Bhavnagar News: ખનીજ માફીયાઓ બેફામ, અધિકારીઓનું લોકેશન આપતા 5 સામે ફરિયાદ

વોટ્સઅપ ગ્રુપ બનાવી એકબીજાને આપતા માહિતી યુવરાજસિંહ વાઢેર સહિત 5 લોકો સામે નોંધાઈ ફરિયાદ ગ્રુપમાં એડ થવા માટે મહિને રૂ.1000થી 1500 લેવાતા હતા ભાવનગરમાં ખનીજ માફીયાઓ બેફામ થયા છે. જેમાં અધિકારીઓનું લોકેશન આપતા 5 સામે ફરિયાદ થઇ છે. વોટ્સઅપ ગ્રુપ બનાવી એકબીજાને માહિતી આપતા હતા. તેમાં યુવરાજસિંહ વાઢેર સહિત 5 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. તથા ગ્રુપમાં એડ થવા માટે મહિને રૂ.1000થી 1500 લેવાતા હતા. લોકેશન આપતા 5 લોકો સામે ફરિયાદ નોંધાઈ ખનિજ માફીયાઓને અધિકારીઓની માહિતી અને તેમના લોકેશન આપતા 5 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. તેમાં ખનિજ ચોરી સાથે સંકળાયેલા લોકો એક Whatsapp ગ્રુપ બનાવી એકબીજાને માહિતી આપતા હતા. જેમાં યુવરાજસિંહ વાઢેર સહિત 5 લોકો સામે સરકારી કામમાં રૂકાવટ અંગે ગુન્હો નોંધાયો છે. આરોપીઓ ખનીજ ચોરી કરતા લોકોને ભુસ્તર શાસ્ત્રીના અધિકારીઓના લોકેશન તેમજ તેમની માહિતી Whatsapp ગ્રુપ દ્વારા આપતા હતા. નિરંકુશ ખનીજ માફિયા ઉપર અંકુશ લગાવવાના અનેક પ્રયાસ આ ગ્રુપમાં એડ થવા લોકો પાસેથી આ આરોપીઓ મહિને 1000 થી 1500 ની રકમ લેતા હોવાનું સામે આવ્યું છે. આરોપીઓ કલેકટર કચેરીના ગેટ પાસે ઉભા રહી તમામ માહિતી મેળવી ગ્રુપમાં મોકલતા હતા. ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી ખનીજ માફિયાઓ બેફામ છે. નિરંકુશ ખનીજ માફિયા ઉપર અંકુશ લગાવવાના અનેક પ્રયાસ થાય છે, સંનિષ્ઠ પ્રયાસ પણ થાય છે પરંતુ કોણ જાણે કેમ તેમની દાદાગીરી ડગલે ને પગલે આપણી સામે આવી જ જાય છે. ખનીજ માફિયા વિરુદ્ધ રેડ પડે છે કાર્યવાહી થાય છે ખનીજ માફિયા વિરુદ્ધ રેડ પડે છે કાર્યવાહી થાય છે, લાખો કરોડોનો દંડ ફટકારાય છે પછી થોડા દિવસ પછી ફરી મીડિયામાં અહેવાલો પ્રસારીત થાય છે કે આ જગ્યાએ આટલી રેતી ચોરી ઝડપાઈ, આ જગ્યાએ ફરી ખનન ઝડપાયું. સ્થિતિ એવી આવીને ઉભી છે કે ખનીજ માફિયાઓને કારણે સરકારની રોયલ્ટીને તો નુકસાન થાય જ છે પરંતુ હવે સ્થાનિકો, તેમના ઘર, પ્રાચીન વિરાસતો પણ ખનીજ માફિયાઓથી સુરક્ષીત નથી. 

Bhavnagar News: ખનીજ માફીયાઓ બેફામ, અધિકારીઓનું લોકેશન આપતા 5 સામે ફરિયાદ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • વોટ્સઅપ ગ્રુપ બનાવી એકબીજાને આપતા માહિતી
  • યુવરાજસિંહ વાઢેર સહિત 5 લોકો સામે નોંધાઈ ફરિયાદ
  • ગ્રુપમાં એડ થવા માટે મહિને રૂ.1000થી 1500 લેવાતા હતા

ભાવનગરમાં ખનીજ માફીયાઓ બેફામ થયા છે. જેમાં અધિકારીઓનું લોકેશન આપતા 5 સામે ફરિયાદ થઇ છે. વોટ્સઅપ ગ્રુપ બનાવી એકબીજાને માહિતી આપતા હતા. તેમાં યુવરાજસિંહ વાઢેર સહિત 5 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. તથા ગ્રુપમાં એડ થવા માટે મહિને રૂ.1000થી 1500 લેવાતા હતા.

લોકેશન આપતા 5 લોકો સામે ફરિયાદ નોંધાઈ

ખનિજ માફીયાઓને અધિકારીઓની માહિતી અને તેમના લોકેશન આપતા 5 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. તેમાં ખનિજ ચોરી સાથે સંકળાયેલા લોકો એક Whatsapp ગ્રુપ બનાવી એકબીજાને માહિતી આપતા હતા. જેમાં યુવરાજસિંહ વાઢેર સહિત 5 લોકો સામે સરકારી કામમાં રૂકાવટ અંગે ગુન્હો નોંધાયો છે. આરોપીઓ ખનીજ ચોરી કરતા લોકોને ભુસ્તર શાસ્ત્રીના અધિકારીઓના લોકેશન તેમજ તેમની માહિતી Whatsapp ગ્રુપ દ્વારા આપતા હતા.

નિરંકુશ ખનીજ માફિયા ઉપર અંકુશ લગાવવાના અનેક પ્રયાસ

આ ગ્રુપમાં એડ થવા લોકો પાસેથી આ આરોપીઓ મહિને 1000 થી 1500 ની રકમ લેતા હોવાનું સામે આવ્યું છે. આરોપીઓ કલેકટર કચેરીના ગેટ પાસે ઉભા રહી તમામ માહિતી મેળવી ગ્રુપમાં મોકલતા હતા. ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી ખનીજ માફિયાઓ બેફામ છે. નિરંકુશ ખનીજ માફિયા ઉપર અંકુશ લગાવવાના અનેક પ્રયાસ થાય છે, સંનિષ્ઠ પ્રયાસ પણ થાય છે પરંતુ કોણ જાણે કેમ તેમની દાદાગીરી ડગલે ને પગલે આપણી સામે આવી જ જાય છે.

ખનીજ માફિયા વિરુદ્ધ રેડ પડે છે કાર્યવાહી થાય છે

ખનીજ માફિયા વિરુદ્ધ રેડ પડે છે કાર્યવાહી થાય છે, લાખો કરોડોનો દંડ ફટકારાય છે પછી થોડા દિવસ પછી ફરી મીડિયામાં અહેવાલો પ્રસારીત થાય છે કે આ જગ્યાએ આટલી રેતી ચોરી ઝડપાઈ, આ જગ્યાએ ફરી ખનન ઝડપાયું. સ્થિતિ એવી આવીને ઉભી છે કે ખનીજ માફિયાઓને કારણે સરકારની રોયલ્ટીને તો નુકસાન થાય જ છે પરંતુ હવે સ્થાનિકો, તેમના ઘર, પ્રાચીન વિરાસતો પણ ખનીજ માફિયાઓથી સુરક્ષીત નથી.