Gujarat Universityમાં 3 અધ્યાપકોએ એડમિશન કામગીરી કરવાનો કર્યો ઇન્કાર

ગુજરાત યુનિવર્સિટીમાં અધ્યાપકોનો વિવાદ આવ્યો સામે ગુજરાત યુનિ.માં પહેલીવાર કોમન એડમિશનની પ્રકિયાનો નિર્ણય કોમર્સમાંથી સિનિયર પ્રોફેસરે પ્રવેશથી પ્રવેશ કામગીરી કરવાનો ઇન્કાર કર્યો છે ગુજરાત યુનિવર્સિટીમાં આગામી દિવસોમાં થનારી પ્રવેશ પ્રક્રિયાને લઇને પ્રવેશ સમિતિમાં અધ્યાપકોની નિમણૂક કરવામાં આવી હતી. જોકે, કોમર્સ, સાયન્સ અને આર્ટસ સહિતની પ્રવેશ સમિતિમાં અગાઉ જે પ્રોફેસર સમિતિના મુખ્ય સભ્ય એટલે કે કો-ઓર્ડિનેટર તરીકે કાર્યરત હતા તે પૈકી ત્રણ પ્રોફેસરોએ હાલ કામ કરવાની અનિચ્છા દર્શાવતાં અન્ય અધ્યાપકોને જવાબદારી સોંપવી પડે અથવા તો બાકી રહેલા સભ્યોની કામગીરી ચલાવવી પડે તેવી સ્થિતિ ઉભી થઇ છે. અધ્યાપકોએ કામ કરવાની ઈચ્છા ના દર્શાવી ધો.12 સાયન્સ, કોમર્સ અને આર્ટસના પરિણામ પછી હાલમાં કોમન એડમિશન પોર્ટલ પર રજિસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. બીજીબાજુ દરેક યુનિવર્સિટીઓને પણ સ્વતંત્ર પ્રવેશ સમિતિની બનાવીને આગળની કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે. યુનિવર્સિટીમાં છેલ્લા કેટલાય સમયથી ચાલતી અનિશ્ચિતતાભરી કાર્યપ્રણાલીના કારણે હાલમાં કોમર્સમાંથી સિનિયર પ્રોફેસરે પ્રવેશની કામગીરી કરવાની અસમર્થતા દર્શાવી દીધી હતી. આજ રીતે ગતવર્ષે આર્ટસ કોલેજમાં પ્રવેશ માટેની કાર્યવાહી કરનારા સિનિયર પ્રોફેસરે પણ આ વર્ષે પ્રવેશ સમિતિમાં રહેવા ઇન્કાર કરી દીધો હતો. મહત્વની વાત એ કે, યુનિવર્સિટીના સાયન્સ વિભાગના જ સિનિયર અધ્યાપકે સાયન્સ કોલેજોમાં પ્રવેશની કાર્યવાહી કરવા અસમર્થતાં દર્શાવી દીધી છે.નારાજગીનો વિવાદ વધ્યો પ્રવેશ સમિતિની કાર્યવાહી શરૂ થાય તે પહેલા જ ગતવર્ષે કામગીરી કરનારા અધ્યાપકોએ જુદા જુદા કારણોસર કામગીરી થઇ શકશે નહી તેવુ કહીને દૂર થઇ જતાં આગામી દિવસોમાં મુશ્કેલી ઉભી થાય તેમ છે.ચાલુવર્ષે કોમન રજિસ્ટ્રેશનના કારણે વિદ્યાર્થી-વાલીઓમાં ભારે વિરોધાભાસ જોવા મળી રહ્યો છે. આ સ્થિતિમાં સિનિયર અધ્યાપકોએ પ્રવેશ સમિતિમાં કામગીરી કરવા ઇન્કાર કરતાં હવે જૂનિયર અધ્યાપકો અથવા તો અગાઉ પ્રવેશ સમિતિમાં સહાયક તરીકેની કામગીરી કરતાં અધ્યાપકો માટે મોટી જવાબદારી આવી પડી છે. પ્રવેશ પ્રક્રિયા શરૂ થઇ ચુકી છે ત્યારે યુનિવર્સિટી દ્વારા હજુસુધી પ્રવેશ સમિતિ કઇ એજન્સી દ્વારા કરવામાં આવશે તે પણ નક્કી કર્યું નથી. ગત વર્ષે એજન્સી પાસે કામગીરી કરાવી હતી અધ્યાપકો કહે છે કે, ગતવર્ષે જે એજન્સીએ પ્રવેશની કામગીરી કરી હતી તેની પાસે જ ચાલુવર્ષે પણ કામગીરી કરાવવી તેવું નક્કી થયું હતું. જોકે, કુલપતિ દ્વારા સમર્થ પોર્ટલ મારફતે કામગીરી કરવામાં આવશે તેવી જાહેરાત કર્યા બાદ હજુ સુધી છેલ્લો નિર્ણય કરવામાં આવ્યો નથી. આમ, પ્રવેશના મુદ્દે ખુદ સત્તાધીશોમાં સ્પષ્ટતા નથી. હેલ્પ સેન્ટર ચાલુ કરવામાં આવ્યું નથી ગુજરાત યુનિવર્સિટી સહિત રાજ્યની સરકારી યુનિવર્સિટીમાં હજુ રજિસ્ટ્રેશન પ્રક્રિયા જ ચાલી રહી છે ત્યારે ગુજરાત યુનિવર્સિટીમાં પ્રવેશ સમિતિ ખાતે કોઈ હેલ્પ સેન્ટર શરૂ કરવામાં આવ્યું નથી. તેના કારણે અનેક વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મૂકાયા છે જ્યારે ખાનગી યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓને ઝડપથી પ્રવેશ આપવામાં આવી રહ્યા છે. જેથી, વિદ્યાર્થીઓ ખાનગી યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવી રહ્યા છે. નવી પ્રવેશ પ્રક્રિયા હોવા છતાં પ્રવેશમાં વિલંબ થઈ રહ્યો છે.

Gujarat Universityમાં 3 અધ્યાપકોએ એડમિશન કામગીરી કરવાનો કર્યો ઇન્કાર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ગુજરાત યુનિવર્સિટીમાં અધ્યાપકોનો વિવાદ આવ્યો સામે
  • ગુજરાત યુનિ.માં પહેલીવાર કોમન એડમિશનની પ્રકિયાનો નિર્ણય
  • કોમર્સમાંથી સિનિયર પ્રોફેસરે પ્રવેશથી પ્રવેશ કામગીરી કરવાનો ઇન્કાર કર્યો છે

ગુજરાત યુનિવર્સિટીમાં આગામી દિવસોમાં થનારી પ્રવેશ પ્રક્રિયાને લઇને પ્રવેશ સમિતિમાં અધ્યાપકોની નિમણૂક કરવામાં આવી હતી. જોકે, કોમર્સ, સાયન્સ અને આર્ટસ સહિતની પ્રવેશ સમિતિમાં અગાઉ જે પ્રોફેસર સમિતિના મુખ્ય સભ્ય એટલે કે કો-ઓર્ડિનેટર તરીકે કાર્યરત હતા તે પૈકી ત્રણ પ્રોફેસરોએ હાલ કામ કરવાની અનિચ્છા દર્શાવતાં અન્ય અધ્યાપકોને જવાબદારી સોંપવી પડે અથવા તો બાકી રહેલા સભ્યોની કામગીરી ચલાવવી પડે તેવી સ્થિતિ ઉભી થઇ છે.

અધ્યાપકોએ કામ કરવાની ઈચ્છા ના દર્શાવી

ધો.12 સાયન્સ, કોમર્સ અને આર્ટસના પરિણામ પછી હાલમાં કોમન એડમિશન પોર્ટલ પર રજિસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. બીજીબાજુ દરેક યુનિવર્સિટીઓને પણ સ્વતંત્ર પ્રવેશ સમિતિની બનાવીને આગળની કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે. યુનિવર્સિટીમાં છેલ્લા કેટલાય સમયથી ચાલતી અનિશ્ચિતતાભરી કાર્યપ્રણાલીના કારણે હાલમાં કોમર્સમાંથી સિનિયર પ્રોફેસરે પ્રવેશની કામગીરી કરવાની અસમર્થતા દર્શાવી દીધી હતી. આજ રીતે ગતવર્ષે આર્ટસ કોલેજમાં પ્રવેશ માટેની કાર્યવાહી કરનારા સિનિયર પ્રોફેસરે પણ આ વર્ષે પ્રવેશ સમિતિમાં રહેવા ઇન્કાર કરી દીધો હતો. મહત્વની વાત એ કે, યુનિવર્સિટીના સાયન્સ વિભાગના જ સિનિયર અધ્યાપકે સાયન્સ કોલેજોમાં પ્રવેશની કાર્યવાહી કરવા અસમર્થતાં દર્શાવી દીધી છે.

નારાજગીનો વિવાદ વધ્યો

પ્રવેશ સમિતિની કાર્યવાહી શરૂ થાય તે પહેલા જ ગતવર્ષે કામગીરી કરનારા અધ્યાપકોએ જુદા જુદા કારણોસર કામગીરી થઇ શકશે નહી તેવુ કહીને દૂર થઇ જતાં આગામી દિવસોમાં મુશ્કેલી ઉભી થાય તેમ છે.ચાલુવર્ષે કોમન રજિસ્ટ્રેશનના કારણે વિદ્યાર્થી-વાલીઓમાં ભારે વિરોધાભાસ જોવા મળી રહ્યો છે. આ સ્થિતિમાં સિનિયર અધ્યાપકોએ પ્રવેશ સમિતિમાં કામગીરી કરવા ઇન્કાર કરતાં હવે જૂનિયર અધ્યાપકો અથવા તો અગાઉ પ્રવેશ સમિતિમાં સહાયક તરીકેની કામગીરી કરતાં અધ્યાપકો માટે મોટી જવાબદારી આવી પડી છે. પ્રવેશ પ્રક્રિયા શરૂ થઇ ચુકી છે ત્યારે યુનિવર્સિટી દ્વારા હજુસુધી પ્રવેશ સમિતિ કઇ એજન્સી દ્વારા કરવામાં આવશે તે પણ નક્કી કર્યું નથી.

ગત વર્ષે એજન્સી પાસે કામગીરી કરાવી હતી

અધ્યાપકો કહે છે કે, ગતવર્ષે જે એજન્સીએ પ્રવેશની કામગીરી કરી હતી તેની પાસે જ ચાલુવર્ષે પણ કામગીરી કરાવવી તેવું નક્કી થયું હતું. જોકે, કુલપતિ દ્વારા સમર્થ પોર્ટલ મારફતે કામગીરી કરવામાં આવશે તેવી જાહેરાત કર્યા બાદ હજુ સુધી છેલ્લો નિર્ણય કરવામાં આવ્યો નથી. આમ, પ્રવેશના મુદ્દે ખુદ સત્તાધીશોમાં સ્પષ્ટતા નથી.

હેલ્પ સેન્ટર ચાલુ કરવામાં આવ્યું નથી

ગુજરાત યુનિવર્સિટી સહિત રાજ્યની સરકારી યુનિવર્સિટીમાં હજુ રજિસ્ટ્રેશન પ્રક્રિયા જ ચાલી રહી છે ત્યારે ગુજરાત યુનિવર્સિટીમાં પ્રવેશ સમિતિ ખાતે કોઈ હેલ્પ સેન્ટર શરૂ કરવામાં આવ્યું નથી. તેના કારણે અનેક વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મૂકાયા છે જ્યારે ખાનગી યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓને ઝડપથી પ્રવેશ આપવામાં આવી રહ્યા છે. જેથી, વિદ્યાર્થીઓ ખાનગી યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવી રહ્યા છે. નવી પ્રવેશ પ્રક્રિયા હોવા છતાં પ્રવેશમાં વિલંબ થઈ રહ્યો છે.