Rajkot TRP Game Zone અગ્નિકાંડ મામલે તપાસનો રેલો ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચ્યો

ફાયર ઓફિસર ખેરને 10 વાગ્યા સુધી હાજર થવા આદેશ CID ગાંધીનગરથી ફાયર ઓફિસરને તેડું આવ્યાની વિગતો ગઈકાલે ટાઉન પ્લાનિંગ, ડેપ્યુટી ફાયર ઓફિસરની થઈ પૂછપરછ રાજકોટ ચીફ ફાયર ઓફિસરને CID ક્રાઈમનું સમન્સ આવ્યું છે. જેમાં તપાસનો રેલો મનપાના ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચ્યો છે.ફાયર ઓફિસર ખેરને 10 વાગ્યા સુધી હાજર થવા આદેશ છે. CID ગાંધીનગરથી ફાયર ઓફિસરને તેડું આવ્યાની વિગતો સામે આવી છે. ગઈકાલે ટાઉન પ્લાનિંગ, ડેપ્યુટી ફાયર ઓફિસરની પૂછપરછ થઇ હતી. અગ્નિકાંડમાં નિર્દોષ લોકોના જીવ ગયા બાદ તપાસનો ધમધમાટ શરૂ ગઈકાલે મહાપાલિકાના ટાઉન પ્લાનિંગ અધિકારી સાગઠીયા અને ડેપ્યુટી ફાયર ઓફિસર ઠેબાની પૂછપરછ થઈ છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડમાં નિર્દોષ લોકોના જીવ ગયા બાદ તપાસનો ધમધમાટ શરૂ થયો છે. રાજ્ય સરકારે ઝડપી તપાસ માટે એસઆઇટીની રચના કરી છે. આ મામલે સરકાર એક્શનમાં આવી છે. ગાંધીનગરમાં ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. બેઠકમાં SIT વડા સુભાષ ત્રિવેદી, ટેકનિકલ એજ્યુકેશન કમિશનર બંછાનિધી પાની, FSL ડાયરેક્ટર એચ.પી.સંઘવી, ચીફ ફાયર ઓફિસર જે.એન. ખડીયા અને મકાન વિભાગના સુપરિટેન્ડિંગ એન્જિનિયર એમ.બી.દેસાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા. જવાબદાર હોય તેવા IAS કે પછી IPSને છોડવામાં નહીં આવે કાટમાળ ખસેડવાની કામગીરીના સવાલ પર જવાબ આપતા સુભાષ ત્રિવેદીએ કહ્યું કે, જે લોકો ગુમ છે કે તેના મૃતદેહના અવશેષો શોધવાનું કામ મહત્વનું હતું, તોડીને નાશ કરવાનો આશય બિલકુલ ન હતો. ત્યાં કોઈ ગુમ થયેલા લોકો છે તેના કોઈ પ્રકારના અવશેષો છે કે કેમ, જેના આધારે આપણે DNA લઈ શકીએ. FSL દ્વારા આ DNA ની તપાસ કરીને જે પરિજનોના માણસો ગુમ હોય તેમને એક સત્યની માહિતી આપી શકીએ તેવો આશય હતો. SIT વડા સુભાષ ત્રિવેદીએ મોટું નિવેદન આપતા કહ્યું કે, જવાબદાર હોય તેવા IAS કે પછી IPSને છોડવામાં નહીં આવે અને તેમની સામે પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે. બધા જ IAS કે IPS અધિકારીઓની પૂછપરછ કરવા માટે ગૃહ રાજ્યમંત્રીએ સ્પષ્ટ સૂચના આપી છે. 2021 થી અત્યાર સુધીમા ફરજ પર તૈનાત તમામ ક્લાસ 1 ઓફિસર્સને SIT સમક્ષ હાજર થવા માટે આદેશ કરવામાં આવ્યો છે. પૂછપરછ હેતુસર કલેક્ટર, પોલીસ અને મ્યુનિસિપલ કમિશનર સહિત તમામ ક્લાસ 1 અધિકારીઓને સમન્સ મોકલી દેવામાં આવ્યા છે. 

Rajkot TRP Game Zone અગ્નિકાંડ મામલે તપાસનો રેલો ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચ્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ફાયર ઓફિસર ખેરને 10 વાગ્યા સુધી હાજર થવા આદેશ
  • CID ગાંધીનગરથી ફાયર ઓફિસરને તેડું આવ્યાની વિગતો
  • ગઈકાલે ટાઉન પ્લાનિંગ, ડેપ્યુટી ફાયર ઓફિસરની થઈ પૂછપરછ

રાજકોટ ચીફ ફાયર ઓફિસરને CID ક્રાઈમનું સમન્સ આવ્યું છે. જેમાં તપાસનો રેલો મનપાના ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચ્યો છે.ફાયર ઓફિસર ખેરને 10 વાગ્યા સુધી હાજર થવા આદેશ છે. CID ગાંધીનગરથી ફાયર ઓફિસરને તેડું આવ્યાની વિગતો સામે આવી છે. ગઈકાલે ટાઉન પ્લાનિંગ, ડેપ્યુટી ફાયર ઓફિસરની પૂછપરછ થઇ હતી.

અગ્નિકાંડમાં નિર્દોષ લોકોના જીવ ગયા બાદ તપાસનો ધમધમાટ શરૂ

ગઈકાલે મહાપાલિકાના ટાઉન પ્લાનિંગ અધિકારી સાગઠીયા અને ડેપ્યુટી ફાયર ઓફિસર ઠેબાની પૂછપરછ થઈ છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડમાં નિર્દોષ લોકોના જીવ ગયા બાદ તપાસનો ધમધમાટ શરૂ થયો છે. રાજ્ય સરકારે ઝડપી તપાસ માટે એસઆઇટીની રચના કરી છે. આ મામલે સરકાર એક્શનમાં આવી છે. ગાંધીનગરમાં ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. બેઠકમાં SIT વડા સુભાષ ત્રિવેદી, ટેકનિકલ એજ્યુકેશન કમિશનર બંછાનિધી પાની, FSL ડાયરેક્ટર એચ.પી.સંઘવી, ચીફ ફાયર ઓફિસર જે.એન. ખડીયા અને મકાન વિભાગના સુપરિટેન્ડિંગ એન્જિનિયર એમ.બી.દેસાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા.

જવાબદાર હોય તેવા IAS કે પછી IPSને છોડવામાં નહીં આવે

કાટમાળ ખસેડવાની કામગીરીના સવાલ પર જવાબ આપતા સુભાષ ત્રિવેદીએ કહ્યું કે, જે લોકો ગુમ છે કે તેના મૃતદેહના અવશેષો શોધવાનું કામ મહત્વનું હતું, તોડીને નાશ કરવાનો આશય બિલકુલ ન હતો. ત્યાં કોઈ ગુમ થયેલા લોકો છે તેના કોઈ પ્રકારના અવશેષો છે કે કેમ, જેના આધારે આપણે DNA લઈ શકીએ. FSL દ્વારા આ DNA ની તપાસ કરીને જે પરિજનોના માણસો ગુમ હોય તેમને એક સત્યની માહિતી આપી શકીએ તેવો આશય હતો. SIT વડા સુભાષ ત્રિવેદીએ મોટું નિવેદન આપતા કહ્યું કે, જવાબદાર હોય તેવા IAS કે પછી IPSને છોડવામાં નહીં આવે અને તેમની સામે પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે. બધા જ IAS કે IPS અધિકારીઓની પૂછપરછ કરવા માટે ગૃહ રાજ્યમંત્રીએ સ્પષ્ટ સૂચના આપી છે. 2021 થી અત્યાર સુધીમા ફરજ પર તૈનાત તમામ ક્લાસ 1 ઓફિસર્સને SIT સમક્ષ હાજર થવા માટે આદેશ કરવામાં આવ્યો છે. પૂછપરછ હેતુસર કલેક્ટર, પોલીસ અને મ્યુનિસિપલ કમિશનર સહિત તમામ ક્લાસ 1 અધિકારીઓને સમન્સ મોકલી દેવામાં આવ્યા છે.