રાજ શેખાવતે કર્યું આહ્વાન, ગાંધીનગર સુધી વિરોધ પહોંચવાની તૈયારી

કોબા કમલમ પર ત્રણ ક્ષત્રિય મહિલા પહોંચી મકરાણા અને ક્ષત્રિયાણીઓની અટકાયત બાદ રોષ જેને જે સમજવું હોય એ સમજે : રાજ શેખાવત રાજકોટમાં રૂપાલા મામલે ક્ષત્રિય સમાજની મહારેલી વચ્ચે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ક્ષત્રિય સમાજનો ભારે વિરોધ જોવા મળ્યો છે. આ વચ્ચે કોબા કમલમ પર ત્રણ ક્ષત્રિય મહિલા પહોંચી હતી. આ મહિલાઓની અટકાયત કરવામાં આવી હતી. જ્યારે બીજી તરફ કરણી સેના અધ્યક્ષે પણ હવે આરપારની લડાઈ ગણાવી છે. જેની સાથે જ ગાંધીનગર એકત્ર થવાની વાત કરી છે.કરણી સેનાએ તૈયારી કરી રૂપાલા મામલે એક તરફ ક્ષત્રિય સમાજનો વિરોધ જોવા મળ્યો છે. કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવતે આ મામલે જણાવ્યું હતું કે, હવે નિર્ણાયક લડાઈનો સમય આવી ગયો છે, તમામ ક્ષત્રિયો અને આપણા સમર્થકો તૈયાર થઈ જાઓ, આપણે કમલમ ગાંધીનગર ટૂંક સમયમાં ભેગા થઈશું, જેટલા પણ ક્ષત્રિયો અને સમર્થકો છે એ તમામને મારી વિનંતી કે આપણે કેસરીયા ઝંડા અને મજબૂત દંડાની સાથે કમલમ પહોંચવાનું છે. આ સાથે જ કરણી સેના અધ્યક્ષે કહ્યું કે, આ તૈયારીને જેને જે સમજવુ હોય એ સમજે, 'રજૂઆત તો રજૂઆત', 'ઘેરાવ તો ઘેરાવ', 'ધરણા પ્રદર્શન તો ધરણા પ્રદર્શન'. જે ભાષામાં જવાબ જોઈએ એ ભાષામાં જવાબ આપવા આપણે સૌએ ગાંધીનગર કમલમ ખાતે ભેગા થવાનું છે અને ત્યાંજ સંમેલન કરીશું. આપને તારીખ અને સમય જણાવીશ, એ તારીખે ગુજરાતના તમામ ક્ષત્રિયો ભેગા થાઓ, કારણ કે આ સમાજના સ્વાભિમાનનું સવાલ છે. મહિલાઓ કમલમ સુધી પહોંચી જ્યારે બીજી તરફ ગાંધીનગરમાં કમલમ ખાતે પણ પોલીસનો મોટો કાફલો ઉતારવામાં આવ્યો હતો. તેમ છતાં પણ ત્રણ જેટલી ક્ષત્રિય મહિલાઓ વિરોધ કરવા માટે ખાનગી કારમાં કમલમ ખાતે પહોંચી ગઈ હતી. જે પછી વિરોધ કરનાર મહિલાઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. જેમને પણ ગાંધીનગરથી દૂર ઉતારવામાં આવ્યા હતા.અમદાવાદમાં ઠેર-ઠેર વિરોધ પ્રદર્શન જ્યારે બીજી તરફ અમદાવાદમાં પણ ભારે વિરોધ પ્રદર્શન જોવા મળ્યો હતો. જ્યાં મહિલાઓ જૌહાર કરવા માટે એકત્ર થઈ હતી. જેમને સમજાવીને ઘરે મોકલવામાં આવી છે. અમદાવાદમાં ક્ષત્રિય સમાજનો ઉગ્ર વિરોધ સામે આવી રહ્યો છે. જે પછી પોલીસ પાંચેય ક્ષત્રિય મહિલાઓને તેમના ઘરે મોકલવામાં આવી રહી છે. આ દરમિયાન 2 મહિલા અમદાવાદ, 1 મહિલા સુરેન્દ્રનગર તેમજ 2 મહિલાઓને જામનગર મુકવા માટે પોલીસ જાતે જ જઈ રહી છે. તેમજ મહિપાલસિંહને હેડક્વાર્ટરથી પોલીસની ગાડીમાં અજ્ઞાત જગ્યાએ લઈ જવામાં આવ્યા છે. 

રાજ શેખાવતે કર્યું આહ્વાન, ગાંધીનગર સુધી વિરોધ પહોંચવાની તૈયારી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • કોબા કમલમ પર ત્રણ ક્ષત્રિય મહિલા પહોંચી
  • મકરાણા અને ક્ષત્રિયાણીઓની અટકાયત બાદ રોષ
  • જેને જે સમજવું હોય એ સમજે : રાજ શેખાવત

રાજકોટમાં રૂપાલા મામલે ક્ષત્રિય સમાજની મહારેલી વચ્ચે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ક્ષત્રિય સમાજનો ભારે વિરોધ જોવા મળ્યો છે. આ વચ્ચે કોબા કમલમ પર ત્રણ ક્ષત્રિય મહિલા પહોંચી હતી. આ મહિલાઓની અટકાયત કરવામાં આવી હતી. જ્યારે બીજી તરફ કરણી સેના અધ્યક્ષે પણ હવે આરપારની લડાઈ ગણાવી છે. જેની સાથે જ ગાંધીનગર એકત્ર થવાની વાત કરી છે.

કરણી સેનાએ તૈયારી કરી

રૂપાલા મામલે એક તરફ ક્ષત્રિય સમાજનો વિરોધ જોવા મળ્યો છે. કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવતે આ મામલે જણાવ્યું હતું કે, હવે નિર્ણાયક લડાઈનો સમય આવી ગયો છે, તમામ ક્ષત્રિયો અને આપણા સમર્થકો તૈયાર થઈ જાઓ, આપણે કમલમ ગાંધીનગર ટૂંક સમયમાં ભેગા થઈશું, જેટલા પણ ક્ષત્રિયો અને સમર્થકો છે એ તમામને મારી વિનંતી કે આપણે કેસરીયા ઝંડા અને મજબૂત દંડાની સાથે કમલમ પહોંચવાનું છે.

આ સાથે જ કરણી સેના અધ્યક્ષે કહ્યું કે, આ તૈયારીને જેને જે સમજવુ હોય એ સમજે, 'રજૂઆત તો રજૂઆત', 'ઘેરાવ તો ઘેરાવ', 'ધરણા પ્રદર્શન તો ધરણા પ્રદર્શન'. જે ભાષામાં જવાબ જોઈએ એ ભાષામાં જવાબ આપવા આપણે સૌએ ગાંધીનગર કમલમ ખાતે ભેગા થવાનું છે અને ત્યાંજ સંમેલન કરીશું. આપને તારીખ અને સમય જણાવીશ, એ તારીખે ગુજરાતના તમામ ક્ષત્રિયો ભેગા થાઓ, કારણ કે આ સમાજના સ્વાભિમાનનું સવાલ છે.

મહિલાઓ કમલમ સુધી પહોંચી 

જ્યારે બીજી તરફ ગાંધીનગરમાં કમલમ ખાતે પણ પોલીસનો મોટો કાફલો ઉતારવામાં આવ્યો હતો. તેમ છતાં પણ ત્રણ જેટલી ક્ષત્રિય મહિલાઓ વિરોધ કરવા માટે ખાનગી કારમાં કમલમ ખાતે પહોંચી ગઈ હતી. જે પછી વિરોધ કરનાર મહિલાઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. જેમને પણ ગાંધીનગરથી દૂર ઉતારવામાં આવ્યા હતા.

અમદાવાદમાં ઠેર-ઠેર વિરોધ પ્રદર્શન

જ્યારે બીજી તરફ અમદાવાદમાં પણ ભારે વિરોધ પ્રદર્શન જોવા મળ્યો હતો. જ્યાં મહિલાઓ જૌહાર કરવા માટે એકત્ર થઈ હતી. જેમને સમજાવીને ઘરે મોકલવામાં આવી છે. અમદાવાદમાં ક્ષત્રિય સમાજનો ઉગ્ર વિરોધ સામે આવી રહ્યો છે. જે પછી પોલીસ પાંચેય ક્ષત્રિય મહિલાઓને તેમના ઘરે મોકલવામાં આવી રહી છે. આ દરમિયાન 2 મહિલા અમદાવાદ, 1 મહિલા સુરેન્દ્રનગર તેમજ 2 મહિલાઓને જામનગર મુકવા માટે પોલીસ જાતે જ જઈ રહી છે. તેમજ મહિપાલસિંહને હેડક્વાર્ટરથી પોલીસની ગાડીમાં અજ્ઞાત જગ્યાએ લઈ જવામાં આવ્યા છે.