Rajkot :મ્યુનિ.કમિશનર ડી.પી.દેસાઈ-CP બ્રિજેશ ઝા ચાર્જ સંભાળતા જ એક્શન મોડમાં

ગેમઝોન દુર્ઘટનાની તપાસ-જાહેર સલામતી અમારી અગ્રતા રહેશે''બંને અધિકારીઓએ ઘટનાસ્થળ, સિવિલની મુલાકાત લઈ સમીક્ષા બેઠકો કરી TRP ગેમ ઝોન મુદ્દે સરકારી રિપોર્ટીગની કામગીરીને પ્રાધાન્ય આપવા માટે તાકિદ રાજકોટના અગ્નિકાંડમાં 28થી વધુ જિંદગીઓ હોમાઈ ગયાની ઘટનામાં સરકારે તાત્કાલિક અસરથી બે પીઆઈને સસ્પેન્ડ કરી રાજકોટના સીપી, જેસીપી અને ડીસીપીને હટાવવાના આદેશ કર્યા બાદ તુરંત નવા અધિકારીઓનો ઓર્ડર પણ કરી દીધો હતો ગંભીર ઘટનામાં તુરંત જ પોલીસ કમિશનર, ડીસીપી ઝોન 2 અને મનપાના 33માં કમિશનર તરીકે નિયુક્ત અધિકારી દેસાઈએ પણ પોતાનો ચાર્જ સંભાળી લીધો હતો સવારે સીપીએ ડીસીબી, સિવિલ હોસ્પિટલ અને ઘટનાસ્થળની મુલાકાત લઇ સવારે પ્રાથમિક વિગતો મેળવી ડીજી સાથે કેસ અંગે ચર્ચા કરી હતી. રાજકોટના પોલીસ કમિશનર રાજુ ભાર્ગવને હટાવ્યા બાદ ગત મોડી રાત્રે જ નવનિયુક્ત સીપી બ્રિજેશ ઝા રાજકોટ આવી પહોચ્યા હતા સવારે જ પોતે હાજર થઇ ગયા હતા અને સીપી તરીકેનો ચાર્જ સંભાળી લીધો હતો સાથોસાથ ડીસીપી ઝોન 2 જગદીશ બાંગરવા અને મનપા કમિશનર ડી પી દેસાઈએ પણ ચાર્જ સંભાળી લીધો હતો સવારે સીપી ઝાએ સ્થાનિક અધિકારીઓ સાથે બેઠક યોજી કેસની વિગતો મેળવી હતી અને બાદમાં ડીજી વિકાસ સહાય સાથે વિડીયો કોન્ફ્રન્સ મારફત કેસ અંગે ચર્ચા કરી હતી ત્યાર બાદ બપોરે અગ્નિકાંડના આરોપીઓને જ્યાં રખાયા છે તે ડીસીબી પોલીસ સ્ટેશનની મૂલાકાત લીધી હતી અને કેસની લેટેસ્ટ માહિતી મેળવી હતી બાદમાં સિવિલ હોસ્પીટલની મૂલાકાત લીધી હતી તે પછી પોતે ડીસીપી ઝોન 2 તેમજ એસપી સહિતના કાફ્લા સાથે ટીઆરપી ગેમ ઝોન જે મુખ્ય ઘટનાસ્થળ છે ત્યાં પહોચ્યા હતા અને બપોરે બનાવ સ્થળનુંનિરીક્ષણ કર્યું હતું તેમજ સંલગ્ન અધિકારીઓને જરૂરી સૂચના આપી હતી તાત્કાલિક ધોરણે જેમને રાજકોટની જવાબદારી સોંપાઈ છે તેવા બ્રિજેશ ઝાએ આવતાની સાથે જ કેસની તપાસ વેગવંતી કરી છે. મ્યુનિ કમિશનર ડી.પી. દેસાઈએ પણ બપોરે 2 કલાકે ચાર્જ સંભાળી લઈ શાખા અધિકારીઓની બેઠક બોલાવીને TRP ગેમ ઝોન મુદ્દે સરકારી રિપોર્ટીગની કામગીરીને પ્રાધાન્ય આપવા માટે તાકિદ કરી હતી. ગેમઝોન આગકાંડ મામલે કોઈ બાંધછોડ નહીં કરવામાં આવે. ટી.પી. કે ફાયર બ્રિગેડ જે કોઈની જવાબદારી હશે તેની ચકાસણી કરીને કાર્યવાહી કરાશે.

Rajkot :મ્યુનિ.કમિશનર ડી.પી.દેસાઈ-CP બ્રિજેશ ઝા ચાર્જ સંભાળતા જ એક્શન મોડમાં

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ગેમઝોન દુર્ઘટનાની તપાસ-જાહેર સલામતી અમારી અગ્રતા રહેશે''
  • બંને અધિકારીઓએ ઘટનાસ્થળ, સિવિલની મુલાકાત લઈ સમીક્ષા બેઠકો કરી
  • TRP ગેમ ઝોન મુદ્દે સરકારી રિપોર્ટીગની કામગીરીને પ્રાધાન્ય આપવા માટે તાકિદ

રાજકોટના અગ્નિકાંડમાં 28થી વધુ જિંદગીઓ હોમાઈ ગયાની ઘટનામાં સરકારે તાત્કાલિક અસરથી બે પીઆઈને સસ્પેન્ડ કરી રાજકોટના સીપી, જેસીપી અને ડીસીપીને હટાવવાના આદેશ કર્યા બાદ તુરંત નવા અધિકારીઓનો ઓર્ડર પણ કરી દીધો હતો ગંભીર ઘટનામાં તુરંત જ પોલીસ કમિશનર, ડીસીપી ઝોન 2 અને મનપાના 33માં કમિશનર તરીકે નિયુક્ત અધિકારી દેસાઈએ પણ પોતાનો ચાર્જ સંભાળી લીધો હતો સવારે સીપીએ ડીસીબી, સિવિલ હોસ્પિટલ અને ઘટનાસ્થળની મુલાકાત લઇ સવારે પ્રાથમિક વિગતો મેળવી ડીજી સાથે કેસ અંગે ચર્ચા કરી હતી. રાજકોટના પોલીસ કમિશનર રાજુ ભાર્ગવને હટાવ્યા બાદ ગત મોડી રાત્રે જ નવનિયુક્ત સીપી બ્રિજેશ ઝા રાજકોટ આવી પહોચ્યા હતા સવારે જ પોતે હાજર થઇ ગયા હતા અને સીપી તરીકેનો ચાર્જ સંભાળી લીધો હતો સાથોસાથ ડીસીપી ઝોન 2 જગદીશ બાંગરવા અને મનપા કમિશનર ડી પી દેસાઈએ પણ ચાર્જ સંભાળી લીધો હતો સવારે સીપી ઝાએ સ્થાનિક અધિકારીઓ સાથે બેઠક યોજી કેસની વિગતો મેળવી હતી અને બાદમાં ડીજી વિકાસ સહાય સાથે વિડીયો કોન્ફ્રન્સ મારફત કેસ અંગે ચર્ચા કરી હતી ત્યાર બાદ બપોરે અગ્નિકાંડના આરોપીઓને જ્યાં રખાયા છે તે ડીસીબી પોલીસ સ્ટેશનની મૂલાકાત લીધી હતી અને કેસની લેટેસ્ટ માહિતી મેળવી હતી બાદમાં સિવિલ હોસ્પીટલની મૂલાકાત લીધી હતી તે પછી પોતે ડીસીપી ઝોન 2 તેમજ એસપી સહિતના કાફ્લા સાથે ટીઆરપી ગેમ ઝોન જે મુખ્ય ઘટનાસ્થળ છે ત્યાં પહોચ્યા હતા અને બપોરે બનાવ સ્થળનુંનિરીક્ષણ કર્યું હતું તેમજ સંલગ્ન અધિકારીઓને જરૂરી સૂચના આપી હતી તાત્કાલિક ધોરણે જેમને રાજકોટની જવાબદારી સોંપાઈ છે તેવા બ્રિજેશ ઝાએ આવતાની સાથે જ કેસની તપાસ વેગવંતી કરી છે. મ્યુનિ કમિશનર ડી.પી. દેસાઈએ પણ બપોરે 2 કલાકે ચાર્જ સંભાળી લઈ શાખા અધિકારીઓની બેઠક બોલાવીને TRP ગેમ ઝોન મુદ્દે સરકારી રિપોર્ટીગની કામગીરીને પ્રાધાન્ય આપવા માટે તાકિદ કરી હતી. ગેમઝોન આગકાંડ મામલે કોઈ બાંધછોડ નહીં કરવામાં આવે. ટી.પી. કે ફાયર બ્રિગેડ જે કોઈની જવાબદારી હશે તેની ચકાસણી કરીને કાર્યવાહી કરાશે.