Vadodaraમાં ગણેશોત્સવને લઈ નિયમોમાં ફેરફાર,રાત્રે 12 વાગ્યા પહેલા વિસર્જન પૂર્ણ કરાશે

ગણેશ મંડળોએ પોલીસ કમિશનર સાથે કરી મુલાકાત પોલીસ વિભાગ હેરાન નહીં કરે તેવી આપી બાંહેધરી ગણેશ મંડળોએ પોલીસ વિભાગના નિર્ણયને વધાવ્યો રાજયસરકાર દ્વારા ગણેશ ચતુર્થીમાં જાહેરનામાને લઈ વિવાદ વકર્યો હતો જેમાં 9 ફૂટ થી ઊંચી મૂર્તિ ન હોવી જોઈએ તે અંગે હતું જાહેરનામું હતુ અને ડીજે ને લઈ પણ વિવાદ થયો હતો.હવે પોલીસ કમિશનર સાથેની બેઠકમાં સામે આવ્યું છે કે,પોલીસ ડીજે મામલે કોઈ હેરાનગતિ નહી કરે અને રાત્રે 12 વાગ્યા પહેલા વિસર્જન પૂર્ણ કરવા છૂટછાટ આપી છે. સોશિયલ મીડિયા પર જોવા મળ્યો હતો રોષવડોદરા પોલીસ દ્વારા ગણેશજીની પ્રતિમાની ઉંચાઇ નક્કી કરતું જાહેરનામું આ વર્ષે પણ બહાર પાડ્યું છે. વિતેલા કેટલાય વર્ષોથી ગણેશજીની પ્રતિમાને લઇને ઉંચાઇ નક્કી કરવમાં આવી રહી છે. અને તેનું અનુસરણ થાય તેવા પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. આ વખતે પોલીસનું જાહેરનામું ગણેશ મંડળ સુધી પહોંચતા જ વિરોધ શરૂ થઇ ગયો હતો. તાજેતરમાં અંદરખાને ચાલતો ગણગણાટ સોશિયલ મીડિયા પર જોવા મળ્યો હતો. તે બાદ પણ કોઇ હલચલ ન જણાતા આજરોજ મહારેલી સાથે વિરોધની જાહેરાત કરવામાં આવી હતી. ફકત મૂર્તિ બેસાડીશું તેવો પહેલા નિર્ણય કરાયો હતો સાઉન્ડ એસોસિયેશને પણ નિર્ણય કર્યો હતો કે, પરિપત્રમાં ફેરફાર નહીં કરાય તો ગણેશોત્સવ અને મહોરમમાં સાઉન્ડ સિસ્ટમ નહીં લગાડાય.ગણેશ ઉત્સવ સમિતિના સભ્યોએ જણાવ્યું હતું કે, શહેરમાં ગણેશ ઉત્સવ ખૂબ આસ્થા અને શ્રદ્ધા સાથે ઊજવાય છે. સમગ્ર સનાતાનીઓની લાગણી આ ઉત્સવ સાથે જોડાયેલી છે. આ સંજોગોમાં મહત્ત્વનો નિર્ણય એ લેવાયો છે કે, જો 23 જૂન પહેલાં ગણેશ ઉત્સવ પર લાગેલી રોક નહીં હટે તો આ વર્ષે તમામ ગણેશ મંડળો ફક્ત સ્થાપના મૂર્તિ બેસાડશે. ગણેશ ઉત્સવને લઈ સોશિયલ મિડીયામાં પોસ્ટ ગણેશ ઉત્સવ સમિતિના સભ્યોએ આક્ષેપ લગાવ્યો હતો કે, દર વર્ષે ગણેશ મંડળોને દબાવવામાં આવે છે. ખોટી રીતે હેરાન કરવામાં આવે છે. આ વર્ષે વડોદરા ગણેશ ઉત્સવ સમિતિ કોઈ પણ નેતા પાસે નહી જાય.ગણેશ ઉત્સવ સમિતિના સભ્યો દ્વારા સોશિયલ મીડિયા પણ વિરોધ કરાયો હતો. 

Vadodaraમાં ગણેશોત્સવને લઈ નિયમોમાં ફેરફાર,રાત્રે 12 વાગ્યા પહેલા વિસર્જન પૂર્ણ કરાશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ગણેશ મંડળોએ પોલીસ કમિશનર સાથે કરી મુલાકાત
  • પોલીસ વિભાગ હેરાન નહીં કરે તેવી આપી બાંહેધરી
  • ગણેશ મંડળોએ પોલીસ વિભાગના નિર્ણયને વધાવ્યો

રાજયસરકાર દ્વારા ગણેશ ચતુર્થીમાં જાહેરનામાને લઈ વિવાદ વકર્યો હતો જેમાં 9 ફૂટ થી ઊંચી મૂર્તિ ન હોવી જોઈએ તે અંગે હતું જાહેરનામું હતુ અને ડીજે ને લઈ પણ વિવાદ થયો હતો.હવે પોલીસ કમિશનર સાથેની બેઠકમાં સામે આવ્યું છે કે,પોલીસ ડીજે મામલે કોઈ હેરાનગતિ નહી કરે અને રાત્રે 12 વાગ્યા પહેલા વિસર્જન પૂર્ણ કરવા છૂટછાટ આપી છે.

સોશિયલ મીડિયા પર જોવા મળ્યો હતો રોષ

વડોદરા પોલીસ દ્વારા ગણેશજીની પ્રતિમાની ઉંચાઇ નક્કી કરતું જાહેરનામું આ વર્ષે પણ બહાર પાડ્યું છે. વિતેલા કેટલાય વર્ષોથી ગણેશજીની પ્રતિમાને લઇને ઉંચાઇ નક્કી કરવમાં આવી રહી છે. અને તેનું અનુસરણ થાય તેવા પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. આ વખતે પોલીસનું જાહેરનામું ગણેશ મંડળ સુધી પહોંચતા જ વિરોધ શરૂ થઇ ગયો હતો. તાજેતરમાં અંદરખાને ચાલતો ગણગણાટ સોશિયલ મીડિયા પર જોવા મળ્યો હતો. તે બાદ પણ કોઇ હલચલ ન જણાતા આજરોજ મહારેલી સાથે વિરોધની જાહેરાત કરવામાં આવી હતી.


ફકત મૂર્તિ બેસાડીશું તેવો પહેલા નિર્ણય કરાયો હતો

સાઉન્ડ એસોસિયેશને પણ નિર્ણય કર્યો હતો કે, પરિપત્રમાં ફેરફાર નહીં કરાય તો ગણેશોત્સવ અને મહોરમમાં સાઉન્ડ સિસ્ટમ નહીં લગાડાય.ગણેશ ઉત્સવ સમિતિના સભ્યોએ જણાવ્યું હતું કે, શહેરમાં ગણેશ ઉત્સવ ખૂબ આસ્થા અને શ્રદ્ધા સાથે ઊજવાય છે. સમગ્ર સનાતાનીઓની લાગણી આ ઉત્સવ સાથે જોડાયેલી છે. આ સંજોગોમાં મહત્ત્વનો નિર્ણય એ લેવાયો છે કે, જો 23 જૂન પહેલાં ગણેશ ઉત્સવ પર લાગેલી રોક નહીં હટે તો આ વર્ષે તમામ ગણેશ મંડળો ફક્ત સ્થાપના મૂર્તિ બેસાડશે.

ગણેશ ઉત્સવને લઈ સોશિયલ મિડીયામાં પોસ્ટ

ગણેશ ઉત્સવ સમિતિના સભ્યોએ આક્ષેપ લગાવ્યો હતો કે, દર વર્ષે ગણેશ મંડળોને દબાવવામાં આવે છે. ખોટી રીતે હેરાન કરવામાં આવે છે. આ વર્ષે વડોદરા ગણેશ ઉત્સવ સમિતિ કોઈ પણ નેતા પાસે નહી જાય.ગણેશ ઉત્સવ સમિતિના સભ્યો દ્વારા સોશિયલ મીડિયા પણ વિરોધ કરાયો હતો.