Junagadh News: બિલખામાં ગેરકાયદે અનાજનાં ગોડાઉન પર દરોડો

સરકારી અનાજનું હબ ગણાતાં બિલખામાંથી ગેરકાયદે ગોડાઉન ઝડપાયું4000 કિલો ચોખાનો જથ્થો અને 17,492 કિલો ઘઉંનો જથ્થો જપ્ત અનાજનો જથ્થો, બે બોલેરો પિકઅપ સહિત 4.86 લાખનો મુદ્દામલ કર્યો કબ્જે જૂનાગઢ જિલ્લામાં વધતી જતી સરકારી અનાજની તસ્કરીને લઈને તંત્ર હાલ હરકતમાં આવ્યું છે. ત્યારે નવ નિયુક્ત જૂનાગઢ જિલ્લાનાં પ્રાંત અધિકારી દ્વારા સરકારી અનાજનાં ગોડાઉન પર તવાઈ ફરમાવી વ્યપાક પ્રમાણમાં દરોડા પાડતાં પાદરિયા બાદ બિલખામાંથી ગેરકાયદે સરકારી અનાજનું ગોડાઉન ઝડપાયું છે. તંત્રએ ચોખા 4000 કિલો, ઘઉં 17,492 કિલો અને બે બોલેરો પીકઅપ વાહન સહિત કુલ રૂ.4,86,984 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. જૂનાગઢ જિલ્લા કલેક્ટરની સૂચના પ્રમાણે પ્રાંત અધિકારી જૂનાગઢની ટીમ દ્વારા પાદરીયા બાદ સરકારી અનાજનુ હબ ગણાતા બિલખામાં ગેરકાયદે અનાજના ગોડાઉનો પર દરોડા પાડવામાં આવ્યો છે. જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાને મળેલી બાતમીનાં આધારે કેટલાક ઈસમો જિલ્લામાં વાજબી ભાવની દુકાને મળતું અનાજ વિતરણ થયાં બાદ ઘરે-ઘરે જઈ એકત્રિત કરી તેનો ગેરકાયદેસર વ્યાપાર કરે છે. આવા વધુને વધુ કેસો શોધી સમગ્ર સિસ્ટમ તોડી પાડવા સુચના કરવામાં આવી છે. તે સબબ નિવાસી અધિક કલેકટર એન.એફ. ચૌધરીનાં માર્ગદર્શન હેઠળ પ્રાંત અધિકારી જૂનાગઢ ચરણસિંહ ગોહિલનાં નેતૃત્વ હેઠળ ગ્રામ્ય મામલતદાર લલીત ડાભી અને તેમની ટીમ દ્વારા બિલખા ખાતે મોટા પ્રમાણમાં દરોડા પાડવામાં આવ્યા હતા. અગાઉ આ ક્ષેત્રે કાર્યવાહી કરી શહેરમાંથી છકડો રીક્ષા પકડી તેના આધારે પાદરિયામાં બે મોટા ગોડાઉન પકડી પાડવામાં આવેલ હતાં અને 5.37 લાખનું ગેરકાયદે સંગ્રહ કરેલું સરકારી અનાજનો જથ્થો સીઝ કરવામાં આવેલ હતો. આ રેશનકાર્ડ ધારકોના રેશનકાર્ડની માહિતી મેળવી તેમના રેશનકાર્ડ રદ કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ તપાસમાં પકડાયેલા ફેરિયાઓની ઊંડી તપાસના અંતે સમગ્ર ધંધાનું કેન્દ્રબિંદુ બિલખા હોવા અંગેની માહિતી મળી હતી. આથી, બાતમીદારોને સાથે રાખીને મોડી સાંજે પ્રાંત, ગ્રામ્ય તથા શહેર મામલતદાર અને પોલીસને સાથે રાખીને વ્યાપક દરોડા હાથ ધર્યા હતા. આ દરમ્યાન બે મોટા સરકારી અનાજનો જથ્થો ધરાવતાં ગોડાઉન પકડી પાડયા હતા. તેઓને સદરહુ અનાજનાં જથ્થાની કાયદેસરતા બાબતે પુછપરછ કરતાં કોઈ પ્રકારના આધાર પુરાવા રજુ કર્યાં ન હતા અને ફેરીવાળાનું એકત્ર કરેલ સરકારી અનાજ હોવા બાબતે કબૂલાત આપી હતી. જે પૈકી ગોડાઉન ધારક અલારખા બોદુભાઈ મોદીને પાસેથી ઘઉં-116 બોરી, 6492 કીલો, કીં રૂ.1,68,792 અને ચોખા 70 બોરી 4000 કીલો, કિં.1,53,192 એમ મળી કુલ 3,21,984 નો જથ્થો અને ઈમ્તીયાઝ સતારભાઈ કાળવતરના ગોડાઉન ખાતેથી ઘઉં 220 બોરી, 11,000 કીલો કિં. રૂ.1,65,000 તથા અનાજના અવશેષો વાળા બે પીક અપ બોલેરો જેનાં નંબર GJ-07-TT-7077 તથા GJ-06-AX-2363 સહિતના મુદ્દામાલને સીઝ કરવામાં આવ્યો છે. તેમજ જિલ્લા કલેકટરની સૂચના પ્રમાણે જે રેશનકાર્ડ ધારકો વાજબી ભાવની દુકાનનું અનાજ ગેરકાયદે વેચી દેતા જણાશે તેઓનાં રેશનકાર્ડ રદ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

Junagadh News: બિલખામાં ગેરકાયદે અનાજનાં ગોડાઉન પર દરોડો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સરકારી અનાજનું હબ ગણાતાં બિલખામાંથી ગેરકાયદે ગોડાઉન ઝડપાયું
  • 4000 કિલો ચોખાનો જથ્થો અને 17,492 કિલો ઘઉંનો જથ્થો જપ્ત
  • અનાજનો જથ્થો, બે બોલેરો પિકઅપ સહિત 4.86 લાખનો મુદ્દામલ કર્યો કબ્જે

જૂનાગઢ જિલ્લામાં વધતી જતી સરકારી અનાજની તસ્કરીને લઈને તંત્ર હાલ હરકતમાં આવ્યું છે. ત્યારે નવ નિયુક્ત જૂનાગઢ જિલ્લાનાં પ્રાંત અધિકારી દ્વારા સરકારી અનાજનાં ગોડાઉન પર તવાઈ ફરમાવી વ્યપાક પ્રમાણમાં દરોડા પાડતાં પાદરિયા બાદ બિલખામાંથી ગેરકાયદે સરકારી અનાજનું ગોડાઉન ઝડપાયું છે. તંત્રએ ચોખા 4000 કિલો, ઘઉં 17,492 કિલો અને બે બોલેરો પીકઅપ વાહન સહિત કુલ રૂ.4,86,984 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.


જૂનાગઢ જિલ્લા કલેક્ટરની સૂચના પ્રમાણે પ્રાંત અધિકારી જૂનાગઢની ટીમ દ્વારા પાદરીયા બાદ સરકારી અનાજનુ હબ ગણાતા બિલખામાં ગેરકાયદે અનાજના ગોડાઉનો પર દરોડા પાડવામાં આવ્યો છે. જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાને મળેલી બાતમીનાં આધારે કેટલાક ઈસમો જિલ્લામાં વાજબી ભાવની દુકાને મળતું અનાજ વિતરણ થયાં બાદ ઘરે-ઘરે જઈ એકત્રિત કરી તેનો ગેરકાયદેસર વ્યાપાર કરે છે. આવા વધુને વધુ કેસો શોધી સમગ્ર સિસ્ટમ તોડી પાડવા સુચના કરવામાં આવી છે. તે સબબ નિવાસી અધિક કલેકટર એન.એફ. ચૌધરીનાં માર્ગદર્શન હેઠળ પ્રાંત અધિકારી જૂનાગઢ ચરણસિંહ ગોહિલનાં નેતૃત્વ હેઠળ ગ્રામ્ય મામલતદાર લલીત ડાભી અને તેમની ટીમ દ્વારા બિલખા ખાતે મોટા પ્રમાણમાં દરોડા પાડવામાં આવ્યા હતા.


અગાઉ આ ક્ષેત્રે કાર્યવાહી કરી શહેરમાંથી છકડો રીક્ષા પકડી તેના આધારે પાદરિયામાં બે મોટા ગોડાઉન પકડી પાડવામાં આવેલ હતાં અને 5.37 લાખનું ગેરકાયદે સંગ્રહ કરેલું સરકારી અનાજનો જથ્થો સીઝ કરવામાં આવેલ હતો. આ રેશનકાર્ડ ધારકોના રેશનકાર્ડની માહિતી મેળવી તેમના રેશનકાર્ડ રદ કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ તપાસમાં પકડાયેલા ફેરિયાઓની ઊંડી તપાસના અંતે સમગ્ર ધંધાનું કેન્દ્રબિંદુ બિલખા હોવા અંગેની માહિતી મળી હતી.

આથી, બાતમીદારોને સાથે રાખીને મોડી સાંજે પ્રાંત, ગ્રામ્ય તથા શહેર મામલતદાર અને પોલીસને સાથે રાખીને વ્યાપક દરોડા હાથ ધર્યા હતા. આ દરમ્યાન બે મોટા સરકારી અનાજનો જથ્થો ધરાવતાં ગોડાઉન પકડી પાડયા હતા. તેઓને સદરહુ અનાજનાં જથ્થાની કાયદેસરતા બાબતે પુછપરછ કરતાં કોઈ પ્રકારના આધાર પુરાવા રજુ કર્યાં ન હતા અને ફેરીવાળાનું એકત્ર કરેલ સરકારી અનાજ હોવા બાબતે કબૂલાત આપી હતી.

જે પૈકી ગોડાઉન ધારક અલારખા બોદુભાઈ મોદીને પાસેથી ઘઉં-116 બોરી, 6492 કીલો, કીં રૂ.1,68,792 અને ચોખા 70 બોરી 4000 કીલો, કિં.1,53,192 એમ મળી કુલ 3,21,984 નો જથ્થો અને ઈમ્તીયાઝ સતારભાઈ કાળવતરના ગોડાઉન ખાતેથી ઘઉં 220 બોરી, 11,000 કીલો કિં. રૂ.1,65,000 તથા અનાજના અવશેષો વાળા બે પીક અપ બોલેરો જેનાં નંબર GJ-07-TT-7077 તથા GJ-06-AX-2363 સહિતના મુદ્દામાલને સીઝ કરવામાં આવ્યો છે. તેમજ જિલ્લા કલેકટરની સૂચના પ્રમાણે જે રેશનકાર્ડ ધારકો વાજબી ભાવની દુકાનનું અનાજ ગેરકાયદે વેચી દેતા જણાશે તેઓનાં રેશનકાર્ડ રદ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.