Rahul Gandhi 6 જુલાઈએ ગુજરાત આવી શકે તેવી શકયતા,પથ્થરમારને લઈ મેળવશે તાગ

કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે આપ્યું આમંત્રણ પથ્થરમારાની ઘટનામાં પકડાયેલ કાર્યકર્તાઓેને રૂબરૂ મળી શકે છે ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તા વચ્ચે થયું હતું ઘર્ષણ અમદાવાદની એલિસબ્રિજ ખાતે આવેલી કોંગ્રેસ ઓફીસ ખાતે બે દિવસ અગાઉ ભાજપ-કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે પથ્થરમારાની ઘટના બની હતી,જેમાં એલિસબ્રિજ પોલીસે 5 કોંગ્રેસી કાર્યકર્તાઓની ધરપકડ કરી હતી.જેને લઈ પોલીસ સામે આક્ષેપ લાગ્યો છે કે,ભાજપના કાર્યકર્તાઓ સામે પણ પોલીસ ફરિયાદ નોંધાય તેને લઈ રાહુલ ગાંધી 6 જુલાઈના રોજ ગુજરાત આવે તેવી શકયતાઓ સેવાઈ રહી છે. શકિતસિંહ ગોહીલે આપ્યું રાહુલ ગાંધીને આમંત્રણ પથ્થરમારાની ઘટનામાં ધરપકડ કરાયેલા કાર્યકર્તાઓને મળી શકે છે રાહુલ ગાંધી,ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે ગુજરાત આવવા રાહુલ ગાંધીને આપ્યું છે આમંત્રણ,કોંગ્રેસના કાર્યકરોનો ઉત્સાહ વધારવા માટે રાહુલ ગાંધીને અપાયું આમંત્રણ,અમદાવાદ પોલીસની એકતરફી કાર્યવાહી અંગે કોંગ્રેસ અધ્યક્ષે રાહુલ ગાંધીને કરી છે ફરિયાદ. કોની સામે નોંધાયો ગુનો સંજય બ્રહ્મભટ્ટના પત્ની પદ્માબેન બ્રહ્મભટ્ટ છે ઇન્ડિયા કોલોની વોર્ડના કોર્પોરેટર છે,કોંગ્રેસના મનીષ ઠાકોર જેઓ નારણપુરા વોર્ડ પ્રમુખ છે.મુકેશ દંતાણી જેઓ અમદાવાદ શહેરના કોંગ્રેસ ઉપપ્રમુખ છે.કોંગ્રેસ કાર્યકર્તા વિમલ કંસારા,NSUI પ્રવક્તા હર્ષ પરમારની પણ ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદ કોગ્રેસ કાર્યાલય પર બંદોબસ્ત ગોઠવાયો બંને પક્ષે સામસામે પથ્થરમારો શરૂ થયો હતો. 30 મિનિટ જેટલો સમય પથ્થરમારો ચાલ્યો હતો, ત્યારબાદ પોલીસે મામલો થાળે પાડ્યો હતો. પોલીસે અંતે કોંગ્રેસ કાર્યાલયથી પણ કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી હતી. અત્યારે કોંગ્રેસ કાર્યાલય પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. રાહુલ ગાંધીએ એકસ પર કરી હતી પોસ્ટ આ મામલે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ એક્સ પર પોસ્ટ પર આ હિંસાની ટીકા કરી ફરીવાર ભાજપ નિશાન સાધ્યું હતુ,અને કહ્યું કે,હિંસા અને નફરત ફેલાવનારા ભાજપના લોકો હિંદુ ધર્મના મૂળ સિદ્ધાંતોને સમજતા નથી,ગુજરાતની જનતા તેમના જુઠ્ઠાણાથી સ્પષ્ટપણે જોવે છે,ભાજપ સરકારને ગુજરાતની પ્રજા નિર્ણાયક પાઠ ભણાવશે,હું ફરી કહું છું - ગુજરાતમાં INDIA જીતવા જઈ રહ્યું છે. ભાજપ-કોંગ્રેસ કાર્યકરો સામસામે આવી ગયા હતા ભાજપના કાર્યકરો પાલડી ચાર રસ્તા ઓળંગી કોંગ્રેસ કાર્યાલયે તરફ આવી રહ્યા હતા, ત્યારે કોંગ્રેસના કાર્યકરો ઉશ્કેરાઇને સૂત્રોચ્ચાર સાથે પથ્થરમારો અને હાથમાં રહેલી લાકડીઓ ભાજપના કાર્યકરો પર છૂટી ફેંકી હતી, જેથી ભાજપના કાર્યકરો પણ નીચે પડેલા પથ્થર છૂટા ફેંકવા લાગ્યા હતા. આ દરમિયાન વચ્ચે ઊભેલા પોલીસ પર પણ પથ્થર પાડવા લાગ્યા હતા. કેટલાક પોલીસકર્મીઓ બચવા ગાડીની આસપાસ છુપાઈ ગયા હતા, તો કેટલાક બંને પક્ષે લોકોને રોકી રહ્યા હતા. આ દરમિયાન એક કોન્સ્ટેબલને માથામાં પથ્થર વાગતા ઢળી પડ્યો હતો. જેથી સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

Rahul Gandhi 6 જુલાઈએ ગુજરાત આવી શકે તેવી શકયતા,પથ્થરમારને લઈ મેળવશે તાગ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે આપ્યું આમંત્રણ
  • પથ્થરમારાની ઘટનામાં પકડાયેલ કાર્યકર્તાઓેને રૂબરૂ મળી શકે છે
  • ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તા વચ્ચે થયું હતું ઘર્ષણ

અમદાવાદની એલિસબ્રિજ ખાતે આવેલી કોંગ્રેસ ઓફીસ ખાતે બે દિવસ અગાઉ ભાજપ-કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે પથ્થરમારાની ઘટના બની હતી,જેમાં એલિસબ્રિજ પોલીસે 5 કોંગ્રેસી કાર્યકર્તાઓની ધરપકડ કરી હતી.જેને લઈ પોલીસ સામે આક્ષેપ લાગ્યો છે કે,ભાજપના કાર્યકર્તાઓ સામે પણ પોલીસ ફરિયાદ નોંધાય તેને લઈ રાહુલ ગાંધી 6 જુલાઈના રોજ ગુજરાત આવે તેવી શકયતાઓ સેવાઈ રહી છે.

શકિતસિંહ ગોહીલે આપ્યું રાહુલ ગાંધીને આમંત્રણ

પથ્થરમારાની ઘટનામાં ધરપકડ કરાયેલા કાર્યકર્તાઓને મળી શકે છે રાહુલ ગાંધી,ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે ગુજરાત આવવા રાહુલ ગાંધીને આપ્યું છે આમંત્રણ,કોંગ્રેસના કાર્યકરોનો ઉત્સાહ વધારવા માટે રાહુલ ગાંધીને અપાયું આમંત્રણ,અમદાવાદ પોલીસની એકતરફી કાર્યવાહી અંગે કોંગ્રેસ અધ્યક્ષે રાહુલ ગાંધીને કરી છે ફરિયાદ.

કોની સામે નોંધાયો ગુનો

સંજય બ્રહ્મભટ્ટના પત્ની પદ્માબેન બ્રહ્મભટ્ટ છે ઇન્ડિયા કોલોની વોર્ડના કોર્પોરેટર છે,કોંગ્રેસના મનીષ ઠાકોર જેઓ નારણપુરા વોર્ડ પ્રમુખ છે.મુકેશ દંતાણી જેઓ અમદાવાદ શહેરના કોંગ્રેસ ઉપપ્રમુખ છે.કોંગ્રેસ કાર્યકર્તા વિમલ કંસારા,NSUI પ્રવક્તા હર્ષ પરમારની પણ ધરપકડ કરવામાં આવી છે.

અમદાવાદ કોગ્રેસ કાર્યાલય પર બંદોબસ્ત ગોઠવાયો

બંને પક્ષે સામસામે પથ્થરમારો શરૂ થયો હતો. 30 મિનિટ જેટલો સમય પથ્થરમારો ચાલ્યો હતો, ત્યારબાદ પોલીસે મામલો થાળે પાડ્યો હતો. પોલીસે અંતે કોંગ્રેસ કાર્યાલયથી પણ કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી હતી. અત્યારે કોંગ્રેસ કાર્યાલય પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

રાહુલ ગાંધીએ એકસ પર કરી હતી પોસ્ટ

આ મામલે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ એક્સ પર પોસ્ટ પર આ હિંસાની ટીકા કરી ફરીવાર ભાજપ નિશાન સાધ્યું હતુ,અને કહ્યું કે,હિંસા અને નફરત ફેલાવનારા ભાજપના લોકો હિંદુ ધર્મના મૂળ સિદ્ધાંતોને સમજતા નથી,ગુજરાતની જનતા તેમના જુઠ્ઠાણાથી સ્પષ્ટપણે જોવે છે,ભાજપ સરકારને ગુજરાતની પ્રજા નિર્ણાયક પાઠ ભણાવશે,હું ફરી કહું છું - ગુજરાતમાં INDIA જીતવા જઈ રહ્યું છે.

ભાજપ-કોંગ્રેસ કાર્યકરો સામસામે આવી ગયા હતા

ભાજપના કાર્યકરો પાલડી ચાર રસ્તા ઓળંગી કોંગ્રેસ કાર્યાલયે તરફ આવી રહ્યા હતા, ત્યારે કોંગ્રેસના કાર્યકરો ઉશ્કેરાઇને સૂત્રોચ્ચાર સાથે પથ્થરમારો અને હાથમાં રહેલી લાકડીઓ ભાજપના કાર્યકરો પર છૂટી ફેંકી હતી, જેથી ભાજપના કાર્યકરો પણ નીચે પડેલા પથ્થર છૂટા ફેંકવા લાગ્યા હતા. આ દરમિયાન વચ્ચે ઊભેલા પોલીસ પર પણ પથ્થર પાડવા લાગ્યા હતા. કેટલાક પોલીસકર્મીઓ બચવા ગાડીની આસપાસ છુપાઈ ગયા હતા, તો કેટલાક બંને પક્ષે લોકોને રોકી રહ્યા હતા. આ દરમિયાન એક કોન્સ્ટેબલને માથામાં પથ્થર વાગતા ઢળી પડ્યો હતો. જેથી સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.