Surat News : 3 જગ્યાએ બોમ્બ બ્લાસ્ટની ધમકી આપનાર આરોપીને પોલીસે દબોચ્યો

પોલીસને હેરાન કરવા માટે કોલ કર્યાનું સામે આવ્યું સુરત કંટ્રોલ રુમમાં ફોન કરી આપી ધમકી રાત્રે 11:55 વાગ્યે બોમ્બથી ઉડાવવાની ધમકી સુરતમાં ૩ જગ્યાએ બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી મળી હતી જેમાં મુખ્ય આરોપી અશોકસિંહની ઉધના પોલીસે ધરપકડ કરી છે,આરોપીએ ગતારાત્રે 11.15 કલાકે સુરત કન્ટ્રોલરૂમમાં ફોન કરી 3 જગ્યાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી હતી,પોલીસની તપાસમાં સામે આવ્યું હતુ કે,પોલીસને હેરાન કરવા માટે આરોપીએ ફોન કર્યો હતો.ઉધના પોલીસ તેમજ સુરત પોલીસ ગતરાતથી દોડતી થઈ હતી અને સેન્સેટીવ વિસ્તારમાં તપાસ હાથધરી હતી. 10 મે 2024ના રોજ અમદાવાદની સ્કૂલોને બોમ્બથી ઉડાવાની ધમકી મળી હતી રાજ્યમાં લોકસભા ચૂંટણીના એક દિવસ પહેલા એટલે કે 6 મેના રોજ અમદાવાદની 23 જેટલી શાળામાં એક ધમકી ભર્યો ઈમેઈલ આવ્યો હતો. જેમાં 23 શાળામાં બોમ્બ હોવાનો ઉલ્લેખ હતો.ધમકી મળતાની સાથે જ પોલીસ તંત્ર એક્શન મોડ આવ્યું હતું. મેઈલને લઈને શોધખોળ હાથધરી હતી. જ્યારે આ વચ્ચે લોકસભાની ચૂંટણી પર કોઈ અસર પડતી જોવા મળી ના હતી.હવે ધમકી ભર્યા ઈમેઈલને લઈ ક્રાઈમ બ્રાન્ચે મોટા ખુલાસા કર્યા હતા. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે મેઈલ રશિયન સર્વરથી કરવામાં આવ્યા હતા. જેને લઈ સાઈબર પોલીસ તપાસ કરી રહી હતી. હવે આ કેસની તપાસ કરી રહેલી ક્રાઈમ બ્રાન્ચના ખુલાસામાં પાકિસ્તાની કનેક્શન સામે આવ્યું હતુ.એક મહિના પહેલા મોલને ઉડાવી દેવાની મળી હતી ધમકીસુરતમાં આવેલા VR મોલમાં બોમ્લ બ્લાસ્ટની ધમકીના ઈ-મેઈલથી ભાગદોડ મચી હતી. પોલીસને મોલમાં બોમ્બ મૂક્યો હોવાની ધમકી સાથેનો ઈ-મેઈલ મળ્યો હતો. જેમાં લખ્યું હતું કે, જેટલાને બચાવવા હોય તેટલાને બચાવી લો, બ્લાસ્ટ કરવામાં આવશે.આ ધમકી ભર્યો ઈ-મેઈલ મળતા જ ક્રાઈમ બ્રાન્ચ, SOG, બોમ્બ સ્ક્વોડ સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને મોલને ખાલી કરાવવાની કામગીરી શરૂ કરી હતી.સાયબર પોલીસે IP એડ્રેસના આધારે માહિતી શોધી કાઢી હતી. સમગ્ર મામલે કોઈ ટીખળખોરે VPNનો ઉપયોગ કર્યો હોય તેવું પણ પોલીસ અનુમાન હતું.આરોપીઓ VPNનો ઉપયોગ કરી મેઈલ કરતા હોય છે 1-VPNનું પુરૂ નામ વર્ચ્યુઅલ પ્રાઈવેટ નેટવર્ટ છે 2-કનેક્શનને રૂટ કરીને ખાનગી રીતે ઈન્ટરનેટ કનેક્ટ થાય છે 3-ઓનલાઈન ઓળખ છુપાવીને ઈન્ટરનેટ વાપરી શકાય છે 4-ઈન્ટરનેટના ઉપયોગ સમયે કોઈ વેબસાઈટમાં સીધા પ્રવેશ કરી શકાતું નથી 5-સીધા વેબસાઈટમાં જવાના બદલે ઈન્ટરનેટ ટ્રાફિક સર્વર રૂટ કરીને વેબસાઈટમાં પ્રવેશે છે 6-ઈલેક્ટ્રોનિક ઉપકરણનું IP સંતાડીને VPNનું IP જાહેર થતુ હોય છે 7-VPN સર્વરથી પ્રતિબંધિત સામગ્રીને એક્સેસ કરી શકાય છે

Surat News : 3 જગ્યાએ બોમ્બ બ્લાસ્ટની ધમકી આપનાર આરોપીને પોલીસે દબોચ્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • પોલીસને હેરાન કરવા માટે કોલ કર્યાનું સામે આવ્યું
  • સુરત કંટ્રોલ રુમમાં ફોન કરી આપી ધમકી
  • રાત્રે 11:55 વાગ્યે બોમ્બથી ઉડાવવાની ધમકી

સુરતમાં ૩ જગ્યાએ બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી મળી હતી જેમાં મુખ્ય આરોપી અશોકસિંહની ઉધના પોલીસે ધરપકડ કરી છે,આરોપીએ ગતારાત્રે 11.15 કલાકે સુરત કન્ટ્રોલરૂમમાં ફોન કરી 3 જગ્યાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી હતી,પોલીસની તપાસમાં સામે આવ્યું હતુ કે,પોલીસને હેરાન કરવા માટે આરોપીએ ફોન કર્યો હતો.ઉધના પોલીસ તેમજ સુરત પોલીસ ગતરાતથી દોડતી થઈ હતી અને સેન્સેટીવ વિસ્તારમાં તપાસ હાથધરી હતી.



10 મે 2024ના રોજ અમદાવાદની સ્કૂલોને બોમ્બથી ઉડાવાની ધમકી મળી હતી

રાજ્યમાં લોકસભા ચૂંટણીના એક દિવસ પહેલા એટલે કે 6 મેના રોજ અમદાવાદની 23 જેટલી શાળામાં એક ધમકી ભર્યો ઈમેઈલ આવ્યો હતો. જેમાં 23 શાળામાં બોમ્બ હોવાનો ઉલ્લેખ હતો.ધમકી મળતાની સાથે જ પોલીસ તંત્ર એક્શન મોડ આવ્યું હતું. મેઈલને લઈને શોધખોળ હાથધરી હતી. જ્યારે આ વચ્ચે લોકસભાની ચૂંટણી પર કોઈ અસર પડતી જોવા મળી ના હતી.હવે ધમકી ભર્યા ઈમેઈલને લઈ ક્રાઈમ બ્રાન્ચે મોટા ખુલાસા કર્યા હતા. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે મેઈલ રશિયન સર્વરથી કરવામાં આવ્યા હતા. જેને લઈ સાઈબર પોલીસ તપાસ કરી રહી હતી. હવે આ કેસની તપાસ કરી રહેલી ક્રાઈમ બ્રાન્ચના ખુલાસામાં પાકિસ્તાની કનેક્શન સામે આવ્યું હતુ.

એક મહિના પહેલા મોલને ઉડાવી દેવાની મળી હતી ધમકી

સુરતમાં આવેલા VR મોલમાં બોમ્લ બ્લાસ્ટની ધમકીના ઈ-મેઈલથી ભાગદોડ મચી હતી. પોલીસને મોલમાં બોમ્બ મૂક્યો હોવાની ધમકી સાથેનો ઈ-મેઈલ મળ્યો હતો. જેમાં લખ્યું હતું કે, જેટલાને બચાવવા હોય તેટલાને બચાવી લો, બ્લાસ્ટ કરવામાં આવશે.આ ધમકી ભર્યો ઈ-મેઈલ મળતા જ ક્રાઈમ બ્રાન્ચ, SOG, બોમ્બ સ્ક્વોડ સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને મોલને ખાલી કરાવવાની કામગીરી શરૂ કરી હતી.સાયબર પોલીસે IP એડ્રેસના આધારે માહિતી શોધી કાઢી હતી. સમગ્ર મામલે કોઈ ટીખળખોરે VPNનો ઉપયોગ કર્યો હોય તેવું પણ પોલીસ અનુમાન હતું.

આરોપીઓ VPNનો ઉપયોગ કરી મેઈલ કરતા હોય છે

1-VPNનું પુરૂ નામ વર્ચ્યુઅલ પ્રાઈવેટ નેટવર્ટ છે

2-કનેક્શનને રૂટ કરીને ખાનગી રીતે ઈન્ટરનેટ કનેક્ટ થાય છે

3-ઓનલાઈન ઓળખ છુપાવીને ઈન્ટરનેટ વાપરી શકાય છે

4-ઈન્ટરનેટના ઉપયોગ સમયે કોઈ વેબસાઈટમાં સીધા પ્રવેશ કરી શકાતું નથી

5-સીધા વેબસાઈટમાં જવાના બદલે ઈન્ટરનેટ ટ્રાફિક સર્વર રૂટ કરીને વેબસાઈટમાં પ્રવેશે છે

6-ઈલેક્ટ્રોનિક ઉપકરણનું IP સંતાડીને VPNનું IP જાહેર થતુ હોય છે

7-VPN સર્વરથી પ્રતિબંધિત સામગ્રીને એક્સેસ કરી શકાય છે