Ahmedabadમાં ચૂંટણીપંચે મતગણતરી કેન્દ્ર પર તૈયારીઓને આપ્યો આખરી ઓપ

લોકસભા 2024નું પરિણામ 4 જૂને થશે જાહેર મીડિયા રૂમ, કંટ્રોલ રૂમ, LEDની વ્યવસ્થાની તૈયારીઓ ગુજરાત કોલેજ, એલડી એન્જીનિયરિંગ કોલેજમાં થશે મતગણતરી 4 જૂનના રોજ લોકસભા ચૂંટણીનું પરિણામ જાહેર થશે તો ચૂંટણી પંચે પણ તમામ તૈયારીઓને આખરી ઓપ આપ્યો છે,અમદાવાદની એલડી એન્જીનિયરિંગ તેમજ ગુજરાત કોલેજ ખાતે મતગણતરી કરવામાં આવશે,તો પોલીસ બંદોબસ્ત માટેના ડોમ અને કંટ્રોલ રૂમની તૈયારીઓ શરૂ કરાઈ છે,મીડિયા રૂમ, કંટ્રોલ રૂમ ,cctv,ઉમેદવાર માટેના રીમ ,એલઇડી સહિતની વ્યવસ્થાની તૈયારીઓ કરાઈ છે,બીજી તરફ મત ગણતરી કેન્દ્રમાં બેરીકેટ લગાવી માર્ગ કરાયો તૈયાર. અધિકારીઓને પહેલા અપાઈ છે ટ્રેનિંગ અમદાવાદ જિલ્લામાં લોકસભા ચૂંટણી માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર પ્રવીણા ડી.કે.ના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તારીખ 28, 30 અને 1 એપ્રિલના દિવસોમાં ચૂંટણી કામગીરી કરનારા કર્મચારીઓ/અધિકારીઓના તાલીમ વર્ગોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમ વર્ગો વિશે માહિતી આપતા ડેપ્યુટી કલેક્ટર રિદ્ધિ શુક્લએ જણાવ્યું હતું કે, અમદાવાદ જિલ્લામાં સમાવિષ્ટ વિધાનસભા વિસ્તારોમાં યોજાનારા તાલીમ વર્ગોમાં કુલ 5432 મતદાન મથકોના 26,626 કર્મીઓને ચૂંટણી કામગીરી માટે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું છે. મતદાનની શરૂઆતથી અંત સુધીની કામગીરી આ પ્રશિક્ષણ વર્ગોમાં 6550 પ્રિસાઈડિંગ ઓફિસર, 6548 પોલિંગ ઓફિસર-1, 3528 પોલિંગ ઓફિસર અને 10,000 ફિમેલ પોલિંગ ઓફિસરને મતદાનના દિવસે કરવાની થતી કામગીરીથી લઈને મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા સુધીની તમામ કામગીરી અંગે વિગતવાર જાણકારી આપીને માર્ગદર્શન પૂરું પાડવામાં આવી રહ્યું હતું. આ તાલીમ વર્ગોમાં માસ્ટર ટ્રેનર્સની ટીમ દ્વારા પ્રિ-પોલ, પોલ-ડે અને આફ્ટર પોલ, EVM, VVPAT, પોસ્ટલ બેલેટ સહિતની તબક્કાવાર તમામ પ્રકારની કામગીરી અંગે વિસ્તૃત માહિતી પૂરી પાડવામાં આવી હતી.અમદાવાદ શહેર અને જિલ્લામાં વિવિધ સ્થળો પર તાલીમની કામગીરી ચાલી હતી.

Ahmedabadમાં ચૂંટણીપંચે મતગણતરી કેન્દ્ર પર તૈયારીઓને આપ્યો આખરી ઓપ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • લોકસભા 2024નું પરિણામ 4 જૂને થશે જાહેર
  • મીડિયા રૂમ, કંટ્રોલ રૂમ, LEDની વ્યવસ્થાની તૈયારીઓ
  • ગુજરાત કોલેજ, એલડી એન્જીનિયરિંગ કોલેજમાં થશે મતગણતરી

4 જૂનના રોજ લોકસભા ચૂંટણીનું પરિણામ જાહેર થશે તો ચૂંટણી પંચે પણ તમામ તૈયારીઓને આખરી ઓપ આપ્યો છે,અમદાવાદની એલડી એન્જીનિયરિંગ તેમજ ગુજરાત કોલેજ ખાતે મતગણતરી કરવામાં આવશે,તો પોલીસ બંદોબસ્ત માટેના ડોમ અને કંટ્રોલ રૂમની તૈયારીઓ શરૂ કરાઈ છે,મીડિયા રૂમ, કંટ્રોલ રૂમ ,cctv,ઉમેદવાર માટેના રીમ ,એલઇડી સહિતની વ્યવસ્થાની તૈયારીઓ કરાઈ છે,બીજી તરફ મત ગણતરી કેન્દ્રમાં બેરીકેટ લગાવી માર્ગ કરાયો તૈયાર.

અધિકારીઓને પહેલા અપાઈ છે ટ્રેનિંગ

અમદાવાદ જિલ્લામાં લોકસભા ચૂંટણી માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર પ્રવીણા ડી.કે.ના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તારીખ 28, 30 અને 1 એપ્રિલના દિવસોમાં ચૂંટણી કામગીરી કરનારા કર્મચારીઓ/અધિકારીઓના તાલીમ વર્ગોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમ વર્ગો વિશે માહિતી આપતા ડેપ્યુટી કલેક્ટર રિદ્ધિ શુક્લએ જણાવ્યું હતું કે, અમદાવાદ જિલ્લામાં સમાવિષ્ટ વિધાનસભા વિસ્તારોમાં યોજાનારા તાલીમ વર્ગોમાં કુલ 5432 મતદાન મથકોના 26,626 કર્મીઓને ચૂંટણી કામગીરી માટે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું છે.


મતદાનની શરૂઆતથી અંત સુધીની કામગીરી

આ પ્રશિક્ષણ વર્ગોમાં 6550 પ્રિસાઈડિંગ ઓફિસર, 6548 પોલિંગ ઓફિસર-1, 3528 પોલિંગ ઓફિસર અને 10,000 ફિમેલ પોલિંગ ઓફિસરને મતદાનના દિવસે કરવાની થતી કામગીરીથી લઈને મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા સુધીની તમામ કામગીરી અંગે વિગતવાર જાણકારી આપીને માર્ગદર્શન પૂરું પાડવામાં આવી રહ્યું હતું. આ તાલીમ વર્ગોમાં માસ્ટર ટ્રેનર્સની ટીમ દ્વારા પ્રિ-પોલ, પોલ-ડે અને આફ્ટર પોલ, EVM, VVPAT, પોસ્ટલ બેલેટ સહિતની તબક્કાવાર તમામ પ્રકારની કામગીરી અંગે વિસ્તૃત માહિતી પૂરી પાડવામાં આવી હતી.અમદાવાદ શહેર અને જિલ્લામાં વિવિધ સ્થળો પર તાલીમની કામગીરી ચાલી હતી.