Suratની હનુમાન શેરીમાં એક સાથે બે મકાનો ધડાકાભેર પડતા એક વ્યકિત ઈજાગ્રસ્ત

રેતી અને પોપડા ખરતા લોકો બહાર નિકળી ગયા જર્જરીત હોવા છતાં મનપાએ આપી હતી માત્ર નોટિસ હરિપુરા સ્થિત ભવાનીવાળ નજીક બન્યો બનાવ સુરતમાં હરિપુરા સ્થિત આવેલ હનુમાન શેરીમાં સવારના સમયે અચાનક બે મકાનો ધડાકાભેર પડતા સ્થાનિકોમાં ગભરાહટ ફેલાયો હતો,એક વ્યકિત ઈજાગ્રસ્ત થતા સારવાર હેઠળ ખસેડાયો હતો,સ્થાનિકોનો આક્ષેપ છે કે,મકાનો જર્જરીત હોવા છત્તા કોર્પોરેશન દ્રારા માત્ર નોટીસ આપીને સંતોષ માન્યો હતો.સ્થાનિકોનો આક્ષેપ એ પણ છે કે,જર્જરીત મકાન ઉતારી લેવાની ફરજ મનપાની છે. 10 જૂનના રોજ ભાવનગરમાં મકાન થયુ ધરાશાયી ભાવનગર શહેરમાં ગઈકાલે સાંજે ભારે પવન ફૂંકાતા જર્જરિત મકાન ધરાશાયી થવાની ઘટના બની હતી,આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી.એક વૃદ્ધનો બચાવ થયો હતો. વડવા નેરા લક્ષ્મણધામ મંદીર પાસે આવેલ મકાન ધરાશાયી થયું હતું.મકાન ધરાશાયી થવાની સાથે જ ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને કાટમાળ ખસેડવાની કામગીરી કરી હતી. 11 માર્ચ 2024ના રોજ ખેડામાં મકાન ધરાશાયી થવાની ઘટના ખેડા જિલ્લાના નડિયાદમાં સ્પોર્ટસ કોમ્પલેક્સ નજીક આવેલી એક સોસાયટીમાં નિર્માણાધીન મકાનનો સ્લેબ ધરાશાયી થતા ત્રણ મજૂરો દટાયા હતા. જેઓને સ્થાનિક લોકોએ બહાર કાઢી સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડયા હતા. ઘટનાના પગલે નડિયાદ ફાયરબ્રિગેડ અને પોલીસની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી હતી. વડોદરામાં ગઈકાલે મકાન ધરાશાયી થવાની ઘટના બની વડોદરા શહેરમાં કેટલીક ઈમારતો અને મકાનો જર્જરિત છે, ત્યારે સામાન્ય વરસાદમાં આવા મકાનો અને છત પરથી પોપડા પડવાના બનાવો શરું થયા છે. સયાજી હોસ્પિટલમાં આવેલ ઓપીડી 16ના ધાબાના ભાગેથી પોપડા પડતા દોડધામ મચી જવા પામી હતી. સાથે શહેરના ઘડિયાળી પોળમાં આવેલી એક જર્જરિત મકાન પણ ધરાશાયી થયું હતું.

Suratની હનુમાન શેરીમાં એક સાથે બે મકાનો ધડાકાભેર પડતા એક વ્યકિત ઈજાગ્રસ્ત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • રેતી અને પોપડા ખરતા લોકો બહાર નિકળી ગયા
  • જર્જરીત હોવા છતાં મનપાએ આપી હતી માત્ર નોટિસ
  • હરિપુરા સ્થિત ભવાનીવાળ નજીક બન્યો બનાવ

સુરતમાં હરિપુરા સ્થિત આવેલ હનુમાન શેરીમાં સવારના સમયે અચાનક બે મકાનો ધડાકાભેર પડતા સ્થાનિકોમાં ગભરાહટ ફેલાયો હતો,એક વ્યકિત ઈજાગ્રસ્ત થતા સારવાર હેઠળ ખસેડાયો હતો,સ્થાનિકોનો આક્ષેપ છે કે,મકાનો જર્જરીત હોવા છત્તા કોર્પોરેશન દ્રારા માત્ર નોટીસ આપીને સંતોષ માન્યો હતો.સ્થાનિકોનો આક્ષેપ એ પણ છે કે,જર્જરીત મકાન ઉતારી લેવાની ફરજ મનપાની છે.

10 જૂનના રોજ ભાવનગરમાં મકાન થયુ ધરાશાયી

ભાવનગર શહેરમાં ગઈકાલે સાંજે ભારે પવન ફૂંકાતા જર્જરિત મકાન ધરાશાયી થવાની ઘટના બની હતી,આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી.એક વૃદ્ધનો બચાવ થયો હતો. વડવા નેરા લક્ષ્મણધામ મંદીર પાસે આવેલ મકાન ધરાશાયી થયું હતું.મકાન ધરાશાયી થવાની સાથે જ ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને કાટમાળ ખસેડવાની કામગીરી કરી હતી.


11 માર્ચ 2024ના રોજ ખેડામાં મકાન ધરાશાયી થવાની ઘટના

ખેડા જિલ્લાના નડિયાદમાં સ્પોર્ટસ કોમ્પલેક્સ નજીક આવેલી એક સોસાયટીમાં નિર્માણાધીન મકાનનો સ્લેબ ધરાશાયી થતા ત્રણ મજૂરો દટાયા હતા. જેઓને સ્થાનિક લોકોએ બહાર કાઢી સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડયા હતા. ઘટનાના પગલે નડિયાદ ફાયરબ્રિગેડ અને પોલીસની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી હતી.


વડોદરામાં ગઈકાલે મકાન ધરાશાયી થવાની ઘટના બની

વડોદરા શહેરમાં કેટલીક ઈમારતો અને મકાનો જર્જરિત છે, ત્યારે સામાન્ય વરસાદમાં આવા મકાનો અને છત પરથી પોપડા પડવાના બનાવો શરું થયા છે. સયાજી હોસ્પિટલમાં આવેલ ઓપીડી 16ના ધાબાના ભાગેથી પોપડા પડતા દોડધામ મચી જવા પામી હતી. સાથે શહેરના ઘડિયાળી પોળમાં આવેલી એક જર્જરિત મકાન પણ ધરાશાયી થયું હતું.