ChhotaUdaipur News: દડીગામ ખાતે ત્રણ વ્યક્તિ પર રીંછે હુમલો કર્યો

એક બાળકી સહિત 3 વ્યક્તિઓ ઉપર જીવલેણ હુમલો વન વિભાગે કોર્ડન કરી રીંછને પકડવાની કામગીરી હાથ ધરી હુમલા બાદ રીંછ પાસે આવેલ કૂવામાં ખાબક્યું છોટાઉદેપુર તાલુકાના રંગપુર ફોરેસ્ટ રેન્જના ચીલીયાવાટ બીટના દડીગામે એક બાળકી સહિત ત્રણ વ્યક્તિઓ ઉપર રીંછે હુમલો કર્યો છે. અચાનક રીંછનો હુમલો થતા દડીગામ સહિત આસપાસના ગામોમાં ભારે ભયનો માહોલ ફેલાયો હતો. ભારે ગરમીમાં ખોરાકની શોધમાં નીકળેલું રીંછે માનવને ઇજાગ્રસ્ત બનાવ્યો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. દડીગામ ખાતે ત્રણ વ્યક્તિ સહિત રીંછે હુમલો કર્યો છોટાઉદેપુર તાલુકાના દડીગામ ખાતે સવારે 6.10 કલાકે ત્રણ વ્યક્તિ સહિત રીંછે હુમલો કર્યો જેમાં 9 વર્ષીય શર્મિલા રાઠવાને કેડના ભાગે રીંછે બચકા ભર્યા હતા અને ચમાયડાભાઈ રામસિંગભાઈ રાઠવા દાંતણ કરતા હતા ત્યારે અચાનક દોડી આવી ચમયડા રાઠવા ઉપર રીંછે હુમલો કર્યો હતો. ત્યારબાદ રીંછ પાસે આવેલ કૂવામાં ખાબક્યો હતો. અને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે છોટાઉદેપુર જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. વન વિભાગે કોર્ડન કરી રીંછને પકડવાની કામગીરી હાથ ધરી બનાવની જાણ થતાં વન વિભાગની ટી મ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને રીંછને કુવામાંથી બહાર કાઢવા રેસક્યું કામગીરી હાથ ધરાઈ હતી. રીંછને કુવામાંથી બહાર કાઢ્યા બાદ અન્ય એક વ્યક્તિ રેવજી નાયક ઉપર હુમલો કર્યો હતો. ઉલ્લેખનીય છે કે રીંછ કુવામાંથી બહાર નીકળી જંગલ તરફ દોડ્યું હતું અને નજીકની ઝાડીઓમાં ભરાઈ જતા સમગ્ર વિસ્તારને વન વિભાગે કોર્ડન કરી રીંછને પકડવાની કામગીરી હાથ ધરી હતી.

ChhotaUdaipur News: દડીગામ ખાતે ત્રણ વ્યક્તિ પર રીંછે હુમલો કર્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • એક બાળકી સહિત 3 વ્યક્તિઓ ઉપર જીવલેણ હુમલો
  • વન વિભાગે કોર્ડન કરી રીંછને પકડવાની કામગીરી હાથ ધરી
  • હુમલા બાદ રીંછ પાસે આવેલ કૂવામાં ખાબક્યું

છોટાઉદેપુર તાલુકાના રંગપુર ફોરેસ્ટ રેન્જના ચીલીયાવાટ બીટના દડીગામે એક બાળકી સહિત ત્રણ વ્યક્તિઓ ઉપર રીંછે હુમલો કર્યો છે. અચાનક રીંછનો હુમલો થતા દડીગામ સહિત આસપાસના ગામોમાં ભારે ભયનો માહોલ ફેલાયો હતો. ભારે ગરમીમાં ખોરાકની શોધમાં નીકળેલું રીંછે માનવને ઇજાગ્રસ્ત બનાવ્યો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.

દડીગામ ખાતે ત્રણ વ્યક્તિ સહિત રીંછે હુમલો કર્યો

છોટાઉદેપુર તાલુકાના દડીગામ ખાતે સવારે 6.10 કલાકે ત્રણ વ્યક્તિ સહિત રીંછે હુમલો કર્યો જેમાં 9 વર્ષીય શર્મિલા રાઠવાને કેડના ભાગે રીંછે બચકા ભર્યા હતા અને ચમાયડાભાઈ રામસિંગભાઈ રાઠવા દાંતણ કરતા હતા ત્યારે અચાનક દોડી આવી ચમયડા રાઠવા ઉપર રીંછે હુમલો કર્યો હતો. ત્યારબાદ રીંછ પાસે આવેલ કૂવામાં ખાબક્યો હતો. અને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે છોટાઉદેપુર જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

વન વિભાગે કોર્ડન કરી રીંછને પકડવાની કામગીરી હાથ ધરી

બનાવની જાણ થતાં વન વિભાગની ટી મ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને રીંછને કુવામાંથી બહાર કાઢવા રેસક્યું કામગીરી હાથ ધરાઈ હતી. રીંછને કુવામાંથી બહાર કાઢ્યા બાદ અન્ય એક વ્યક્તિ રેવજી નાયક ઉપર હુમલો કર્યો હતો. ઉલ્લેખનીય છે કે રીંછ કુવામાંથી બહાર નીકળી જંગલ તરફ દોડ્યું હતું અને નજીકની ઝાડીઓમાં ભરાઈ જતા સમગ્ર વિસ્તારને વન વિભાગે કોર્ડન કરી રીંછને પકડવાની કામગીરી હાથ ધરી હતી.