Amreli News : ખાંભામાં ગઈકાલે મીની વાવાઝોડાએ કહેર વર્તાવ્યો,ખેડૂતોને લાખોનું નુકસાન

અમરેલી જિલ્લાના ખેડૂતોની કમોસમી વરસાદ કમર ભાંગી નાખી ખાંભા શહેરમાં પણ વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું સંદેશ ન્યૂઝની ટીમ દ્વારા ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટની રિયાલિટી ચેક કરવામાં આવી હવામાન ખાતાની આગાહીને પગલે ખાંભા શહેરમાં અને ગ્રામ્ય વિસ્તારમાં ગઈકાલે સાંજે મીની વાવાઝોડું અનરાધાર વરસાદ થયો હતો,જેને લઈ ખેડૂતોને રોવાનો વારો આવ્યો હતો.વાવાઝોડાના લઈ ખાંભાના ગ્રામ્ય વિસ્તારમાં તલ અને મગના ઉભા પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું હતું,ખેડૂતો તલનો પાક લેવાની તૈયારીમાં જ હતા અને ખેતરોમાં પવન અને વરસાદના પાણી ફરી વળ્યા અને ખેતરમાં રહેલા તમામ તલ પાણીની સાથે વહી ગયા ખેડૂતોને મહામૂલો પાક પાણી થઈ જતા માથે હાથ દઈને રોવાનો વારો આવ્યો છે. ખેડૂતોએ સર્વેની કરી માંગ ખાંભા શહેરમાં પણ આ મીની વાવાઝોડાએ મોટું નુકસાન પહોંચાડયું છે હાલ સુકા મરચાની વેચાણની સિઝન હોય ખાંભા નદી કાંઠે સુકુ મરચું વેચતા 15 જેટલા પાલાઓ તૂટી ગયા અને તણાઈ ગયા અને મરચું પણ પલળી ગયું હતું.ખાંભા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું જ છે ત્યારે ખાંભા ગ્રામ પંચાયતના સરપંચ પાસે જઈ અને નુકસાની તેમજ શું કરી હતી તે સમયની વ્યવસ્થા તેની વાત સાંભળી તો ઓચિંતા ત્રાટકેલા આ મીની વાવાઝોડામાં ગ્રામ પંચાયતના કર્મચારીઓ દ્વારા શક્ય તેટલી મદદ કરવામાં આવી હતી શહેરમાં પતરા કાચા મકાનના નળિયા વીજપોલ તેમજ મરચાના વેપારીઓને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું હોવાનું સરપંચે જણાવ્યું હતું.ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં હાલ તલ મગ બાજરી સહિતના ઉભા પાકને પણ વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું હોવાનું જણાવ્યું તેમ જ આ તમામ નુકસાની માટે ખેડૂતો ઝડપી સર્વે કરાવી વળતરની માંગ કરી રહ્યા છે. અમારૂ દર્દ કોઈ તો સાંભળો સંદેશ ન્યુઝ ની ટીમ દ્વારા ખાંભાના ગ્રામ્ય વિસ્તારમાં આવેલા ખેતરોમાં જઈને ખેડૂતોની વેદના જાણવાનો પ્રયાસ કર્યો ખેડૂતોની કમર ભાંગી ગઈ છે મગ અને તલનો પાક સંપૂર્ણપણે પાણીમાં ધોવાઈ ગયો છે ઉભડામાંથી તલ પાણીમાં વહી ગયા છે અને માત્ર બે દિવસના સમયગાળા બાદ ખેતરમાં ઉભેલા મગ નો પાક લઈ લેવાની તૈયારી હતી ત્યારે કરા સાથે પડેલા વ્યાપક પ્રમાણમાં વરસાદથી મગની સિંગોમાંથી મગ બહાર નિકળી ગયા છે ત્યારે ખેડૂતો સંદેશ ન્યૂઝના માધ્યમથી હવે વળતરની માંગ કરી રહ્યા છે. નુકસાનીથી બચવા ખેડૂતો આટલુ કરો વરસાદના સમયે પાકરક્ષણ માટે તકેદારીના પગલાઓ અંગે ખેતી નિયામકની કચેરી દ્વારા જણાવવામાં આવ્યું છે કે, કમોસમી વરસાદમાં થતા પાક નુકસાનથી બચવા માટે ખેડૂતોએ ખેત ઉત્પાદિત પાક અને ખેતરમાં કાપણી કરેલા પાક જો ખુલ્લામાં પડ્યા હોય તો, સૌપ્રથમ તેને તાત્કાલીક સલામત સ્થળે ખસેડી લેવા અથવા પ્લાસ્ટિક / તાડપત્રીથી યોગ્ય રીતે પાકને ઢાંકી દેવો હિતાવહ છે. આ ઉપરાંત ઢગલાની ફરતી બાજુ માટીનો પાળો બનાવી દેવો, જેથી વરસાદનું પાણી ઢગલાની નીચે જતું અટકી શકે. પાકને સુરક્ષિત રાખો વધુમાં જણાવ્યા પ્રમાણે, વરસાદના સમયે પાકમાં જંતુનાશક દવાઓ અને ખાતરનો ઉપયોગ ટાળવો જોઈએ. ખાતર અને બિયારણના વિક્રેતાઓએ પણ સાવચેતીના પગલા ધ્યાને લઇ જથ્થો પલળે નહી તે મુજબ ગોડાઉન કે બંધ જગ્યામાં સુરક્ષિત રાખવો. આ ઉપરાંત APMCમાં અનાજ અને ખેતપેદાશોને વરસાદથી સુરક્ષિત રાખવા તેમજ APMCમાં વેચાણ અર્થે આવતી પેદાશો આ દિવસો દરમિયાન ટાળવી અથવા સુરક્ષિત રાખવી.આમ, APMCમાં વેપારી અને ખેડૂત મિત્રોએ કાળજી રાખી આગોતરા સાવચતીના પગલા લેવા ખેતી નિયામકની કચેરીએ અનુરોધ કર્યો છે.

Amreli News : ખાંભામાં ગઈકાલે મીની વાવાઝોડાએ કહેર વર્તાવ્યો,ખેડૂતોને લાખોનું નુકસાન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • અમરેલી જિલ્લાના ખેડૂતોની કમોસમી વરસાદ કમર ભાંગી નાખી
  • ખાંભા શહેરમાં પણ વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું
  • સંદેશ ન્યૂઝની ટીમ દ્વારા ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટની રિયાલિટી ચેક કરવામાં આવી

હવામાન ખાતાની આગાહીને પગલે ખાંભા શહેરમાં અને ગ્રામ્ય વિસ્તારમાં ગઈકાલે સાંજે મીની વાવાઝોડું અનરાધાર વરસાદ થયો હતો,જેને લઈ ખેડૂતોને રોવાનો વારો આવ્યો હતો.વાવાઝોડાના લઈ ખાંભાના ગ્રામ્ય વિસ્તારમાં તલ અને મગના ઉભા પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું હતું,ખેડૂતો તલનો પાક લેવાની તૈયારીમાં જ હતા અને ખેતરોમાં પવન અને વરસાદના પાણી ફરી વળ્યા અને ખેતરમાં રહેલા તમામ તલ પાણીની સાથે વહી ગયા ખેડૂતોને મહામૂલો પાક પાણી થઈ જતા માથે હાથ દઈને રોવાનો વારો આવ્યો છે.

ખેડૂતોએ સર્વેની કરી માંગ

ખાંભા શહેરમાં પણ આ મીની વાવાઝોડાએ મોટું નુકસાન પહોંચાડયું છે હાલ સુકા મરચાની વેચાણની સિઝન હોય ખાંભા નદી કાંઠે સુકુ મરચું વેચતા 15 જેટલા પાલાઓ તૂટી ગયા અને તણાઈ ગયા અને મરચું પણ પલળી ગયું હતું.ખાંભા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું જ છે ત્યારે ખાંભા ગ્રામ પંચાયતના સરપંચ પાસે જઈ અને નુકસાની તેમજ શું કરી હતી તે સમયની વ્યવસ્થા તેની વાત સાંભળી તો ઓચિંતા ત્રાટકેલા આ મીની વાવાઝોડામાં ગ્રામ પંચાયતના કર્મચારીઓ દ્વારા શક્ય તેટલી મદદ કરવામાં આવી હતી શહેરમાં પતરા કાચા મકાનના નળિયા વીજપોલ તેમજ મરચાના વેપારીઓને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું હોવાનું સરપંચે જણાવ્યું હતું.ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં હાલ તલ મગ બાજરી સહિતના ઉભા પાકને પણ વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું હોવાનું જણાવ્યું તેમ જ આ તમામ નુકસાની માટે ખેડૂતો ઝડપી સર્વે કરાવી વળતરની માંગ કરી રહ્યા છે.

અમારૂ દર્દ કોઈ તો સાંભળો

સંદેશ ન્યુઝ ની ટીમ દ્વારા ખાંભાના ગ્રામ્ય વિસ્તારમાં આવેલા ખેતરોમાં જઈને ખેડૂતોની વેદના જાણવાનો પ્રયાસ કર્યો ખેડૂતોની કમર ભાંગી ગઈ છે મગ અને તલનો પાક સંપૂર્ણપણે પાણીમાં ધોવાઈ ગયો છે ઉભડામાંથી તલ પાણીમાં વહી ગયા છે અને માત્ર બે દિવસના સમયગાળા બાદ ખેતરમાં ઉભેલા મગ નો પાક લઈ લેવાની તૈયારી હતી ત્યારે કરા સાથે પડેલા વ્યાપક પ્રમાણમાં વરસાદથી મગની સિંગોમાંથી મગ બહાર નિકળી ગયા છે ત્યારે ખેડૂતો સંદેશ ન્યૂઝના માધ્યમથી હવે વળતરની માંગ કરી રહ્યા છે.


નુકસાનીથી બચવા ખેડૂતો આટલુ કરો

વરસાદના સમયે પાકરક્ષણ માટે તકેદારીના પગલાઓ અંગે ખેતી નિયામકની કચેરી દ્વારા જણાવવામાં આવ્યું છે કે, કમોસમી વરસાદમાં થતા પાક નુકસાનથી બચવા માટે ખેડૂતોએ ખેત ઉત્પાદિત પાક અને ખેતરમાં કાપણી કરેલા પાક જો ખુલ્લામાં પડ્યા હોય તો, સૌપ્રથમ તેને તાત્કાલીક સલામત સ્થળે ખસેડી લેવા અથવા પ્લાસ્ટિક / તાડપત્રીથી યોગ્ય રીતે પાકને ઢાંકી દેવો હિતાવહ છે. આ ઉપરાંત ઢગલાની ફરતી બાજુ માટીનો પાળો બનાવી દેવો, જેથી વરસાદનું પાણી ઢગલાની નીચે જતું અટકી શકે.


પાકને સુરક્ષિત રાખો

વધુમાં જણાવ્યા પ્રમાણે, વરસાદના સમયે પાકમાં જંતુનાશક દવાઓ અને ખાતરનો ઉપયોગ ટાળવો જોઈએ. ખાતર અને બિયારણના વિક્રેતાઓએ પણ સાવચેતીના પગલા ધ્યાને લઇ જથ્થો પલળે નહી તે મુજબ ગોડાઉન કે બંધ જગ્યામાં સુરક્ષિત રાખવો. આ ઉપરાંત APMCમાં અનાજ અને ખેતપેદાશોને વરસાદથી સુરક્ષિત રાખવા તેમજ APMCમાં વેચાણ અર્થે આવતી પેદાશો આ દિવસો દરમિયાન ટાળવી અથવા સુરક્ષિત રાખવી.આમ, APMCમાં વેપારી અને ખેડૂત મિત્રોએ કાળજી રાખી આગોતરા સાવચતીના પગલા લેવા ખેતી નિયામકની કચેરીએ અનુરોધ કર્યો છે.