણ સિંહોના ટ્રેન અકસ્માતમાં મૃત્યુની ઘટના નોંધાવા છતાં તેની ગંભીરતા ધ્યાને લીધા વિના રેલવે ઓથોરિટી કે વનવિભાગે યોગ્ય તપાસ કરી નથી. અધિકારીઓએ જાતે કોઇ જ પગલાં લીધા નથી. ઉચ્ચ અધિકારીઓ એરકન્ડિશન્ડ ઓફ્સિમાં બેસીને મગજનો ઉપયોગ કર્યા વિના કામ કરતાં હોય તેમ જણાય છે.

હાઇકોર્ટે આ સમગ્ર મામલે હવે રેલ્વે વિભાગ અને વન વિભાગના સેક્રેટરીના વડપણ હેઠળ ઉચ્ચ સ્તરીય સમિતિ નીમી તપાસ કરાવવાની ચીમકી ઉચ્ચારી હતી.

સિંહોનાં મોત મામલે હાઇકોર્ટે માંગેલા ઇન્કવાયરી રિપોર્ટ અનુસંધાનમાં રેલ્વે અને વન વિભાગ દ્વારા રિપોર્ટ રજૂ કરાયો હતો. જો કે, હાઇકોર્ટે આ તપાસ અહેવાલને અસ્પષ્ટ અને ઢાંકપિછોડાના પ્રયાસ સમાન ગણાવ્યો હતો. સત્તાવાળાઓ દ્વારા રિપોર્ટમાં જણાવાયું કે, સિંહોના મોત મામલે ત્રણ કર્મચારીઓના નિવેદન નોંધવામાં આવ્યા હતા અને એક સિંહ ટ્રેકરને નોકરીમાંથી પાણીચું આપી દેવાયું છે, જેથી હાઇકોર્ટે માર્મિક ટકોર કરી હતી કે, નાના કર્મચારીને નોકરીમાંથી કાઢવાનો કોઇ અર્થ નથી. વાસ્તવમાં આ મામલામાં ઉચ્ચ અધિકારીઓની પણ એટલીજ જવાબદારી બને છે. શિસ્ત સંબંધી પગલાં નહી, સિંહોનાં મોત થયા તે પાછળ અકસ્માતના કયા કારણો છે અને ભવિષ્યમાં આ પ્રકારની ઘટનાઓ ના બને તે માટેના પગલાંની વાત રજૂ કરવાની હોય. તમે રમત રમી રહ્યા હોય એવું જણાઇ રહ્યું છે કારણ કે, રિપોર્ટમાં સિંહોના મોત કેમ થયા અને કયા કારણ કે પરિબળ તેમાં જવાબદાર છે તે સ્પષ્ટ થતુ નથી.

રેલવે વિભાગ અને વન વિભાગ વચ્ચે સંકલનનો અભાવ

હાઇકોર્ટે ડિવીઝનલ રેલ્વે મેનેજરને ગીર જંગલ વિસ્તારમાં ખાસ કરીને રેલવે ટ્રેક પરની વનસ્પતિઓ દૂર કરવા અને ફેન્સિંગ રિપેર કરવા હુકમ કર્યો હતો. દરમિયાન કોર્ટ સહાય હેમાંગ શાહે અદાલતનું ધ્યાન દોર્યું હતું કે, સત્તાવાળાઓના જવાબમાં સિંહોના મોત મામલે કોઇ ચોક્કસ સ્પષ્ટતા કે જવાબ રજૂ થયો નથી. ખરેખર તો સિંહોના મોત અટકાવવા અને ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ના થાય તેવી યોજના અમલી બનાવવાની છે પરંતુ રેલ્વે વિભાગ અને વન વિભાગ વચ્ચે સંકલનનો અભાવ વર્તાય છે, તેના કારણે કોઇ સ્પષ્ટ આયોજન સામે આવતું નથી. રેલ્વે ઓથોરિટીના સોગંદનામાંમાં જ જણાવાયું છે કે, સિંહોની હલચલ અંગે વન વિભાગ તરફ્થી તેમને કોઇ માહિતી કે ઇનપુટ્સ આપવામાં આવ્યા ન હતા. આમ, બંને વિભાગ વચ્ચે સંકલનનો બિલકુલ અભાવ છે. હાઇકોર્ટે આ વાતની ગંભીર નોંધ લીધી હતી.

સિંહોની સુરક્ષા અને તેમનું સંવર્ધન જરૂરીઃ કોર્ટ સહાયક

કોર્ટ સહાયકે અદાલતનું એ મુદ્દે પણ ધ્યાન દોર્યું કે, અગાઉ સત્તાવાળાઓની ઓગસ્ટ-2023ની બેઠકમાં ટ્રેનની સ્પીડ 20 કિ.મી રાખવાની વાત હતી પરંતુ તાજેતરમાં જે નવી એસઓપી રેલ્વે ઓથોરીટી દ્વારા જારી કરવામાં આવી છે, તેમાં ટ્રેનની સ્પીડ 30 થી 40 કિમી રાખવાની વાત કરી છે તો આ તો ટ્રેનની સ્પીડ ઉલ્ટાની ડબલ કરી દેવાઇ છે. ટ્રેનની વાસ્તવિક સ્પીડ અંગે કોઇ જ સાચો ફેડ પાડવામાં આવતો નથી. વળી, અમરેલી-ખીજડીયા વચ્ચેનું અંતર માત્ર 16 કિલોમીટર છે અને તેના બ્રોડગેજ પ્રોજેકટ પાછળ સત્તાવાળાઓ રૂ.173 કરોડથી વધુનો ખર્ચ કરવા જઇ રહી છે પરંતુ તેનાથી કંઇ વળવાનું નથી. જે ત્રણ અકસ્માતો થયા તે પીપાવા-લીલીયા વચ્ચેના રેલ્વે ટ્રેક પર થયા છે, જે બ્રોડગેજના છે, તેથી આવા અકસ્માતો અટકાવવાના પગલાં લેવાવા જરૂરી છે. બિનજરૂરી બ્રોડગેજ લાઇન રૂપાંતરિત કરવાનો કોઇ અર્થ નથી. સિંહોની સુરક્ષા અને તેમનું સંવર્ધન જરૂરી છે, બીજી બાબતો ગૌણ બની જાય છે.