Vadodara Police Commissionerનું જાહેરનામુ,વિશ્વામિત્રી રેલવે ઓવરબ્રિજ પર 6થી 16 જૂન સુધી બંધ

મુંબઇ-અમદાવાદ બુલેટ ટ્રેનની કામગીરીને લઈ જાહેરનામું વિશ્વામિત્રી રેલવે ઓવરબ્રિજ પર 6 થી 16 જૂન સુધી વાહન વ્યવહાર બંધ અવધૂત ફાટકથી વિશ્વામિત્રી ઓવરબ્રિજ તરફનો રસ્તો બંધ મુંબઇ-અમદાવાદ બુલેટ ટ્રેનની કામગીરીને પગલે વડોદરાનો વિશ્વામિત્રી રેલવે ઓવરબ્રિજ બંધ રાખવા માટે વડોદરા શહેર પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડયું છે. લોકોની સલામતીને પગલે 6 જુનના રોજ રાત્રીના 1 વાગ્યાથી 16 જુનને રાત્રે 11 વાગ્યા સુધી અથવા કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી વિશ્વામિત્રી રેલવે ઓવરબ્રિજ બંધ રહેશે. જાણો વૈકલ્પિક રસ્તાઓ વડોદરા શહેર પોલીસ કમિશનરના જાહેરનામા પ્રમાણે લાલબાગ બ્રિજથી વિશ્વામિત્રી ઓવરબ્રિજ થઇને મુજમહુડા સર્કલ તરફ તમામ પ્રકારના વાહનો અવરજવર કરી શકશે નહીં. જેના માટે વૈકલ્પિક વ્યવસ્થા પણ કરવામાં આવી છે. જેમાં લાલબાગ બ્રિજથી રાજમહેલ ગેટ, મહારાણી નર્સિંગહોમ ચાર રસ્તાથી ડાબી બાજુ વળીને અકોટા દાંડિયા બજાર બ્રિજ, અકોટા બ્રિજ ચાર રસ્તાથી ડાબી બાજુ વળીને મુજમહુડા સર્કલ, અક્ષરચોક સર્કલ, કલાલી બ્રિજ, જ્યુપીટર ચાર રસ્તાથી ડાબી બાજુ વળી, તુલસીધામ ચાર રસ્તા, શ્રેયસ સ્કૂલ ત્રણ રસ્તા, લાલબાગ બ્રિજ ફરતે અવરજવર કરી શકાશે. કયો રસ્તો બંધ રહેશે બીજી તરફ અવધૂત ફાટકથી વિશ્વામિત્રી ઓવરબ્રિજ તરફ જઈ શકાશે નહીં. જેના માટે પણ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં અવધૂત ફાટકથી પ્રવેશ કરીને માંજલપુર મુક્તિધાન ચાર રસ્તાથી જમણી બાજુ વળીને સનસિટી સર્કલથી ડાબી બાજુ વળીને દરબાર ચોકડી થઇને જે-તે તરફ જઇ શકાશે. આકસ્મિક બનાવ ન બને તે માટે જાહેરનામુ અમદાવાદ-મુંબઇ બુલેટ ટ્રેનની કામગીરીમાં ગડર લોન્ચિંગ, સેગ્મેન્ટ લોન્ચિંગની કામગીરી વખતે વિશ્વામિત્રી રેલવે ઓવરબ્રિજ પર વાહનોને કોઇ આકસ્મિક બનાવ ન બને તે માટે સલામતીને લઇને વડોદરા શહેર પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

Vadodara Police Commissionerનું જાહેરનામુ,વિશ્વામિત્રી રેલવે ઓવરબ્રિજ પર 6થી 16 જૂન સુધી બંધ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • મુંબઇ-અમદાવાદ બુલેટ ટ્રેનની કામગીરીને લઈ જાહેરનામું
  • વિશ્વામિત્રી રેલવે ઓવરબ્રિજ પર 6 થી 16 જૂન સુધી વાહન વ્યવહાર બંધ
  • અવધૂત ફાટકથી વિશ્વામિત્રી ઓવરબ્રિજ તરફનો રસ્તો બંધ

મુંબઇ-અમદાવાદ બુલેટ ટ્રેનની કામગીરીને પગલે વડોદરાનો વિશ્વામિત્રી રેલવે ઓવરબ્રિજ બંધ રાખવા માટે વડોદરા શહેર પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડયું છે. લોકોની સલામતીને પગલે 6 જુનના રોજ રાત્રીના 1 વાગ્યાથી 16 જુનને રાત્રે 11 વાગ્યા સુધી અથવા કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી વિશ્વામિત્રી રેલવે ઓવરબ્રિજ બંધ રહેશે.

જાણો વૈકલ્પિક રસ્તાઓ

વડોદરા શહેર પોલીસ કમિશનરના જાહેરનામા પ્રમાણે લાલબાગ બ્રિજથી વિશ્વામિત્રી ઓવરબ્રિજ થઇને મુજમહુડા સર્કલ તરફ તમામ પ્રકારના વાહનો અવરજવર કરી શકશે નહીં. જેના માટે વૈકલ્પિક વ્યવસ્થા પણ કરવામાં આવી છે. જેમાં લાલબાગ બ્રિજથી રાજમહેલ ગેટ, મહારાણી નર્સિંગહોમ ચાર રસ્તાથી ડાબી બાજુ વળીને અકોટા દાંડિયા બજાર બ્રિજ, અકોટા બ્રિજ ચાર રસ્તાથી ડાબી બાજુ વળીને મુજમહુડા સર્કલ, અક્ષરચોક સર્કલ, કલાલી બ્રિજ, જ્યુપીટર ચાર રસ્તાથી ડાબી બાજુ વળી, તુલસીધામ ચાર રસ્તા, શ્રેયસ સ્કૂલ ત્રણ રસ્તા, લાલબાગ બ્રિજ ફરતે અવરજવર કરી શકાશે.


કયો રસ્તો બંધ રહેશે

બીજી તરફ અવધૂત ફાટકથી વિશ્વામિત્રી ઓવરબ્રિજ તરફ જઈ શકાશે નહીં. જેના માટે પણ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં અવધૂત ફાટકથી પ્રવેશ કરીને માંજલપુર મુક્તિધાન ચાર રસ્તાથી જમણી બાજુ વળીને સનસિટી સર્કલથી ડાબી બાજુ વળીને દરબાર ચોકડી થઇને જે-તે તરફ જઇ શકાશે.


આકસ્મિક બનાવ ન બને તે માટે જાહેરનામુ

અમદાવાદ-મુંબઇ બુલેટ ટ્રેનની કામગીરીમાં ગડર લોન્ચિંગ, સેગ્મેન્ટ લોન્ચિંગની કામગીરી વખતે વિશ્વામિત્રી રેલવે ઓવરબ્રિજ પર વાહનોને કોઇ આકસ્મિક બનાવ ન બને તે માટે સલામતીને લઇને વડોદરા શહેર પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.