Jamnagarની જી.જી હોસ્પિટલમાં શ્વાન ફરતા હોવાને લઈ સુપ્રિટેન્ડન્ટ દ્વારા કરાઈ દંડની કાર્યવાહી

ઓપરેશન થિયેટર નજીકથી મેડીકલ વેસ્ટનો ટુકડો મો માં લઈને શ્વાન ફરતો હોવાનો વિડીયો થયો હતો વાઈરલ હોસ્પિટલ અધિક્ષક ડો.દીપક તિવારી દ્વારા આ બનાવ સંદર્ભે પગલાં લેવામાં આવ્યા હોસ્પિટલ અધિક્ષક દ્વારા 5 સિક્યુરીટી ગાર્ડ અને 2 સુપરવાઈઝરનો એક દિવસનો પગાર કાપી લેવામાં આવ્યો જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલના ઓપરેશન થિયેટરમાં શ્વાનના આંટાફેરાનો વિડીયો વાયરલ થયા પછી જી.જી. હોસ્પિટલ ના સુપ્રિટેન્ડન્ટ દ્વારા તપાસ કરાયા પછી કસૂરવાર એવા પાંચ સિક્યુરિટી ગાર્ડ તેમજ બે સુપરવાઇઝરના એક દિવસના પગાર કાપી લેવામાં આવ્યો છે. શ્વાન દ્વારા લોહી વાળો ગાભો લઈ જવામાં આવ્યો હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલના ઓપરેશન થિયેટર માંથી શ્વાનના આંટાફેરાનો વિડીયો વાયરલ થયો હતો,જેના હોસ્પિટલના વર્તુળમાં ઘેરા પ્રત્યાઘાતો પડયા હતા. અન્ય કર્મચારીઓમાં પણ ફેલાયો ફફળાટ જી.જી. હોસ્પિટલના સુપ્રી. ડો. દીપક તીવારી સમક્ષ આ મામલો પહોંચ્યો હોવાથી તેઓએ તાત્કાલિક અસરથી તપાસના આદેશો કર્યા હતા,અને આ પ્રકરણમાં જી.જી. હોસ્પિટલના પાંચ સિક્યુરિટી ગાર્ડ તેમજ બે સુપરવાઇઝરની બેદરકારી સામે આવી હતી, અને તેઓ કસૂરવાર જણાઇ આવ્યા હતા. જેથી સાતેયનો લોકોનો એક દિવસનો પગાર કાપી લેવામાં આવ્યો હતો.ઓર્થોપેડિક વિભાગના ઓપરેશન થિયેટર સુધી શ્વાન પહોંચી ગયો હોવાની ગંભીર બેદરકારીને લઈને આ દંડકીય કાર્યવાહી કરવામાં આવી હતી. સિકટોરીટી પાછળ હજારો રૂપિયાનો ખર્ચ દરરોજ આવતા હજારો દર્દીની સુરક્ષા માટે સરકાર દ્વારા સિક્યોરિટી પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે, પરંતુ, લોકોની સુરક્ષા માટે તહેનાત સિક્યોરિટી જવાનો રખડતાં ઢોર અને શ્વાનને હોસ્પિટલથી દૂર રાખવામાં વામણું પુરવાર થયું હોય એવા બનાવો સતત સામે આવી રહ્યા છે. ત્યારે એક વીડિયો વાઇરલ થયો હતો, જેમાં એક શ્વાન ઓપરેશન થિયેટર સુધી પહોંચી ગયો હતો અને માંસ જેવી કંઈક વસ્તુ આરોગતો હોય એવું જોવા મળ્યું હતું. ઓપરેશન થિયેટરમાં એક કૂતરું ઘૂસી ગયું સૌરાષ્ટ્રની સૌથી મોટી સરકારી જી.જી હોસ્પિટલમાં બે દિવસ પહેલાં જ એક શર્મનાક ઘટના બની હતી. જી.જી હોસ્પિટલની અંદર આવેલા ઓપરેશન થિયેટરમાં એક કૂતરું ઘૂસી ગયું હતું, જ્યાં માંસ જેવી કોઈ વસ્તુ મોઢામાં લઈને ફરતો હોય એવાં દ્દશ્યો એક વીડિયોમાં સામે આવ્યાં છે. કૂતરું માંસના લોચા જેવી કંઈક વસ્તુ આરોગતો હોવાનો વીડિયો વાઇરલ થતાં હડકંપ મચી ગયો છે. એ ઘટનાને લઈ જીજી હોસ્પિટલની સિક્યોરિટી સામે પણ સવાલો ઊભા થયા છે.  

Jamnagarની જી.જી હોસ્પિટલમાં શ્વાન ફરતા હોવાને લઈ સુપ્રિટેન્ડન્ટ દ્વારા કરાઈ દંડની કાર્યવાહી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ઓપરેશન થિયેટર નજીકથી મેડીકલ વેસ્ટનો ટુકડો મો માં લઈને શ્વાન ફરતો હોવાનો વિડીયો થયો હતો વાઈરલ
  • હોસ્પિટલ અધિક્ષક ડો.દીપક તિવારી દ્વારા આ બનાવ સંદર્ભે પગલાં લેવામાં આવ્યા
  • હોસ્પિટલ અધિક્ષક દ્વારા 5 સિક્યુરીટી ગાર્ડ અને 2 સુપરવાઈઝરનો એક દિવસનો પગાર કાપી લેવામાં આવ્યો

જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલના ઓપરેશન થિયેટરમાં શ્વાનના આંટાફેરાનો વિડીયો વાયરલ થયા પછી જી.જી. હોસ્પિટલ ના સુપ્રિટેન્ડન્ટ દ્વારા તપાસ કરાયા પછી કસૂરવાર એવા પાંચ સિક્યુરિટી ગાર્ડ તેમજ બે સુપરવાઇઝરના એક દિવસના પગાર કાપી લેવામાં આવ્યો છે. શ્વાન દ્વારા લોહી વાળો ગાભો લઈ જવામાં આવ્યો હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલના ઓપરેશન થિયેટર માંથી શ્વાનના આંટાફેરાનો વિડીયો વાયરલ થયો હતો,જેના હોસ્પિટલના વર્તુળમાં ઘેરા પ્રત્યાઘાતો પડયા હતા.

અન્ય કર્મચારીઓમાં પણ ફેલાયો ફફળાટ

જી.જી. હોસ્પિટલના સુપ્રી. ડો. દીપક તીવારી સમક્ષ આ મામલો પહોંચ્યો હોવાથી તેઓએ તાત્કાલિક અસરથી તપાસના આદેશો કર્યા હતા,અને આ પ્રકરણમાં જી.જી. હોસ્પિટલના પાંચ સિક્યુરિટી ગાર્ડ તેમજ બે સુપરવાઇઝરની બેદરકારી સામે આવી હતી, અને તેઓ કસૂરવાર જણાઇ આવ્યા હતા. જેથી સાતેયનો લોકોનો એક દિવસનો પગાર કાપી લેવામાં આવ્યો હતો.ઓર્થોપેડિક વિભાગના ઓપરેશન થિયેટર સુધી શ્વાન પહોંચી ગયો હોવાની ગંભીર બેદરકારીને લઈને આ દંડકીય કાર્યવાહી કરવામાં આવી હતી.

સિકટોરીટી પાછળ હજારો રૂપિયાનો ખર્ચ

દરરોજ આવતા હજારો દર્દીની સુરક્ષા માટે સરકાર દ્વારા સિક્યોરિટી પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે, પરંતુ, લોકોની સુરક્ષા માટે તહેનાત સિક્યોરિટી જવાનો રખડતાં ઢોર અને શ્વાનને હોસ્પિટલથી દૂર રાખવામાં વામણું પુરવાર થયું હોય એવા બનાવો સતત સામે આવી રહ્યા છે. ત્યારે એક વીડિયો વાઇરલ થયો હતો, જેમાં એક શ્વાન ઓપરેશન થિયેટર સુધી પહોંચી ગયો હતો અને માંસ જેવી કંઈક વસ્તુ આરોગતો હોય એવું જોવા મળ્યું હતું.

ઓપરેશન થિયેટરમાં એક કૂતરું ઘૂસી ગયું

સૌરાષ્ટ્રની સૌથી મોટી સરકારી જી.જી હોસ્પિટલમાં બે દિવસ પહેલાં જ એક શર્મનાક ઘટના બની હતી. જી.જી હોસ્પિટલની અંદર આવેલા ઓપરેશન થિયેટરમાં એક કૂતરું ઘૂસી ગયું હતું, જ્યાં માંસ જેવી કોઈ વસ્તુ મોઢામાં લઈને ફરતો હોય એવાં દ્દશ્યો એક વીડિયોમાં સામે આવ્યાં છે. કૂતરું માંસના લોચા જેવી કંઈક વસ્તુ આરોગતો હોવાનો વીડિયો વાઇરલ થતાં હડકંપ મચી ગયો છે. એ ઘટનાને લઈ જીજી હોસ્પિટલની સિક્યોરિટી સામે પણ સવાલો ઊભા થયા છે.