Rajkot અગ્નિકાંડને લઈ SIT દ્રારા બંન્ને કમિશનરોની પૂછપરછ કરાઈ

રાજકોટ અગ્નિકાંડમાં ત્રીજા દિવસે SIT દ્વારા અધિકારીઓની પૂછપરછ ગાંધીનગરમાં 10થી વધુ અધિકારીઓની થઈ પૂછપરછ આજે પણ કેટલાક લોકો જવાબ લખાવવા આવી શકે તેવી શકયતા રાજકોટના અગ્નિકાંડ બાદ રાજયસરકાર દ્રારા SITની રચના કરવામાં આવી છે,ત્યારે અધિકારીઓની પૂછપરછ પણ કરાઈ રહી છે,અત્યારસુધીમાં 10થી વધુ અધિકારીઓની પૂછપરછ કરાઈ છે અને ટેક્નિકલ બાબતોના આધારે રિપોર્ટ થઈ રહ્યો છે તૈયાર,SIT દ્રારા રાજકોટમાં બન્ને કમિશનરોની પૂછપરછ કરાઈ છે.આજે પણ કેટલાક અધિકારીઓના નિવેદન લેવાઈ શકે છે. ગાંધીનગરમાં સતત બેઠકોનો દોર ચાલી રહ્યો ગાંધીનગરમાં આજે પણ સતત બેઠકોનો દોર ચાલી રહ્યો છે. સરકાર એક તરફ ગેમ ઝોનના મામલે નવા નિયમો બનાવી રહી છે અને તે ગમે તે સમયે જાહેર થઈ શકે છે ત્યારે બીજીતરફ તેમની ઉપર રાજકીય દબાણ વધી રહ્યું છે. સચિવાલયની અંદર અને બહાર, મંત્રીમંડળ તેમજ સંગઠનમાં પણ જોરશોરથી ચર્ચા ચાલી રહી છે. 4 આરોપી અધિકારીઓ 12 દિવસના રિમાન્ડ પર રાજકોટ અગ્નિકાંડના 4 સસ્પેન્ડેડ આરોપી અધિકારીઓને 12 દિવસના રિમાન્ડ પર મોકલાયા છે. આરોપી અધિકારીઓને કોર્ટમાં રજૂ કરી 14 દિવસના રિમાન્ડની માગ કરાઈ હતી. વિશેષ સરકારી વકીલ તુષાર ગોકાણીએ કોર્ટમાં ધારદાર દલીલો કરી. SITની તપાસમાં સામે આવ્યુ છે કે 6જૂન 2023ના દિવસે TRP ગેમઝોનને નોટીસ આપવામાં આવી હતી. નોટીસ બાદ આરોપી અધિકારીઓની રહેમ નજર હેઠળ આ ગેમઝોન ધમધમતો હતો. નોટિસ અપાયાના 7 દિવસમાં કાર્યવાહી કરવાની હોવા છતા પગલા ન લેવાયા. ટાઉન પ્લાનર તથા ચીફ ફાયર ઓફીસર સામે તપાસ રાજકોટ અગ્નિકાંડમાં અધિકારીઓની બેદરકારીના કારણે સમગ્ર બનાવ બન્યો હોવાની હકીકતોનો પર્દાફાશ થવા પામ્યો હતો. જેથી રાજકોટવાસીઓ સહિત સમગ્ર ગુજરાતમાં ભારે હોબાળો મચી જવા પામ્યો હતો. આ ઉહાપોહના કારણે સરકાર તરફથી જવાબદાર અધિકારીઓ સામે ગુનો દાખલ કરવાથી માંડીને તેમની સામે આવક કરતાં અપ્રમાણસરની મિલકત અંગેની તપાસના આદેશો જારી કરવામાં આવ્યા હતા. આ આદેશના પગલે રાજકોટના ચીફ ટાઉન પ્લાનર એમ.ડી. સાંગઠીયા તથા રાજકોટના ચીફ ફાયર ઓફીસર આઇ.વી. ખેર સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

Rajkot અગ્નિકાંડને લઈ SIT દ્રારા બંન્ને કમિશનરોની પૂછપરછ કરાઈ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • રાજકોટ અગ્નિકાંડમાં ત્રીજા દિવસે SIT દ્વારા અધિકારીઓની પૂછપરછ
  • ગાંધીનગરમાં 10થી વધુ અધિકારીઓની થઈ પૂછપરછ
  • આજે પણ કેટલાક લોકો જવાબ લખાવવા આવી શકે તેવી શકયતા

રાજકોટના અગ્નિકાંડ બાદ રાજયસરકાર દ્રારા SITની રચના કરવામાં આવી છે,ત્યારે અધિકારીઓની પૂછપરછ પણ કરાઈ રહી છે,અત્યારસુધીમાં 10થી વધુ અધિકારીઓની પૂછપરછ કરાઈ છે અને ટેક્નિકલ બાબતોના આધારે રિપોર્ટ થઈ રહ્યો છે તૈયાર,SIT દ્રારા રાજકોટમાં બન્ને કમિશનરોની પૂછપરછ કરાઈ છે.આજે પણ કેટલાક અધિકારીઓના નિવેદન લેવાઈ શકે છે.

ગાંધીનગરમાં સતત બેઠકોનો દોર ચાલી રહ્યો

ગાંધીનગરમાં આજે પણ સતત બેઠકોનો દોર ચાલી રહ્યો છે. સરકાર એક તરફ ગેમ ઝોનના મામલે નવા નિયમો બનાવી રહી છે અને તે ગમે તે સમયે જાહેર થઈ શકે છે ત્યારે બીજીતરફ તેમની ઉપર રાજકીય દબાણ વધી રહ્યું છે. સચિવાલયની અંદર અને બહાર, મંત્રીમંડળ તેમજ સંગઠનમાં પણ જોરશોરથી ચર્ચા ચાલી રહી છે.

4 આરોપી અધિકારીઓ 12 દિવસના રિમાન્ડ પર

રાજકોટ અગ્નિકાંડના 4 સસ્પેન્ડેડ આરોપી અધિકારીઓને 12 દિવસના રિમાન્ડ પર મોકલાયા છે. આરોપી અધિકારીઓને કોર્ટમાં રજૂ કરી 14 દિવસના રિમાન્ડની માગ કરાઈ હતી. વિશેષ સરકારી વકીલ તુષાર ગોકાણીએ કોર્ટમાં ધારદાર દલીલો કરી. SITની તપાસમાં સામે આવ્યુ છે કે 6જૂન 2023ના દિવસે TRP ગેમઝોનને નોટીસ આપવામાં આવી હતી. નોટીસ બાદ આરોપી અધિકારીઓની રહેમ નજર હેઠળ આ ગેમઝોન ધમધમતો હતો. નોટિસ અપાયાના 7 દિવસમાં કાર્યવાહી કરવાની હોવા છતા પગલા ન લેવાયા.

ટાઉન પ્લાનર તથા ચીફ ફાયર ઓફીસર સામે તપાસ

રાજકોટ અગ્નિકાંડમાં અધિકારીઓની બેદરકારીના કારણે સમગ્ર બનાવ બન્યો હોવાની હકીકતોનો પર્દાફાશ થવા પામ્યો હતો. જેથી રાજકોટવાસીઓ સહિત સમગ્ર ગુજરાતમાં ભારે હોબાળો મચી જવા પામ્યો હતો. આ ઉહાપોહના કારણે સરકાર તરફથી જવાબદાર અધિકારીઓ સામે ગુનો દાખલ કરવાથી માંડીને તેમની સામે આવક કરતાં અપ્રમાણસરની મિલકત અંગેની તપાસના આદેશો જારી કરવામાં આવ્યા હતા. આ આદેશના પગલે રાજકોટના ચીફ ટાઉન પ્લાનર એમ.ડી. સાંગઠીયા તથા રાજકોટના ચીફ ફાયર ઓફીસર આઇ.વી. ખેર સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.