Surat News: સિવિલ હોસ્પિટલ વિવાદમાં, દર્દી 3 કલાક રઝડ્યો અંતે મોત થયુ

ઇમર્જન્સી વિભાગમાં દર્દીને 3 કલાક સારવાર ના મળી પાંડેસરાના યુવકને બેભાન થતાં સારવાર માટે લવાયો હતો દર્દીને બ્રેન હેમરેજ હોવાનું બહાર આવ્યું હતું સુરત સિવિલ હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે. જેમાં ઇમર્જન્સી વિભાગમાં દર્દીને 3 કલાક સારવાર મળી નહી. તેમાં પાંડેસરાના યુવકને બેભાન થતાં સારવાર માટે લવાયો હતો. જેમાં દર્દીને બ્રેન હેમરેજ હોવાનું બહાર આવ્યું હતું. ત્યારે સર્જરી વિભાગમાં સારવાર દરમિયાન યુવકનું મોત થયુ છે. તબીબની બેદરકારીથી સારવાર ન મળ્યાનો પરિજનોનો આક્ષેપ તબીબની બેદરકારીથી સારવાર ન મળ્યાનો પરિજનોનો આક્ષેપ છે. તેમજ પરિજનોએ જણાવ્યું છે કે સર્જરી વિભાગના તબીબે ત્વરિત સારવાર ના આપી. પરિવારે ફરજ પરના તબીબ વિરૂદ્ધ CMOને ફરિયાદ કરી હતી. જેમાં CMOએ કાર્યવાહી કરવાના બદલે અન્ય CMOને ફરિયાદ કરવા કહ્યું હતુ. અન્ય CMO આવે ત્યારે એમને ફરિયાદ કરવા કહ્યું હતુ. જેમાં સિવિલ અધિક્ષકે CMOને યુવકને દાખલ કરવાની સૂચના આપી હતી. અધિક્ષકની દરમિયાનગીરીથી યુવકને અંતે દાખલ કરાયો હતો. દર્દીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતુ શહેરની સિવિલ હોસ્પિટલ ફરી એક વાર વિવાદમાં આવી છે. ફરજ પર હાજર તબીબીની ગંભીર બેદરકારી સામે આવી છે. ઇમર્જન્સી વિભાગમાં દર્દીને ત્રણ કલાક સારવાર મળી નથી. પાંડેસરાનો યુવક બેભાન થઈ ગયો હતો. તેમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. જેમાં દર્દીને બ્રેન હેમરેજ હોવાનું બહાર આવ્યું હતું. આખરે પરિવારે મોડી રાત્રે ટેલીફોનિક સિવિલ હોસ્પિટલના અધિક્ષક ગણેશ ગોવેકરનો સંપર્ક કર્યો હતો. તથા અધિક્ષકે ટેલીફોનિક સીએમઓ સાથે વાતચીત કરી તાત્કાલિક દાખલ કરવા સૂચના આપી હતી. ત્યારે દર્દીને સર્જરી વિભાગમાં દાખલ કરી ઓપરેશન કરવામાં આવ્યું હતું. જેમાં દર્દીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતુ. 

Surat News: સિવિલ હોસ્પિટલ વિવાદમાં, દર્દી 3 કલાક રઝડ્યો અંતે મોત થયુ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ઇમર્જન્સી વિભાગમાં દર્દીને 3 કલાક સારવાર ના મળી
  • પાંડેસરાના યુવકને બેભાન થતાં સારવાર માટે લવાયો હતો
  • દર્દીને બ્રેન હેમરેજ હોવાનું બહાર આવ્યું હતું

સુરત સિવિલ હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે. જેમાં ઇમર્જન્સી વિભાગમાં દર્દીને 3 કલાક સારવાર મળી નહી. તેમાં પાંડેસરાના યુવકને બેભાન થતાં સારવાર માટે લવાયો હતો. જેમાં દર્દીને બ્રેન હેમરેજ હોવાનું બહાર આવ્યું હતું. ત્યારે સર્જરી વિભાગમાં સારવાર દરમિયાન યુવકનું મોત થયુ છે.

તબીબની બેદરકારીથી સારવાર ન મળ્યાનો પરિજનોનો આક્ષેપ

તબીબની બેદરકારીથી સારવાર ન મળ્યાનો પરિજનોનો આક્ષેપ છે. તેમજ પરિજનોએ જણાવ્યું છે કે સર્જરી વિભાગના તબીબે ત્વરિત સારવાર ના આપી. પરિવારે ફરજ પરના તબીબ વિરૂદ્ધ CMOને ફરિયાદ કરી હતી. જેમાં CMOએ કાર્યવાહી કરવાના બદલે અન્ય CMOને ફરિયાદ કરવા કહ્યું હતુ. અન્ય CMO આવે ત્યારે એમને ફરિયાદ કરવા કહ્યું હતુ. જેમાં સિવિલ અધિક્ષકે CMOને યુવકને દાખલ કરવાની સૂચના આપી હતી. અધિક્ષકની દરમિયાનગીરીથી યુવકને અંતે દાખલ કરાયો હતો.

દર્દીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતુ

શહેરની સિવિલ હોસ્પિટલ ફરી એક વાર વિવાદમાં આવી છે. ફરજ પર હાજર તબીબીની ગંભીર બેદરકારી સામે આવી છે. ઇમર્જન્સી વિભાગમાં દર્દીને ત્રણ કલાક સારવાર મળી નથી. પાંડેસરાનો યુવક બેભાન થઈ ગયો હતો. તેમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. જેમાં દર્દીને બ્રેન હેમરેજ હોવાનું બહાર આવ્યું હતું. આખરે પરિવારે મોડી રાત્રે ટેલીફોનિક સિવિલ હોસ્પિટલના અધિક્ષક ગણેશ ગોવેકરનો સંપર્ક કર્યો હતો. તથા અધિક્ષકે ટેલીફોનિક સીએમઓ સાથે વાતચીત કરી તાત્કાલિક દાખલ કરવા સૂચના આપી હતી. ત્યારે દર્દીને સર્જરી વિભાગમાં દાખલ કરી ઓપરેશન કરવામાં આવ્યું હતું. જેમાં દર્દીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતુ.