Gandhinagar News : પૂર્વ IAS એસ.કે.લાંગા સામે ACBએ સંપતિને લઈ નોંધ્યો ગુનો

એસ.કે.લાંગા અને તેના પુત્ર વિરુદ્ધ નોંધાયો ગુનો આવક કરતા 11 કરોડની વધુ સંપતિ મળી આવી જમીન કૌંભાડ સમય ગાંધીનગરના કલેક્ટર એસ.કે.લાંગા હતા પૂર્વ IAS એસ.કે. લાંગા સામે ભ્રષ્ટાચાર અને અપ્રમાણસર મિલકત મામલે ગુનો નોંધાયા બાદ ગાંધીનગર પોલીસ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી હતી. જે બાદ તેને ગાંધીનગર સેશન્સ કોર્ટેમાં રજૂ કરાયા હતા અને તેમના રિમાન્ડ મેળવી પૂછપરછ હાથ ધરવામાં આવી હતી.એસ.કે.લાંગાની કરોડની જમીનને લઇને મહત્વની વિગતો સામે આવી હતી. લાંગાની જમીનનો ઉપયોગ ખેતી માટે થઇ રહ્યો હતો ખેડા જિલ્લાના માતરના વિરોજા ગામમાં લાંગાની જમીન આવેલી છે. 72 એકર જમીન એસ.કે.લાંગા અને તેમના બિલ્ડર મિત્રોની છે તેમજ વિરોજા ગામમાં એસ.કે.લાંગાની જમીનના 7-12ના ઉતારા પણ મળ્યા હતા. વટામણ-તારાપુર રોડ પર એસ.કે લાંગાની કરોડો રૂપિયાની જગ્યા છે. અગાઉ SITએ આ જમીનની તપાસ કરી હતી. લાંગાની જમીનનો ઉપયોગ ખેતી માટે થઇ રહ્યો હતો. શું છે એસ કે લાંગા કેસ? એસ.કે.લાંગા વિજય રૂપાણી સરકારમાં ગાંધીનગરના કલેક્ટર હતાં. પોતાના કાર્યકાળ દરમિયાન હોદ્દાનો દુરુપયોગ કરીને જે-તે વખતના તત્કાલીન ચીટનીશ તથા RAC ( RESIDENCE ADDITIONAL COLLECTOR ) તથા પોતાના મળતિયાઓના આર્થિક ફાયદા કારસો રચ્યો હતો. પૂર્વ આયોજિત કાવતરા મુજબ જમીનના ખોટા NAના હુકમો કર્યા હતા. બાદમાં સરકારમાં ભરવાની થતી પ્રીમિયમની રકમનો પણ ઉલાળિયો કર્યો હતો અને સરકારને આર્થિક નુકસાન પણ પહોંચાડયું હતું. બિનખેડૂતને ખેડૂત તરીકે દર્શાવ્યા હતા. તેમણે નવી શરતની જમીન જૂની શરતમાં દર્શાવી ખોટા પુરાવા હોવાનો પણ આરોપ છે. સમગ્ર મામલે ફરિયાદ નોંધાતા વ્યાસા સમિતિના રિપોર્ટના આધારે SITએ શરૂ તપાસ શરૂ કરી હતી. બાદમાં કાર્યવાહી ટાણે તેઓ માઉન્ટ આબુમાં હોવાની માહિતી મળતાં ગાંધીનગર પોલીસે ગુપ્ત ઓપરેશન હાથધરી તેમની ધરપકડ કરી હતી. કોણ છે એસ.કે.લાંગા? એસ.કે.લાંગા ગાંધીનગર જિલ્લા કલેક્ટર તરીકે રહ્યા લાંગા 6 જિલ્લામાં RAC,DDO અને કલેકટર પદે રહ્યા છે AMCમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરીકે ફરજ બજાવી ચુક્યા છે લાંગાની સાથે તેમની સાથેના અધિકારી પણ વિવાદમાં રહ્યાં છે ગોધરાના કલેક્ટર હતા ત્યારે પણ તેમની સામે ગુનો દાખલ થયેલો છે ખાનગી વ્યક્તિને જમીનનો લાભ અપાવતા પંચમહાલ પોલીસે ગુનો દાખલ કર્યો હતો

Gandhinagar News : પૂર્વ IAS એસ.કે.લાંગા સામે ACBએ સંપતિને લઈ નોંધ્યો ગુનો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • એસ.કે.લાંગા અને તેના પુત્ર વિરુદ્ધ નોંધાયો ગુનો
  • આવક કરતા 11 કરોડની વધુ સંપતિ મળી આવી
  • જમીન કૌંભાડ સમય ગાંધીનગરના કલેક્ટર એસ.કે.લાંગા હતા

પૂર્વ IAS એસ.કે. લાંગા સામે ભ્રષ્ટાચાર અને અપ્રમાણસર મિલકત મામલે ગુનો નોંધાયા બાદ ગાંધીનગર પોલીસ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી હતી. જે બાદ તેને ગાંધીનગર સેશન્સ કોર્ટેમાં રજૂ કરાયા હતા અને તેમના રિમાન્ડ મેળવી પૂછપરછ હાથ ધરવામાં આવી હતી.એસ.કે.લાંગાની કરોડની જમીનને લઇને મહત્વની વિગતો સામે આવી હતી.

લાંગાની જમીનનો ઉપયોગ ખેતી માટે થઇ રહ્યો હતો

ખેડા જિલ્લાના માતરના વિરોજા ગામમાં લાંગાની જમીન આવેલી છે. 72 એકર જમીન એસ.કે.લાંગા અને તેમના બિલ્ડર મિત્રોની છે તેમજ વિરોજા ગામમાં એસ.કે.લાંગાની જમીનના 7-12ના ઉતારા પણ મળ્યા હતા. વટામણ-તારાપુર રોડ પર એસ.કે લાંગાની કરોડો રૂપિયાની જગ્યા છે. અગાઉ SITએ આ જમીનની તપાસ કરી હતી. લાંગાની જમીનનો ઉપયોગ ખેતી માટે થઇ રહ્યો હતો.

શું છે એસ કે લાંગા કેસ?

એસ.કે.લાંગા વિજય રૂપાણી સરકારમાં ગાંધીનગરના કલેક્ટર હતાં. પોતાના કાર્યકાળ દરમિયાન હોદ્દાનો દુરુપયોગ કરીને જે-તે વખતના તત્કાલીન ચીટનીશ તથા RAC ( RESIDENCE ADDITIONAL COLLECTOR ) તથા પોતાના મળતિયાઓના આર્થિક ફાયદા કારસો રચ્યો હતો. પૂર્વ આયોજિત કાવતરા મુજબ જમીનના ખોટા NAના હુકમો કર્યા હતા. બાદમાં સરકારમાં ભરવાની થતી પ્રીમિયમની રકમનો પણ ઉલાળિયો કર્યો હતો અને સરકારને આર્થિક નુકસાન પણ પહોંચાડયું હતું. બિનખેડૂતને ખેડૂત તરીકે દર્શાવ્યા હતા. તેમણે નવી શરતની જમીન જૂની શરતમાં દર્શાવી ખોટા પુરાવા હોવાનો પણ આરોપ છે. સમગ્ર મામલે ફરિયાદ નોંધાતા વ્યાસા સમિતિના રિપોર્ટના આધારે SITએ શરૂ તપાસ શરૂ કરી હતી. બાદમાં કાર્યવાહી ટાણે તેઓ માઉન્ટ આબુમાં હોવાની માહિતી મળતાં ગાંધીનગર પોલીસે ગુપ્ત ઓપરેશન હાથધરી તેમની ધરપકડ કરી હતી.

કોણ છે એસ.કે.લાંગા?

એસ.કે.લાંગા ગાંધીનગર જિલ્લા કલેક્ટર તરીકે રહ્યા

લાંગા 6 જિલ્લામાં RAC,DDO અને કલેકટર પદે રહ્યા છે

AMCમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરીકે ફરજ બજાવી ચુક્યા છે

લાંગાની સાથે તેમની સાથેના અધિકારી પણ વિવાદમાં રહ્યાં છે

ગોધરાના કલેક્ટર હતા ત્યારે પણ તેમની સામે ગુનો દાખલ થયેલો છે

ખાનગી વ્યક્તિને જમીનનો લાભ અપાવતા પંચમહાલ પોલીસે ગુનો દાખલ કર્યો હતો