Gujarat News: તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની ટીમે ગામની મુલાકાત લીધી

રખડતા ઢોર મુક્ત ગામ સમઢીયાળાની મુલાકાતે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની ટીમ કલાકારોએ બાલ મુકુંદ ગૌશાળાની મુલાકાત લઈને પ્રશંસના કરી વહેલી સવારે જઈને સૌથી પહેલા મતદાન કરી લેજો: સુંદર જેતપુર તાલુકાના બોરડી સમઢીયાળા ગામ સંપૂર્ણ રખડતા ઢોર મુક્ત બન્યું છે, ત્યારે રખડતા 250 જેટલા ઢોરને બાલ મુકુંદ ગૌશાળામાં રાખવામાં આવ્યા છે. આ રખડતા ઢોર મુક્ત ગામની મુલાકાત માટે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની ટીમના સુંદર, અબ્દુલ, ગોલી, હાથી અને ટાપુ સહિતના કલાકારો આવી પહોંચ્યા હતા. કલાકારોએ બાલ મુકુંદ ગૌશાળાની મુલાકાત લઈને પ્રશંસના કરી કલાકારોએ બાલ મુકુંદ ગૌશાળાની મુલાકાત લઈને પ્રશંસના કરી હતી. સાથે જ ગૌશાળાના દર્શન કરીને ગ્રામજનોનો આભાર માન્યો હતો. ગૌશાળા જોઈને ટ્રસ્ટીઓ તેમજ ગ્રામજનોને પણ બિરદાવ્યા હતા અને રખડતા ઢોર મુક્ત ગામ સૌ કોઈ માટે પ્રેરણારૂપ છે. સાથે જ જણાવ્યું હતુ કે અન્ય ગામોએ પણ આ ગામ ઉપરથી શીખ લઈને રખડતા ઢોર મુક્ત ગામ બનાવવાની પ્રેરણા લેવી જોઈએ. આપણા સૌ કોઈ માટે ગૌરવની ક્ષણ છે. સાથે જ ગુજરાતના દર્શક મિત્રોને ગુજરાતના સ્થાપના દિવસની ખૂબ ખૂબ શુભ કામના પાઠવી હતી. વહેલી સવારે જઈને સૌથી પહેલા મતદાન કરી લેજો: સુંદર તેમજ જણાવ્યું હતુ કે લોકસભાની ચૂંટણી હોય ત્યારે દિવાળી અને હોળી આવે તેવો ઉત્સાવ હોય છે. સાથે જ આ એક એવું પર્વ છે જે સૌને લાગે અને રાષ્ટ્રીય પર્વ છે. હું જેટલી પણ વખત મતદાન કરું છું તેનો મને આનંદ હોય છે. જે યુવાનોનું પહેલી વખત વોટિંગ છે તેની માટે ખાસ પહેલ છે કે સૌ કોઈ અચૂક મતદાન કરવા જજો, તમે જ્યારે મતદાન કરવા જશો ત્યારે દેશના નિર્માણ માટે તમારુ યોગદાન આપ્યું છે, EVM ઉપરની જે પ્રકારની સ્વીચ દબાવશો તે તરફ આપણું ભારત જવાનું છે. ઇલેક્શન જેવો આનાથી મોટો કોઈ બીજો રાષ્ટ્રીય અવસર હોઈ ના શકે. હાલ ગરમી વધુ છે એટલે સૌ કોઈને વિનંતી છે કે વહેલી સવારે જઈને સૌથી પહેલા મતદાન કરી લેજો. બાળકને જેવી રીતે કોઈની નજર ન લાગે તે માટે કાળું ટપકું કરતા હોય છે તેવી જ રીતે ભારત દેશને કોઈની નજર ન લાગી જાય અને ભારત દેશને આગળ લઈ જવા માટે આંગળી ઉપર કાળું ટપકું મુકવાનું છે, એટલે મતદાન કરવા અચૂક જજો તેવી સુંદરે અપીલ કરી હતી.

Gujarat News: તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની ટીમે ગામની મુલાકાત લીધી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • રખડતા ઢોર મુક્ત ગામ સમઢીયાળાની મુલાકાતે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની ટીમ
  • કલાકારોએ બાલ મુકુંદ ગૌશાળાની મુલાકાત લઈને પ્રશંસના કરી
  • વહેલી સવારે જઈને સૌથી પહેલા મતદાન કરી લેજો: સુંદર

જેતપુર તાલુકાના બોરડી સમઢીયાળા ગામ સંપૂર્ણ રખડતા ઢોર મુક્ત બન્યું છે, ત્યારે રખડતા 250 જેટલા ઢોરને બાલ મુકુંદ ગૌશાળામાં રાખવામાં આવ્યા છે. આ રખડતા ઢોર મુક્ત ગામની મુલાકાત માટે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની ટીમના સુંદર, અબ્દુલ, ગોલી, હાથી અને ટાપુ સહિતના કલાકારો આવી પહોંચ્યા હતા.


કલાકારોએ બાલ મુકુંદ ગૌશાળાની મુલાકાત લઈને પ્રશંસના કરી

કલાકારોએ બાલ મુકુંદ ગૌશાળાની મુલાકાત લઈને પ્રશંસના કરી હતી. સાથે જ ગૌશાળાના દર્શન કરીને ગ્રામજનોનો આભાર માન્યો હતો. ગૌશાળા જોઈને ટ્રસ્ટીઓ તેમજ ગ્રામજનોને પણ બિરદાવ્યા હતા અને રખડતા ઢોર મુક્ત ગામ સૌ કોઈ માટે પ્રેરણારૂપ છે. સાથે જ જણાવ્યું હતુ કે અન્ય ગામોએ પણ આ ગામ ઉપરથી શીખ લઈને રખડતા ઢોર મુક્ત ગામ બનાવવાની પ્રેરણા લેવી જોઈએ. આપણા સૌ કોઈ માટે ગૌરવની ક્ષણ છે. સાથે જ ગુજરાતના દર્શક મિત્રોને ગુજરાતના સ્થાપના દિવસની ખૂબ ખૂબ શુભ કામના પાઠવી હતી.


વહેલી સવારે જઈને સૌથી પહેલા મતદાન કરી લેજો: સુંદર

તેમજ જણાવ્યું હતુ કે લોકસભાની ચૂંટણી હોય ત્યારે દિવાળી અને હોળી આવે તેવો ઉત્સાવ હોય છે. સાથે જ આ એક એવું પર્વ છે જે સૌને લાગે અને રાષ્ટ્રીય પર્વ છે. હું જેટલી પણ વખત મતદાન કરું છું તેનો મને આનંદ હોય છે. જે યુવાનોનું પહેલી વખત વોટિંગ છે તેની માટે ખાસ પહેલ છે કે સૌ કોઈ અચૂક મતદાન કરવા જજો, તમે જ્યારે મતદાન કરવા જશો ત્યારે દેશના નિર્માણ માટે તમારુ યોગદાન આપ્યું છે, EVM ઉપરની જે પ્રકારની સ્વીચ દબાવશો તે તરફ આપણું ભારત જવાનું છે. ઇલેક્શન જેવો આનાથી મોટો કોઈ બીજો રાષ્ટ્રીય અવસર હોઈ ના શકે. હાલ ગરમી વધુ છે એટલે સૌ કોઈને વિનંતી છે કે વહેલી સવારે જઈને સૌથી પહેલા મતદાન કરી લેજો. બાળકને જેવી રીતે કોઈની નજર ન લાગે તે માટે કાળું ટપકું કરતા હોય છે તેવી જ રીતે ભારત દેશને કોઈની નજર ન લાગી જાય અને ભારત દેશને આગળ લઈ જવા માટે આંગળી ઉપર કાળું ટપકું મુકવાનું છે, એટલે મતદાન કરવા અચૂક જજો તેવી સુંદરે અપીલ કરી હતી.