એસ કે લાંગાની રૂ.11.64 કરોડની અપ્રમાણસર મિલકતના કેસમાં ધરપકડ

અમદાવાદ,ગુરૂવારગાંધીનગરના પૂર્વ કલેક્ટર અને સનદી અધિકારી એસ કે લાંગાની લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો દ્વારા સાબરમતી જેલમાંથી  ટ્રાન્સફર વોરંટના આધારે રૂપિયા ૧૧.૬૪ કરોડના અપ્રમાણસર મિલકતોના કેસમાં ધરપકડ કરવામાં આવી છે.  અઢી મહિના પહેલા એસીબીએ લાંગા વિરૂદ્ધ અપ્રમાણસર મિલકતોનો ગુનો નોંધ્યો હતો. જેમાં તેણે પોતાના પુત્ર પરિક્ષીત ગઢવી સાથે મળીને   મોટાપાયે ભ્રષ્ટ્રાચાર કરીને સાણંદની રાઇસ મિલ, બોપલમાં જમીન અને મકાનોમાં મોટાપાયે રોકાણ કર્યું હતું. અપ્રમાણસર મિલકત કેસન તપાસમાં લાંગા રિમાન્ડ મેળવવા માટે શુક્રવારે કોર્ટમાં રજૂ કરશે.ગાંધીનગરના તત્કાલિન કલેક્ટર એસ કે લાંગાએ ગાંધીનગરમાં  એપ્રિલ ૨૦૦૮થી સપ્ટેમ્બર ૨૦૧૯ દરમિયાન  પોતાના કાર્યકાળમાં હોદાનો દુરૂપયોગ કરીને મોટાપાયે ભ્રષ્ટ્રાચાર કર્યો હતો. જેમાં તેણે તેમના પુત્ર પરિક્ષીત ગઢવી સાથે મળીને ભ્રષ્ટ્રાચારના નાણાંનું સાણંદની રાઇસ મીલમાં,સાણંદમાં ફાર્મ હાઉસમાં અને બોપલમાં અનેક મિલકતોમાં કરોડો રૂપિયાનું રોકાણ કર્યું હતું. એસીબીને તપાસ દરમિયાન એસ કે  લાંગા પાસેથી ૧૧.૬૪ કરોડની  અપ્રમાણસર મિલકતો મળી આવી હતી. જે અનુસંધાનમાં ગત ૧૯મી એપ્રિલના રોજ એસીબીએ ગુનો પણ નોંધ્યો હતો. જેના આધારે ગુરૂવારે એસીબીએ એસ કે લાંગાની સાબરમતી સેન્ટ્લ જેલમાંથી ટ્રાન્સફર વોરંટના આધારે ધરપકડ કરી હતી. જેમાં આ કેસની પુછપરછ માટે શુક્રવારે  તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

એસ કે લાંગાની રૂ.11.64 કરોડની અપ્રમાણસર મિલકતના કેસમાં ધરપકડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ,ગુરૂવાર

ગાંધીનગરના પૂર્વ કલેક્ટર અને સનદી અધિકારી એસ કે લાંગાની લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો દ્વારા સાબરમતી જેલમાંથી  ટ્રાન્સફર વોરંટના આધારે રૂપિયા ૧૧.૬૪ કરોડના અપ્રમાણસર મિલકતોના કેસમાં ધરપકડ કરવામાં આવી છે.  અઢી મહિના પહેલા એસીબીએ લાંગા વિરૂદ્ધ અપ્રમાણસર મિલકતોનો ગુનો નોંધ્યો હતો. જેમાં તેણે પોતાના પુત્ર પરિક્ષીત ગઢવી સાથે મળીને   મોટાપાયે ભ્રષ્ટ્રાચાર કરીને સાણંદની રાઇસ મિલ, બોપલમાં જમીન અને મકાનોમાં મોટાપાયે રોકાણ કર્યું હતું. અપ્રમાણસર મિલકત કેસન તપાસમાં લાંગા રિમાન્ડ મેળવવા માટે શુક્રવારે કોર્ટમાં રજૂ કરશે.ગાંધીનગરના તત્કાલિન કલેક્ટર એસ કે લાંગાએ ગાંધીનગરમાં  એપ્રિલ ૨૦૦૮થી સપ્ટેમ્બર ૨૦૧૯ દરમિયાન  પોતાના કાર્યકાળમાં હોદાનો દુરૂપયોગ કરીને મોટાપાયે ભ્રષ્ટ્રાચાર કર્યો હતો. જેમાં તેણે તેમના પુત્ર પરિક્ષીત ગઢવી સાથે મળીને ભ્રષ્ટ્રાચારના નાણાંનું સાણંદની રાઇસ મીલમાં,સાણંદમાં ફાર્મ હાઉસમાં અને બોપલમાં અનેક મિલકતોમાં કરોડો રૂપિયાનું રોકાણ કર્યું હતું. એસીબીને તપાસ દરમિયાન એસ કે  લાંગા પાસેથી ૧૧.૬૪ કરોડની  અપ્રમાણસર મિલકતો મળી આવી હતી. જે અનુસંધાનમાં ગત ૧૯મી એપ્રિલના રોજ એસીબીએ ગુનો પણ નોંધ્યો હતો. જેના આધારે ગુરૂવારે એસીબીએ એસ કે લાંગાની સાબરમતી સેન્ટ્લ જેલમાંથી ટ્રાન્સફર વોરંટના આધારે ધરપકડ કરી હતી. જેમાં આ કેસની પુછપરછ માટે શુક્રવારે  તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે.