Surendranagar: ધ્રાંગધ્રામાં વીજ વિક્ષેપ અને લો-વોલ્ટેજની સમસ્યાથી પ્રજાને હવે મુક્તિ મળવાનાં એંધાણ

17 ટ્રાન્સફોર્મરની ક્ષમતામાં વધારો કરવામાં આવતા લોકોની મુશ્કેલી દૂર થશેશહેરીજનો માટે વાવડ રાહતના : PGVCL દ્વારા વિવિધ વિસ્તારમાં 15 નવા ટીસી ઊભા કરાયા લોકોની લો વોલ્ટેજ અને વીજ વીક્ષેપની મોટાપાયે ફરિયાદો મળતી હતી પીજીવીસીએલની ધ્રાંગધ્રા વિભાગીય પેટા કચેરીમાં ઉનાળાના સમયે લોકોની લો વોલ્ટેજ અને વીજ વીક્ષેપની મોટાપાયે ફરિયાદો મળતી હતી. ત્યારે વીજ કંપની દ્વારા ધ્રાંગધ્રા તાલુકામાં 15 નવા ટીસી મુકવામાં આવ્યા છે. જયારે 17 ટ્રાન્સફોર્મરમાં વીજ ક્ષમતામાં વધારો કરવામાં આવ્યો છે. જેનાથી લોકોને પડતી મુશ્કેલી દુર થશે. સુરેન્દ્રનગર જિલ્લામાં ખાસ કરીને ઉનાળાના સમયમાં વીજ માંગમાં વધારો થાય છે. ત્યારે ધ્રાંગધ્રા પેટા વિભાગીય કચેરીમાં ઉનાળાના સમયે લો વોલ્ટેજ અને વીજ વીક્ષેપની અનેક ફરિયાદો આવી હતી. જેમાં પીજીવીસીએલના સર્કલ ઓફીસર અને ધ્રાંગધ્રા કાર્યપાલક ઈજનેર એમ.એન.સુમેસરાના માર્ગદર્શનથી સ્ટાફ દ્વારા લોકોને પડતી મુશ્કેલી દુર કરાઈ છે. જેમાં રાજસીતાપુર પેટા વિભાગીય કચેરીના ખોડુ, રામગઢ, હામપર, નવલગઢ, ધોળી, દેવચરાડી, ગુજરવદી અને ખાંભડામાં 8 નવા ટ્રાન્સફોર્મર મુકાયા છે. જયારે 4 ટીસીની ક્ષમતા વધારાઈ છે. જયારે ધ્રાંગધ્રા ગ્રામ્યમાં ભરાડામાં નવુ ટીસી, વસાડવા અને નરાળીમાં હયાત ટીસીની ક્ષમતા વધારાઈ છે. આ ઉપરાંત પાટડીના બજાણામાં નવુ ટીસી, પાટડી સીટી અને હરીપુરામાં ક્ષમતા વધારાઈ છે. આ ઉપરાંત દસાડા અને એરવાડામાં નવુ ટીસી મુકાયુ છે અને ઝેઝરા તથા વીસાવડીમાં ક્ષમતા વધારાઈ છે. બીજી તરફ ધ્રાંગધ્રા શહેરના પુનીતનગરમાં નવુ ટીસી નરસીંહપરા, ભગવતધામ, નરસીંહમંદીર, હોલન્ડ શો રૂમ, આંબેડકરનગર, જડેશ્વર સોસાયટીમાં હયાત ટીસીની ક્ષમતા વધારાઈ છે. કુલ 15 ટીસી નવા મુકાયા અને 17 ટીસીની ક્ષમતા વીજ કંપની દ્વારા વધારાતા લોકોની મુશકેલીનો અંત આવશે.

Surendranagar: ધ્રાંગધ્રામાં વીજ વિક્ષેપ અને લો-વોલ્ટેજની સમસ્યાથી પ્રજાને હવે મુક્તિ મળવાનાં એંધાણ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • 17 ટ્રાન્સફોર્મરની ક્ષમતામાં વધારો કરવામાં આવતા લોકોની મુશ્કેલી દૂર થશે
  • શહેરીજનો માટે વાવડ રાહતના : PGVCL દ્વારા વિવિધ વિસ્તારમાં 15 નવા ટીસી ઊભા કરાયા
  • લોકોની લો વોલ્ટેજ અને વીજ વીક્ષેપની મોટાપાયે ફરિયાદો મળતી હતી

પીજીવીસીએલની ધ્રાંગધ્રા વિભાગીય પેટા કચેરીમાં ઉનાળાના સમયે લોકોની લો વોલ્ટેજ અને વીજ વીક્ષેપની મોટાપાયે ફરિયાદો મળતી હતી. ત્યારે વીજ કંપની દ્વારા ધ્રાંગધ્રા તાલુકામાં 15 નવા ટીસી મુકવામાં આવ્યા છે. જયારે 17 ટ્રાન્સફોર્મરમાં વીજ ક્ષમતામાં વધારો કરવામાં આવ્યો છે. જેનાથી લોકોને પડતી મુશ્કેલી દુર થશે.

સુરેન્દ્રનગર જિલ્લામાં ખાસ કરીને ઉનાળાના સમયમાં વીજ માંગમાં વધારો થાય છે. ત્યારે ધ્રાંગધ્રા પેટા વિભાગીય કચેરીમાં ઉનાળાના સમયે લો વોલ્ટેજ અને વીજ વીક્ષેપની અનેક ફરિયાદો આવી હતી. જેમાં પીજીવીસીએલના સર્કલ ઓફીસર અને ધ્રાંગધ્રા કાર્યપાલક ઈજનેર એમ.એન.સુમેસરાના માર્ગદર્શનથી સ્ટાફ દ્વારા લોકોને પડતી મુશ્કેલી દુર કરાઈ છે. જેમાં રાજસીતાપુર પેટા વિભાગીય કચેરીના ખોડુ, રામગઢ, હામપર, નવલગઢ, ધોળી, દેવચરાડી, ગુજરવદી અને ખાંભડામાં 8 નવા ટ્રાન્સફોર્મર મુકાયા છે. જયારે 4 ટીસીની ક્ષમતા વધારાઈ છે. જયારે ધ્રાંગધ્રા ગ્રામ્યમાં ભરાડામાં નવુ ટીસી, વસાડવા અને નરાળીમાં હયાત ટીસીની ક્ષમતા વધારાઈ છે. આ ઉપરાંત પાટડીના બજાણામાં નવુ ટીસી, પાટડી સીટી અને હરીપુરામાં ક્ષમતા વધારાઈ છે. આ ઉપરાંત દસાડા અને એરવાડામાં નવુ ટીસી મુકાયુ છે અને ઝેઝરા તથા વીસાવડીમાં ક્ષમતા વધારાઈ છે. બીજી તરફ ધ્રાંગધ્રા શહેરના પુનીતનગરમાં નવુ ટીસી નરસીંહપરા, ભગવતધામ, નરસીંહમંદીર, હોલન્ડ શો રૂમ, આંબેડકરનગર, જડેશ્વર સોસાયટીમાં હયાત ટીસીની ક્ષમતા વધારાઈ છે. કુલ 15 ટીસી નવા મુકાયા અને 17 ટીસીની ક્ષમતા વીજ કંપની દ્વારા વધારાતા લોકોની મુશકેલીનો અંત આવશે.