જમણાવાત ગામે મકાનમાં આગ ભભૂકી, 3 વ્યક્તિનું રેસ્ક્યૂ કરાયું

- ઘરનો માલસામાન બળીને ખાક- ફાયર સેફ્ટીના સાધનો સાથે પહોંચેલી વિરપુર પોલીસે આગ પર કાબુ મેળવ્યો વિરપુર : વિરપુર તાલુકાના લીમરવાડા ગ્રામ પંચાયત તાબે આવેલા જમણાવાત ગામે શુક્રવારે મોડીરાત્રે એક મકાનમાં આગ ભભૂકી ઉઠી હતી. વિરપુર પોલીસે ઘટનાસ્થળે પહોંચી મકાનમાંથી ત્રણ વ્યક્તિને રેસ્ક્યૂ કર્યા હતા અને આગ પર કાબુ મેળવ્યો હતો. જોકે, ઘરવખરી સહિતનો મુદ્દામાલ બળીને ખાક થઈ ગયો હતો. જમણાવાત ગામે શુક્રવારે રાત્રે અગિયાર વાગ્યાના સુમારે કાશીબેન લાલાભાઈ પરમારના ઘરમાં આગ લાગી હતી. જેથી સ્થાનિકો ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને બનાવ અંગે વિરપુર પોલીસને જાણ કરી હતી. જેથી ફાયર સેફ્ટીના સાધનો સાથે પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને સ્થાનિકોની મદદથી આગ પર કાબુ મેળવ્યો હતો. તેમજ મકાનની અંદર ફસાયેલા ત્રણ લોકોને આબાદ બચાવ્યા હતા. જોકે, આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ઘાસચારો, ઘરવખરી સહિતની ચીજવસ્તુઓ બળીને ખાક થઈ ગઈ હતી. હાલમાં વિધવાને સરકાર દ્વારા વળતર ચુકવવામાં આવે તેવી માંગ ઉઠી છે. 

જમણાવાત ગામે મકાનમાં આગ ભભૂકી, 3 વ્યક્તિનું રેસ્ક્યૂ કરાયું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


- ઘરનો માલસામાન બળીને ખાક

- ફાયર સેફ્ટીના સાધનો સાથે પહોંચેલી વિરપુર પોલીસે આગ પર કાબુ મેળવ્યો 

વિરપુર : વિરપુર તાલુકાના લીમરવાડા ગ્રામ પંચાયત તાબે આવેલા જમણાવાત ગામે શુક્રવારે મોડીરાત્રે એક મકાનમાં આગ ભભૂકી ઉઠી હતી. વિરપુર પોલીસે ઘટનાસ્થળે પહોંચી મકાનમાંથી ત્રણ વ્યક્તિને રેસ્ક્યૂ કર્યા હતા અને આગ પર કાબુ મેળવ્યો હતો. જોકે, ઘરવખરી સહિતનો મુદ્દામાલ બળીને ખાક થઈ ગયો હતો. 

જમણાવાત ગામે શુક્રવારે રાત્રે અગિયાર વાગ્યાના સુમારે કાશીબેન લાલાભાઈ પરમારના ઘરમાં આગ લાગી હતી. જેથી સ્થાનિકો ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને બનાવ અંગે વિરપુર પોલીસને જાણ કરી હતી. જેથી ફાયર સેફ્ટીના સાધનો સાથે પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને સ્થાનિકોની મદદથી આગ પર કાબુ મેળવ્યો હતો.

 તેમજ મકાનની અંદર ફસાયેલા ત્રણ લોકોને આબાદ બચાવ્યા હતા. જોકે, આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ઘાસચારો, ઘરવખરી સહિતની ચીજવસ્તુઓ બળીને ખાક થઈ ગઈ હતી. હાલમાં વિધવાને સરકાર દ્વારા વળતર ચુકવવામાં આવે તેવી માંગ ઉઠી છે.