BODELI: જબુગામ સહિત બોડેલી તાલુકામાં ચબૂતરાઓની દયનીય સ્થિતિ

ગરમીમાં પક્ષીઓને પાણી અને ચણની પડતી તકલીફવર્ષો જૂના બનાવાયેલા ચબૂતરાઓની જાળવણીમાં ઉપેક્ષાનું પરિણામ માનવી કુદરતના સાનિધ્યથી દુર અને ભૌતિક સુખ સુવિધાઓની દોડના કારણે આવા ચબુતરાઓ વિસરાઈ રહ્યા છેજબુગામ સહિત બોડેલી તાલુકાના અનેક ગામડાઓમાં આવેલ ચબુતરાઓની યોગ્ય કાળજી રાખવામાં ન આવતા ઉનાળાની કાળઝાળ ગરમીમાં પક્ષીઓની પરિસ્થિતિ દયનીય બની જવા પામી છે. ત્યારે આ બાબતને ધ્યાનમાં લઈ આવા ચબુતરામા અનાજ, પાણી મુકવાની સુવિધા શરૂ કરાઈ તે જરૂરી છે. વર્ષો પહેલાં પશુ પક્ષીઓને ચણ અને પાણી મળી રહે તેવા આશયથી ચબુતરાઓની જાળવણી થતી અને તેમાં રોજેરોજ અનાજના દાણા પાણી મુકવામાં આવતું હતું. આવા ચબુતરાઓ એક સ્તંભની ઉપર બનાવવામાં આવતા હતા. જેનાથી નાના પક્ષી પંખીઓને બીજા મોટા પ્રાણીઓથી સુરક્ષા મળી રહેતી હતી. પણ હાલના માનવી કુદરતના સાનિધ્યથી દુર અને ભૌતિક સુખ સુવિધાઓની દોડના કારણે આવા ચબુતરાઓ વિસરાઈ રહ્યા છે. અગાઉના જમાનાના સમયમાં લોકો કુદરતના સાંનિધ્યથી રહેતા અને તેના કારણે ચબુતરાઓનુ ખૂબ મહત્વ હતું. લોકો પોતાના ભોજનમાંથી એક રોટલી ગાયને માટે અને એક રોટલી કુતરા માટે કાઢતા અને દરેક ઘરના આંગણે પંખીઓને ચણ મળી રહે તેવા આશય સાથે દાણાં અને પાણી રાખવામાં આવતા હતા. અને તે સમયે લોકોમાં રહેતી જીવદયાની ભાવનાના કારણે પશુ પક્ષીઓને ચણ અને પાણી મળી રહે તેવા આશયથી ઘણી બધી સુંદર કલાકૃતિઓ ધરાવતા ચબુતરાઓ બનાવવામાં આવ્યા હતા. આ ચબુતરાઓને દરવર્ષે રંગરોગાન કરીને તેની સાફ્સફાઈ કરવામાં આવતી હતી. બોડેલી તાલુકામાં અનેક જગ્યાએ ચબુતરાઓ અડીખમ ઉભા રહ્યા છે. પરંતુ જેમાં ચણ અને પાણી મુકવા માટે કોઈને સમય નથી. ચબુતરા પ્રત્યેની ઉદાસીનતા આવીને આવી જ ચાલું રહેશે તો આવનારી પેઢી આસપાસના કુદરતી વાતાવરણને સમજવાનો અભિગમ ક્યાંથી શિખશે ?

BODELI: જબુગામ સહિત બોડેલી તાલુકામાં ચબૂતરાઓની દયનીય સ્થિતિ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ગરમીમાં પક્ષીઓને પાણી અને ચણની પડતી તકલીફ
  • વર્ષો જૂના બનાવાયેલા ચબૂતરાઓની જાળવણીમાં ઉપેક્ષાનું પરિણામ
  • માનવી કુદરતના સાનિધ્યથી દુર અને ભૌતિક સુખ સુવિધાઓની દોડના કારણે આવા ચબુતરાઓ વિસરાઈ રહ્યા છે

જબુગામ સહિત બોડેલી તાલુકાના અનેક ગામડાઓમાં આવેલ ચબુતરાઓની યોગ્ય કાળજી રાખવામાં ન આવતા ઉનાળાની કાળઝાળ ગરમીમાં પક્ષીઓની પરિસ્થિતિ દયનીય બની જવા પામી છે. ત્યારે આ બાબતને ધ્યાનમાં લઈ આવા ચબુતરામા અનાજ, પાણી મુકવાની સુવિધા શરૂ કરાઈ તે જરૂરી છે. વર્ષો પહેલાં પશુ પક્ષીઓને ચણ અને પાણી મળી રહે તેવા આશયથી ચબુતરાઓની જાળવણી થતી અને તેમાં રોજેરોજ અનાજના દાણા પાણી મુકવામાં આવતું હતું. આવા ચબુતરાઓ એક સ્તંભની ઉપર બનાવવામાં આવતા હતા. જેનાથી નાના પક્ષી પંખીઓને બીજા મોટા પ્રાણીઓથી સુરક્ષા મળી રહેતી હતી. પણ હાલના માનવી કુદરતના સાનિધ્યથી દુર અને ભૌતિક સુખ સુવિધાઓની દોડના કારણે આવા ચબુતરાઓ વિસરાઈ રહ્યા છે. અગાઉના જમાનાના સમયમાં લોકો કુદરતના સાંનિધ્યથી રહેતા અને તેના કારણે ચબુતરાઓનુ ખૂબ મહત્વ હતું. લોકો પોતાના ભોજનમાંથી એક રોટલી ગાયને માટે અને એક રોટલી કુતરા માટે કાઢતા અને દરેક ઘરના આંગણે પંખીઓને ચણ મળી રહે તેવા આશય સાથે દાણાં અને પાણી રાખવામાં આવતા હતા. અને તે સમયે લોકોમાં રહેતી જીવદયાની ભાવનાના કારણે પશુ પક્ષીઓને ચણ અને પાણી મળી રહે તેવા આશયથી ઘણી બધી સુંદર કલાકૃતિઓ ધરાવતા ચબુતરાઓ બનાવવામાં આવ્યા હતા. આ ચબુતરાઓને દરવર્ષે રંગરોગાન કરીને તેની સાફ્સફાઈ કરવામાં આવતી હતી. બોડેલી તાલુકામાં અનેક જગ્યાએ ચબુતરાઓ અડીખમ ઉભા રહ્યા છે. પરંતુ જેમાં ચણ અને પાણી મુકવા માટે કોઈને સમય નથી. ચબુતરા પ્રત્યેની ઉદાસીનતા આવીને આવી જ ચાલું રહેશે તો આવનારી પેઢી આસપાસના કુદરતી વાતાવરણને સમજવાનો અભિગમ ક્યાંથી શિખશે ?