Surat Rain: સુરતના ઉમરપાડા તાલુકામાં મેઘરાજાની તોફાની બેટિંગ શરૂ

ઉમરપાડામાં પાંચ ઇંચથી વધુ વરસાદ ખાબક્યોવરસેલા વરસાદને લઈને નદીઓમાં નવા નીર આવ્યામોહન નદીમાં મોટી માત્રામાં નવા નીરની આવકહવામાન વિભાગની આગાહીને પગલે સુરતના ઉમરપાડામાં આજે પાંચ ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. વરસેલા વરસાદને લઈને નદીઓમાં નવા નીર આવ્યા છે. મોહન નદીમાં મોટી માત્રામાં નવા નીરની આવક થઇ છે. જેનાથી ડેમ ઓવરફ્લો થતાં ખેડૂતોમાં હરખની હેલી જોવા મળી રહી છે.સુરત જિલ્લામાં મેઘરાજાનું આગમન થયું હતું. સવારથી જ સુરત જિલ્લાના ઓલપાડ, ઉમરપાડા, માંડવી, કામરેજ, પલસાણા અને મહુવા તાલુકામાં છુટો છવાયો વરસાદ વરસ્યો હતો. એક દિવસના વિરામ બાદ ફરી વરસાદ શરૂ થતાં ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ ગઈ ગતી અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. વહેલી સવારથી વરસાદ શરૂ થતાં દૈનિક કાર્ય માટે બહાર નીકળતા લોકો છત્રી અને રેઇન કોર્ટ પહેરીને જતાં જોવા મળ્યા હતાં. મહત્વપૂર્ણ છે કે, ગુરૂવારે ઉમરપાડા તાલુકામાં સૌથી વધુ દોઢ ઈંચ, ત્યાર બાદ માંડવી તાલુકામાં પોણો ઈંચ, કામરેજમાં અડધો ઈંચ વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત પલસાણા, બારડોલી, અને મહુવા તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો હતો.પાલનપુર અને કુકરમુંડામાં 2-2 ઇંચ વરસાદપાલનપુર અને કુકરમુંડામાં 2-2 ઇંચ વરસાદ તથા કપરાડા અને ઠાસરામાં પોણા બે ઇંચ વરસાદ અને ઉમરપાડા અને નાંદોદમાં પોણા બે ઇંચ વરસાદ સાથે ઝગડિયા અને સુરત શહેરમાં દોઢ ઇંચ વરસાદ આવ્યો છે. ગુજરાતમાં ગુરૂવારે મેઘરાજાએ જોરદાર બેટિંગ કરી છે. આજે પણ સવારથી દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 141 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમા બનાસકાંઠાના દાંતામાં સૌથી વધુ 8.1 ઇંચ વરસાદ નોંધાયો છે. વાવેલો પાક ડૂબતા ખેડૂતો ચિંતિત જોવા મળી રહ્યા છે દાતામાં ચાર કલાકમાં 8 ઇંચ વરસાદ પડતા દાતા તાલુકમાં ચારેતરફ પાણી પાણી થઈ ગયું છે. અનેક નદીઓ પુનર્જીવિત થઈ છે. પેથાપુરની અર્જુની નદી બે કાંઠે વહી રહી છે. લાંબા સમયથી આ નદી સુકી હતી ત્યારે, નદીમાં નવા નીર આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. પનિહારી પંથકમાં પણ અનેક વિસ્તારોમાં પાણીના ધોધ જોવા મળ્યા હતા. ખેતરોમાં પાણી ભરાતાં વાવેલો પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે. મોંઘાભાવનું બીયારણ પાણીમાં ગરકાવ થઈ ગયું છે. ચોમાસાના પ્રારંભે એક તરફ ખેડૂતોમાં ખુશીનો માહોલ છે, તો બીજી તરફ વાવેલો પાક ડૂબતા ખેડૂતો ચિંતિત જોવા મળી રહ્યા છે.

Surat Rain: સુરતના ઉમરપાડા તાલુકામાં મેઘરાજાની તોફાની બેટિંગ શરૂ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ઉમરપાડામાં પાંચ ઇંચથી વધુ વરસાદ ખાબક્યો
  • વરસેલા વરસાદને લઈને નદીઓમાં નવા નીર આવ્યા
  • મોહન નદીમાં મોટી માત્રામાં નવા નીરની આવક

હવામાન વિભાગની આગાહીને પગલે સુરતના ઉમરપાડામાં આજે પાંચ ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. વરસેલા વરસાદને લઈને નદીઓમાં નવા નીર આવ્યા છે. મોહન નદીમાં મોટી માત્રામાં નવા નીરની આવક થઇ છે. જેનાથી ડેમ ઓવરફ્લો થતાં ખેડૂતોમાં હરખની હેલી જોવા મળી રહી છે.

સુરત જિલ્લામાં મેઘરાજાનું આગમન થયું હતું. સવારથી જ સુરત જિલ્લાના ઓલપાડ, ઉમરપાડા, માંડવી, કામરેજ, પલસાણા અને મહુવા તાલુકામાં છુટો છવાયો વરસાદ વરસ્યો હતો. એક દિવસના વિરામ બાદ ફરી વરસાદ શરૂ થતાં ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ ગઈ ગતી અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. વહેલી સવારથી વરસાદ શરૂ થતાં દૈનિક કાર્ય માટે બહાર નીકળતા લોકો છત્રી અને રેઇન કોર્ટ પહેરીને જતાં જોવા મળ્યા હતાં. મહત્વપૂર્ણ છે કે, ગુરૂવારે ઉમરપાડા તાલુકામાં સૌથી વધુ દોઢ ઈંચ, ત્યાર બાદ માંડવી તાલુકામાં પોણો ઈંચ, કામરેજમાં અડધો ઈંચ વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત પલસાણા, બારડોલી, અને મહુવા તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો હતો.

પાલનપુર અને કુકરમુંડામાં 2-2 ઇંચ વરસાદ

પાલનપુર અને કુકરમુંડામાં 2-2 ઇંચ વરસાદ તથા કપરાડા અને ઠાસરામાં પોણા બે ઇંચ વરસાદ અને ઉમરપાડા અને નાંદોદમાં પોણા બે ઇંચ વરસાદ સાથે ઝગડિયા અને સુરત શહેરમાં દોઢ ઇંચ વરસાદ આવ્યો છે. ગુજરાતમાં ગુરૂવારે મેઘરાજાએ જોરદાર બેટિંગ કરી છે. આજે પણ સવારથી દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 141 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમા બનાસકાંઠાના દાંતામાં સૌથી વધુ 8.1 ઇંચ વરસાદ નોંધાયો છે.

વાવેલો પાક ડૂબતા ખેડૂતો ચિંતિત જોવા મળી રહ્યા છે

દાતામાં ચાર કલાકમાં 8 ઇંચ વરસાદ પડતા દાતા તાલુકમાં ચારેતરફ પાણી પાણી થઈ ગયું છે. અનેક નદીઓ પુનર્જીવિત થઈ છે. પેથાપુરની અર્જુની નદી બે કાંઠે વહી રહી છે. લાંબા સમયથી આ નદી સુકી હતી ત્યારે, નદીમાં નવા નીર આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. પનિહારી પંથકમાં પણ અનેક વિસ્તારોમાં પાણીના ધોધ જોવા મળ્યા હતા. ખેતરોમાં પાણી ભરાતાં વાવેલો પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે. મોંઘાભાવનું બીયારણ પાણીમાં ગરકાવ થઈ ગયું છે. ચોમાસાના પ્રારંભે એક તરફ ખેડૂતોમાં ખુશીનો માહોલ છે, તો બીજી તરફ વાવેલો પાક ડૂબતા ખેડૂતો ચિંતિત જોવા મળી રહ્યા છે.