રૂપાલાની માફી મંજૂર નથી, ક્ષત્રિય સમાજનો રાજ્યભરમાં હજી પણ ઉગ્ર વિરોધ

ક્ષત્રિય સમાજની મહિલાઓએ માંડ્યો રૂપાલા સામે મોરચો રાજ શેખાવતે પણ ભાજપમાંથી આપ્યું રાજીનામું વિવિધ સ્થાનોમાં રાજપૂત સમાજના આગેવાનોનું વિરોધ પ્રદર્શન પરશોત્તમ રૂપાલા દ્વારા શુક્રવારે ક્ષત્રિય સમાજના સંમેલનમાં માફી માંગવામાં આવી છતાં પણ રાજ્યના વિવિધ ભાગોમાં હજી પણ વિરોધ ચાલી રહ્યો છે. જેમાં ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા સૂત્રોચ્ચાર કરીને ક્લેકટરને આવેદન આપવામાં આવી રહ્યા છે. આ દરમિયાન સુરેન્દ્રનગર, મોરબી, આણંદ, દ્વારકાથી લઈ આણંદ અને વડોદરામાં હજી પણ વિરોધ શાંત થવાનું નામ નથી લઈ રહ્યું. આ સાથે જ ક્ષત્રિય સમાજ વિશે ટિપ્પણી કરનાર રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા વિરુદ્ધ ક્ષત્રિય સમાજમાં ભારે રોષ વચ્ચે ગઈકાલે ગોંડલ ખાતે સમાધાન બેઠક યોજાયા બાદ આજે શનિવારે મોરબીમા કરણીસેના દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી પરશોત્તમ રૂપાલા વિરુદ્ધ ગુન્હો નોંધવા અને ભાજપની ટિકિટ રદ કરવાની માંગ કરવામાં આવી હતી.પુતળાદહન કરવામાં આવ્યુંરૂપાલાની માફી બાદ પણ વિવાદ વકરતો જઈ રહ્યો છે. જેમાં મોરબીમાં કરણી સેનાએ ઉગ્ર વિરોધ કર્યો છે. આ માટે ક્ષત્રિય સમાજના આગેવાનોએ સરદાર બાગ ખાતે પૂતળાદહન કરાયું હતું. જેના સાથે જ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે વિરોધ ચાલું રાખ્યો છે. આ ઉપરાંત ટિકિટ રદ નહીં થાય તો ખરાબ પરિણામની ચીમકી આપી છે.દેશભરમાં વિરોધની ચીમકી જ્યાં વડોદરા સાવલી કરણીસેના વીર મહા રાણા પ્રતાપ સેવા ટ્રસ્ટ તેમજ મહાકાલ સેના દ્વારા આવેદનપત્ર આપી સખત કાર્યવાહી કરવા માંગ કરી છે. તેમજ ભારતભરના ક્ષત્રિય સમાજ પરશોત્તમ રૂપાલા વિરુદ્ધ રસ્તા ઉપર ઉતરશે તેવી ચીમકી ઉચ્ચારી સમાધાન મંજુર ન હોવાનું સ્પષ્ટ કર્યું હતું. આણંદ જિલ્લા ક્ષત્રિય સમાજ દ્વારા પરશોત્તમ રૂપાલા વિરૂધ્ધ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. જેમાં સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. જેના સાથે જ પરશોત્તમ રૂપાલા વિરૂધ્ધ ગુનો નોંધવાની માંગ કરવામાં આવી છે.500 વાર માફી પણ મંજૂર નહીં આ સાથે જ પરશોત્તમ રૂપાલાની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે તેવી માંગ કરાઈ છે. જેના સાથે જ ક્ષત્રિય આગમેવાનોએ કહ્યું કે, 500 વાર માફી માંગે તો પણ આપી શકાય નહીં. જો કોઇ કાર્યવાહી કરવામાં નહીં આવે તો આવનાર લોકસભા ચૂંટણીમાં ભાજપને ભારે પડશે.ટિકિટ રદ કરવાની માંગણી રૂપાલા ટિપ્પણી વિવાદનો વિરોધ ચરમસીમાએ પહોંચ્યો છે. જેમાં ધ્રાંગધ્રા ક્ષત્રિય સમાજની ઉગ્ર આંદોલનની ચીમકી આપી છે. જેના સાથે જ ઉગ્ર રીતે રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગણી કરવામાં આવી છે. જેમાં ટિકિટ રદ નહીં થાય તો મતદાનમાં વિરોધ બતાવીશું તેમ જણાવી કલેક્ટર કચેરીએ આવેદન આપી રોષ વ્યક્ત કર્યો છે.

રૂપાલાની માફી મંજૂર નથી, ક્ષત્રિય સમાજનો રાજ્યભરમાં હજી પણ ઉગ્ર વિરોધ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ક્ષત્રિય સમાજની મહિલાઓએ માંડ્યો રૂપાલા સામે મોરચો
  • રાજ શેખાવતે પણ ભાજપમાંથી આપ્યું રાજીનામું
  • વિવિધ સ્થાનોમાં રાજપૂત સમાજના આગેવાનોનું વિરોધ પ્રદર્શન

પરશોત્તમ રૂપાલા દ્વારા શુક્રવારે ક્ષત્રિય સમાજના સંમેલનમાં માફી માંગવામાં આવી છતાં પણ રાજ્યના વિવિધ ભાગોમાં હજી પણ વિરોધ ચાલી રહ્યો છે. જેમાં ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા સૂત્રોચ્ચાર કરીને ક્લેકટરને આવેદન આપવામાં આવી રહ્યા છે. આ દરમિયાન સુરેન્દ્રનગર, મોરબી, આણંદ, દ્વારકાથી લઈ આણંદ અને વડોદરામાં હજી પણ વિરોધ શાંત થવાનું નામ નથી લઈ રહ્યું.

આ સાથે જ ક્ષત્રિય સમાજ વિશે ટિપ્પણી કરનાર રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા વિરુદ્ધ ક્ષત્રિય સમાજમાં ભારે રોષ વચ્ચે ગઈકાલે ગોંડલ ખાતે સમાધાન બેઠક યોજાયા બાદ આજે શનિવારે મોરબીમા કરણીસેના દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી પરશોત્તમ રૂપાલા વિરુદ્ધ ગુન્હો નોંધવા અને ભાજપની ટિકિટ રદ કરવાની માંગ કરવામાં આવી હતી.


પુતળાદહન કરવામાં આવ્યું

રૂપાલાની માફી બાદ પણ વિવાદ વકરતો જઈ રહ્યો છે. જેમાં મોરબીમાં કરણી સેનાએ ઉગ્ર વિરોધ કર્યો છે. આ માટે ક્ષત્રિય સમાજના આગેવાનોએ સરદાર બાગ ખાતે પૂતળાદહન કરાયું હતું. જેના સાથે જ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે વિરોધ ચાલું રાખ્યો છે. આ ઉપરાંત ટિકિટ રદ નહીં થાય તો ખરાબ પરિણામની ચીમકી આપી છે.

દેશભરમાં વિરોધની ચીમકી

જ્યાં વડોદરા સાવલી કરણીસેના વીર મહા રાણા પ્રતાપ સેવા ટ્રસ્ટ તેમજ મહાકાલ સેના દ્વારા આવેદનપત્ર આપી સખત કાર્યવાહી કરવા માંગ કરી છે. તેમજ ભારતભરના ક્ષત્રિય સમાજ પરશોત્તમ રૂપાલા વિરુદ્ધ રસ્તા ઉપર ઉતરશે તેવી ચીમકી ઉચ્ચારી સમાધાન મંજુર ન હોવાનું સ્પષ્ટ કર્યું હતું.


આણંદ જિલ્લા ક્ષત્રિય સમાજ દ્વારા પરશોત્તમ રૂપાલા વિરૂધ્ધ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. જેમાં સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. જેના સાથે જ પરશોત્તમ રૂપાલા વિરૂધ્ધ ગુનો નોંધવાની માંગ કરવામાં આવી છે.

500 વાર માફી પણ મંજૂર નહીં

આ સાથે જ પરશોત્તમ રૂપાલાની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે તેવી માંગ કરાઈ છે. જેના સાથે જ ક્ષત્રિય આગમેવાનોએ કહ્યું કે, 500 વાર માફી માંગે તો પણ આપી શકાય નહીં. જો કોઇ કાર્યવાહી કરવામાં નહીં આવે તો આવનાર લોકસભા ચૂંટણીમાં ભાજપને ભારે પડશે.


ટિકિટ રદ કરવાની માંગણી

રૂપાલા ટિપ્પણી વિવાદનો વિરોધ ચરમસીમાએ પહોંચ્યો છે. જેમાં ધ્રાંગધ્રા ક્ષત્રિય સમાજની ઉગ્ર આંદોલનની ચીમકી આપી છે. જેના સાથે જ ઉગ્ર રીતે રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગણી કરવામાં આવી છે. જેમાં ટિકિટ રદ નહીં થાય તો મતદાનમાં વિરોધ બતાવીશું તેમ જણાવી કલેક્ટર કચેરીએ આવેદન આપી રોષ વ્યક્ત કર્યો છે.