Loksabha Election 2024 : પ્રિયંકા ગાંધી ગેનીબેનના સમર્થનમાં કરશે પ્રચાર

રાહુલ ગાંધી સૌરાષ્ટ્રમાં ગુજરાત કોંગ્રેસ માટે કરશે પ્રચાર લોકસભા કોંગ્રેસના મહિલા ઉમેદવારના સમર્થનમાં કરશે પ્રચાર મેં મહિનાની શરૂઆતમાં ગુજરાત આવશે ગુજરાતમાં વધી રહેલા ગરમીના પારા વચ્ચે હજુ જોઈએ તેવો ચૂંટણી પ્રચાર પ્રસારનો ગરમાવો જોવા મળતો નથી. હાલ મુખ્ય રાજકીય પક્ષ ભાજપ અને કોંગ્રેસ તેના મતદારોને રીઝવવા માટે મતદાન પૂર્વેના એક સપ્તાહ દરમિયાન કાર્પેટ બોમ્બાર્ડીગ શરૂ કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના સ્થાપના દિવસે પ્રવાસ કાર્યક્રમનો પ્રારંભ કરશે તો રાહુલ ગાંધી તે પૂર્વે 29મીએ પાટણમાં, પ્રિયંકા ગાંધી 27 મીએ ધરમપુરમાં જાહેર સભા ગજવશે. કોંગ્રેસના નેતાઓ 26 એપ્રિલથી 5 મે સુધી ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરશે. કેન્દ્રીય નેતાઓ ઉતર્યા પ્રચારમાં કોંગ્રેસના કેન્દ્રીય નેતાઓનો ગુજરાતમાં પ્રચારની શરૂઆત થઈ ગઈ છે.ત્યારે રાહુલ ગાંધી આવતીકાલે ગુજરાતમાં કરશે ચૂંટણી પ્રચાર,પાટણ લોકસભા ઉમેદવારના પ્રચારમાં કરશે જાહેરસભા,સમય બાકી છે ત્યારે આગામી 26 એપ્રિલથી 5 મે સુધી કોંગ્રેસના દેશભરના નેતાઓ ગુજરાતમાં ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર કરશે. મલ્લિકાર્જુન ખડગે પણ આવી શકે છે ગુજરાત કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પહેલી મેની આસપાસ ગુજરાતમાં ચાર દિવસનું રોકાણ કરીને ચારેય ઝોનમાં એક એક સભા સંબોધે તેવું આયોજન થઈ રહ્યું છે. કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતના આગમન પહેલા રાષ્ટ્રીય મહામંત્રી અને ગુજરાતના પ્રભારી મુકુલવાસનિક ગુજરાતમાં ડેરા તંબુ તાણીને પ્રદેશના નેતાઓ સાથે કેન્દ્રીય નેતાઓની સભાના સ્થળ સહિતના આયોજન પર સીધી દેખરેખ રાખશે. કોગ્રેસ છે આકરાપાણીએકોંગ્રેસ દ્વારા જારી કરવામાં આવેલા 27 મેથી 5 મે સુધીના ચૂંટણી પ્રચાર કાર્યક્રમમાં પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધીની એક-એક જાહેર સભાનો ઉલ્લેખ છે. પાર્ટીના આ નેતાઓ ઉપરાંત કોંગ્રેસના યુવા ચહેરાઓ પણ ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરશે. તેમાં કન્હૈયા કુમાર, ઈમરાન પ્રતાપગઢી, બી વી શ્રીનિવાસ ગુજરાતમાં પ્રેસ કોન્ફરન્સ સાથે પબ્લિક મીટિંગ કરશે. ગુજરાતમાં કોંગ્રેસે 24 બેઠકો પર ઉમેદવારો ઉતાર્યા છે. કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ થતાં સુરત બેઠક પર ભાજપે બિનહરીફ જીત મેળવી છે. આવી સ્થિતિમાં કોંગ્રેસ 23 બેઠકો પર જીત માટે જોરશોરથી પ્રચાર કરશે. કોંગ્રેસે ભરૂચ અને ભાવનગરની બેઠકો આમ આદમી પાર્ટી માટે છોડી છે.

Loksabha Election 2024 : પ્રિયંકા ગાંધી ગેનીબેનના સમર્થનમાં કરશે પ્રચાર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • રાહુલ ગાંધી સૌરાષ્ટ્રમાં ગુજરાત કોંગ્રેસ માટે કરશે પ્રચાર
  • લોકસભા કોંગ્રેસના મહિલા ઉમેદવારના સમર્થનમાં કરશે પ્રચાર
  • મેં મહિનાની શરૂઆતમાં ગુજરાત આવશે

ગુજરાતમાં વધી રહેલા ગરમીના પારા વચ્ચે હજુ જોઈએ તેવો ચૂંટણી પ્રચાર પ્રસારનો ગરમાવો જોવા મળતો નથી. હાલ મુખ્ય રાજકીય પક્ષ ભાજપ અને કોંગ્રેસ તેના મતદારોને રીઝવવા માટે મતદાન પૂર્વેના એક સપ્તાહ દરમિયાન કાર્પેટ બોમ્બાર્ડીગ શરૂ કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના સ્થાપના દિવસે પ્રવાસ કાર્યક્રમનો પ્રારંભ કરશે તો રાહુલ ગાંધી તે પૂર્વે 29મીએ પાટણમાં, પ્રિયંકા ગાંધી 27 મીએ ધરમપુરમાં જાહેર સભા ગજવશે. કોંગ્રેસના નેતાઓ 26 એપ્રિલથી 5 મે સુધી ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરશે.

કેન્દ્રીય નેતાઓ ઉતર્યા પ્રચારમાં

કોંગ્રેસના કેન્દ્રીય નેતાઓનો ગુજરાતમાં પ્રચારની શરૂઆત થઈ ગઈ છે.ત્યારે રાહુલ ગાંધી આવતીકાલે ગુજરાતમાં કરશે ચૂંટણી પ્રચાર,પાટણ લોકસભા ઉમેદવારના પ્રચારમાં કરશે જાહેરસભા,સમય બાકી છે ત્યારે આગામી 26 એપ્રિલથી 5 મે સુધી કોંગ્રેસના દેશભરના નેતાઓ ગુજરાતમાં ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર કરશે.

મલ્લિકાર્જુન ખડગે પણ આવી શકે છે ગુજરાત

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પહેલી મેની આસપાસ ગુજરાતમાં ચાર દિવસનું રોકાણ કરીને ચારેય ઝોનમાં એક એક સભા સંબોધે તેવું આયોજન થઈ રહ્યું છે. કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતના આગમન પહેલા રાષ્ટ્રીય મહામંત્રી અને ગુજરાતના પ્રભારી મુકુલવાસનિક ગુજરાતમાં ડેરા તંબુ તાણીને પ્રદેશના નેતાઓ સાથે કેન્દ્રીય નેતાઓની સભાના સ્થળ સહિતના આયોજન પર સીધી દેખરેખ રાખશે.

કોગ્રેસ છે આકરાપાણીએ

કોંગ્રેસ દ્વારા જારી કરવામાં આવેલા 27 મેથી 5 મે સુધીના ચૂંટણી પ્રચાર કાર્યક્રમમાં પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધીની એક-એક જાહેર સભાનો ઉલ્લેખ છે. પાર્ટીના આ નેતાઓ ઉપરાંત કોંગ્રેસના યુવા ચહેરાઓ પણ ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરશે. તેમાં કન્હૈયા કુમાર, ઈમરાન પ્રતાપગઢી, બી વી શ્રીનિવાસ ગુજરાતમાં પ્રેસ કોન્ફરન્સ સાથે પબ્લિક મીટિંગ કરશે. ગુજરાતમાં કોંગ્રેસે 24 બેઠકો પર ઉમેદવારો ઉતાર્યા છે. કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ થતાં સુરત બેઠક પર ભાજપે બિનહરીફ જીત મેળવી છે. આવી સ્થિતિમાં કોંગ્રેસ 23 બેઠકો પર જીત માટે જોરશોરથી પ્રચાર કરશે. કોંગ્રેસે ભરૂચ અને ભાવનગરની બેઠકો આમ આદમી પાર્ટી માટે છોડી છે.