Dang News: આહવા ખાતે કરાઇ World Environment Day ની ઉજવણી

‘જમીન પુનઃસ્થાપના, રણ અને દુષ્કાળની સ્થિતિસ્થાપકતા’ આ વર્ષની થીમડાંગમાં જિલ્લા કક્ષાનો પ્રોગ્રામ આહવા ખાતે ખાતે યોજાયો પર્યાવરણના જતનને લઈને જનજાગૃતિ ફેલાવવા બાઇક રેલીનું આયોજન આજે 5 જૂનના દિવસે વિશ્વભરમાં પર્યાવરણ જાગૃતિને લઈને વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ભરપૂર કુદરતી વારસો ધરાવતા ડાંગ જિલ્લા ખાતે પણ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી. આહવા ખાતે જનજાગૃતિ અભિયાનના ભાગરૂપે વૃક્ષ રોપણમ બાઇક રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. દર વર્ષે 5 મી જૂને વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો હેતુ જળવાયુ પરિવર્તન સામે એક શક્તિશાળી કોલ ટુ એક્શન છે. યુનાઇટેડ નેશન્સ દ્વારા શરૂ કરવામાં આવેલ વિશ્વ પર્યાવરણ દિવસ આપણે સામનો કરતા પર્યાવરણીય પડકારો જેવા કે દુષ્કાળ, ત્સુનામી, અનિયમિત ઋતુઓ અને તાપમાન વધારો વિશે જાગૃતિ લાવવા, તેના ઉકેલો શોધવા માટે અને પર્યાવરણના જતન અર્થે પ્રેરણા આપવામાં મદદ કરે છે. આ વર્ષની થીમ ‘જમીન પુનઃસ્થાપના, રણ અને દુષ્કાળની સ્થિતિસ્થાપકતા’ સૂત્ર સાથે ‘આપણી જમીન, આપણુ ભવિષ્ય’ જે પૃથ્વીની ઇકોસિસ્ટમને સારી કરવાની નિર્ણાયક જરૂરિયાત પર પ્રકાશ પાડે છે. આ વર્ષે પણ ડાંગ વન વિભાગ તથા તેમના કાર્યવિસ્તારની વિવિધ રેંજ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસનુ જિલ્લા તથા રેંજ કક્ષાએ આયોજન કરવામાં આવ્યું હતું. ડાંગમાં જિલ્લા કક્ષાનો પ્રોગ્રામ આહવા ખાતે કરવામાં આવેલ હતો, જેમાં જિલ્લા કક્ષાએ પર્યાવરણના જતન અને લોકોને વૃક્ષ ઉછેરવા અંગે જાગૃતિ ફેલાવવા જેવા વિષય પર આહવા સ્થિત ડિવીઝન ઓફીસ થી ગાંધીબાગ થઈ સિવલ હોસ્પીટલ- ફોરેસ્ટ કોલોની સુધી આહવા (પૂર્વ) અને આહવા(પશ્ચિમ) રેંજ દ્વારા બાઈક રેલી કાઢવામાં આવેલ હતી અને ત્યાર બાદ આહવા સ્થિત ફોરેસ્ટ કોલોનીના વિસ્તારમાં વૃક્ષારોપણ કરવામાં આવેલ હતુ.

Dang News: આહવા ખાતે કરાઇ World Environment Day ની ઉજવણી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ‘જમીન પુનઃસ્થાપના, રણ અને દુષ્કાળની સ્થિતિસ્થાપકતા’ આ વર્ષની થીમ
  • ડાંગમાં જિલ્લા કક્ષાનો પ્રોગ્રામ આહવા ખાતે ખાતે યોજાયો
  • પર્યાવરણના જતનને લઈને જનજાગૃતિ ફેલાવવા બાઇક રેલીનું આયોજન

આજે 5 જૂનના દિવસે વિશ્વભરમાં પર્યાવરણ જાગૃતિને લઈને વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ભરપૂર કુદરતી વારસો ધરાવતા ડાંગ જિલ્લા ખાતે પણ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી. આહવા ખાતે જનજાગૃતિ અભિયાનના ભાગરૂપે વૃક્ષ રોપણમ બાઇક રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. 


દર વર્ષે 5 મી જૂને વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો હેતુ જળવાયુ પરિવર્તન સામે એક શક્તિશાળી કોલ ટુ એક્શન છે. યુનાઇટેડ નેશન્સ દ્વારા શરૂ કરવામાં આવેલ વિશ્વ પર્યાવરણ દિવસ આપણે સામનો કરતા પર્યાવરણીય પડકારો જેવા કે દુષ્કાળ, ત્સુનામી, અનિયમિત ઋતુઓ અને તાપમાન વધારો વિશે જાગૃતિ લાવવા, તેના ઉકેલો શોધવા માટે અને પર્યાવરણના જતન અર્થે પ્રેરણા આપવામાં મદદ કરે છે. આ વર્ષની થીમ ‘જમીન પુનઃસ્થાપના, રણ અને દુષ્કાળની સ્થિતિસ્થાપકતા’ સૂત્ર સાથે ‘આપણી જમીન, આપણુ ભવિષ્ય’ જે પૃથ્વીની ઇકોસિસ્ટમને સારી કરવાની નિર્ણાયક જરૂરિયાત પર પ્રકાશ પાડે છે.


આ વર્ષે પણ ડાંગ વન વિભાગ તથા તેમના કાર્યવિસ્તારની વિવિધ રેંજ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસનુ જિલ્લા તથા રેંજ કક્ષાએ આયોજન કરવામાં આવ્યું હતું. ડાંગમાં જિલ્લા કક્ષાનો પ્રોગ્રામ આહવા ખાતે કરવામાં આવેલ હતો, જેમાં જિલ્લા કક્ષાએ પર્યાવરણના જતન અને લોકોને વૃક્ષ ઉછેરવા અંગે જાગૃતિ ફેલાવવા જેવા વિષય પર આહવા સ્થિત ડિવીઝન ઓફીસ થી ગાંધીબાગ થઈ સિવલ હોસ્પીટલ- ફોરેસ્ટ કોલોની સુધી આહવા (પૂર્વ) અને આહવા(પશ્ચિમ) રેંજ દ્વારા બાઈક રેલી કાઢવામાં આવેલ હતી અને ત્યાર બાદ આહવા સ્થિત ફોરેસ્ટ કોલોનીના વિસ્તારમાં વૃક્ષારોપણ કરવામાં આવેલ હતુ.